ઐશ્વર્ય અને માધુર્ય

વિશ્વમાં સામાન્ય રીતે જ્યાં ઐશ્વર્ય હોય છે ત્યાં મધુરતા જોવા મળતી નથી અને જ્યાં મધુરતા હોય છે ત્યાં ઐશ્વર્ય જણાતું નથી. પરંતુ જ્યાં જીવન સંપુર્ણપણે ખીલેલું  છે ત્યાં ઐશ્વર્ય અને  મધુરતા બંને અનુભવાય  છે. ઐશ્વર્યનો અર્થ છે ઇશ્વરત્વ – જે અસ્તિત્વમાં છે તેની માલિકી (સતાધિકાર). આમ તો સંપતિ પણ ઐશ્વર્ય તરીકે જ ઓળખાય છે. કારણ કે સંપતિનો થોડા પ્રમાણમાં સતા ઉપર કાબુ છે.

શું પ્રેમ અને અધિકાર સહઅસ્તિત્વ ધરાવી શકે?

ફક્ત સંપુર્ણ પણે ખિલેલી વ્યક્તિમાં જ માલિકી અને મધુરતા બંને હોય છે. શ્રીરામમાં ઐશ્વર્ય હતું પણ મધુરતાની માત્ર ઝલક જ હતી. પરશુરામનું જીવન ફક્ત સતાધિકાર દર્શાવે છે, માધુર્ય નહી. ભગવાન બુધ્ધમાં માધુર્ય – વધુ મીઠાશ અને ઓછો સતાધિકાર. પણ શ્રીકૃષ્ણમાં ઐશ્વર્ય અને મધુરતા બંને સમાન માત્રામાં જણાય છે. તે જ પ્રમાણે જીસસમાં છે... જ્યારે તેમણે કહ્યું કે “હું જ માર્ગ છું “ ત્યારે ત્યાં સતાધિકાર છે અને તેમની પ્રાર્થના અને પ્રેમની અભિવ્યક્તિમાં માધુર્ય દેખાય છે.

આર્ટ ઓફ લિવીંગ એકમાત્ર એવી બીન ધંધાદારી સંસ્થા છે જેને  “અમેરીકા બેક ઓન ટ્રેક” કાર્યક્રમમાં જોડાવા માટે ભલામણ કરવામાં આવી છે. (એક ટ્રેન કે જે વોશિંગ્ટનથી ન્યુયોર્ક અને અન્ય 20 શહેરોમાં ફરીને અમેરીકનોને પાછા જેવા હતા તેવા સામાન્ય બનવા માટે પ્રોત્સાહીત કરે છે.) સાઉથ આફ્રીકાના ઉરુગ્વેમાં કોર્ષીસ શરુ થઇ ગયા છે.  સાઉથ ઇસ્ટ ટીચર્સ મીટીંગ ખુબ ઉત્સાહ અને કૃતજ્ઞતાના ભાવ સાથે પૂર્ણ થઇ. આશ્રમ 200 થી વધારે ટી.ટી.સી. સહભાગીઓના ઉત્સાહથી ગુંજી રહ્યો  છે!