કુશળતા એ પ્રબુધ્ધ વ્યક્તિનો સ્વભાવ છે

અજ્ઞાનતામાં અધુરપ કે કચાશનું હોવું એ સ્વભાવિક છે, અને કુશળતા એ ભારોભાર પ્રયાસ માગે છે. જાગૃત કે પ્રબુધ્ધ અવસ્થામાં અધુરપ કે કચાશ એક પ્રયત્ન બની જાય છે. ત્યાં કુશળતાની ખાતરી છે અને તે અચૂક મળે છે! કુશળતા એટલે સંપૂર્ણ જવાબદારીનું આહ્વાન. અને સંપૂર્ણ જવાબદારી એટલે એવું જાણવું કે આખી દુનિયામાં તમે એકલા જ જવાબદાર વ્યક્તિ છો. જ્યારે તમને લાગે કે બીજા પણ જવાબદાર છે, ત્યારે તમારી જવાબદારીનું પ્રમાણ ઘટી જાય  છે.

જ્યારે તમે સંપૂર્ણ વૈરાગ્યમાં હોવ, ત્યારે તમે તુચ્છ અને નજીવી ગણાતી વસ્તુનું પણ ખૂબ જ કુશળતાથી ધ્યાન રાખી શકો છો. ઉદાહરણ તરીકે રોજ સવારે પૂજા દરમ્યાન, ગૂરુજી ખૂબ કાળજી પૂર્વક અલગ -અલગ રંગોવાળા ફૂલોને અલગ-અલગ રચનાઓમાં ગોઠવી ગોઠવીને દરરોજ પૂજાનું ટેબલ ફૂલોથી કેવું સરસ શણગારે છે. તેઓ જાણે છે કે આ શણગાર ૧૦ મિનિટ પણ રહેવાનો નથી તેમ છતાં!  પૂજા પછી તેઓ પોતે જ ફૂલહારો પૂજા ટેબલ પરથી લઈ લેશે કે પછી લોકો પર વરસાવશે. હજી સુધી જ્યારે પણ તેઓ ગાઢ સમાધિ  અવસ્થામાં હોય ત્યારે, આ અવસ્થામાં વિના પ્રયાસે અને પ્રેમપૂર્વક દરરોજ પૂજાનું ટેબલ શણગારશે. સ્વભાવિક છે કે ફૂલો કઈ રીતે મુક્યા છે એ એટલી જરૂરી બાબત નથી, પણ તેમ છતાં, આટલી નહિ  જેવી વસ્તુઓ પ્રત્યે પણ ધ્યાન, તે પણ આટલી ઉત્કટ સભાનતા સાથે, ફક્ત ગાઢ વૈરાગ્યથી જ આવી શકે છે.  કુશળતા એ પ્રબુધ્ધ  વ્યક્તિનો સ્વભાવ હોય છે.