હરિઓમ ધ્યાન

Full moon meditation

જે જીવંત બળના આધારે આપણું સમગ્ર અસ્તિત્વ કાર્યક્ષમ બની રહે છે, તેને પ્રાણ કહેવામાં આવે છે. આપણા અસ્તિત્વમાં પ્રાણ સૂક્ષ્મ નાડીઓ અને ઉર્જાના કેન્દ્રો (ચક્રો) દ્વારા વહે છે. આપણામાં હજારો નાડીઓ અને ઘણાં બધા ચક્રો આવેલા છે. દરેક વ્યક્તિમાં વિપુલ પ્રમાણમાં ઉર્જા રહેલી છે. આ સુષુપ્ત ઉર્જા કે જે  કરોડરજ્જૂનાં મૂળ અથવા તો આધાર સ્થાને સંગ્રહિત થયેલી હોય છે, એને કુંડલિની કહે છે. આ ઉર્જાના કેન્દ્રમાંથી કેટલા પ્રમાણમાં ઉર્જા ઉપરની તરફ વહેશે, તે બીજા ચક્રો અને નાડીની પરિસ્થિતિ પર આધારિત છે. હરિઓમ ધ્યાન આ ચક્રોને કાર્યરત કરવામાં આપણને મદદ કરે છે.

"હરિ" નો અર્થ થાય છે "દૂર કરનાર" કે “હરણ કરનાર”.જ્યારે કોઈ એનું નામ સ્મરણ કરીને બોલે છે તો એના પાપ, કર્મો અને જ્યોતિષ શાસ્ત્ર મુજબની ખરાબ એવી ગ્રહ દશાની અસરો અચળ ગતિથી નાશ પામે છે. પીડા અને યાતનાઓ દૂર થાય છે. "ઓમ" એ આદિકાળથી પ્રસારીત થઇ રહેલા એવા બ્રહ્માંડિય તરંગ છે જેમાંથી, સમગ્ર બ્રહ્માંડ અને આખી સૃષ્ટિ બની. "હરિ ઓમ" એ અતિ પ્રચલિત મંત્ર છે. એનો તાત્વિક અર્થ છે "હરિ" એ જ "ઓમ" છે. "હરિ ઓમ" એક સાર્વત્રિક મંત્ર છે જે તમામ પ્રકારની પીડાઓ દૂર કરે છે. આ મંત્રની અંદર બ્રહ્માંડિય તરંગો રહેલા છે. હરિ ઓમ ધ્યાન દ્વારા પ્રાણ એક ઉર્મિનાં કેન્દ્રમાંથી બીજા ઉર્મિના કેન્દ્રોમાં ગતિ કરે છે (વહે છે).

કરોડરજ્જૂની રચના એવી છે કે એમાં ઉર્જાનાં મુખ્ય સાત કેન્દ્રો આવેલા છે. પ્રાણ શરીરમાં ઉપરની તરફ, ઉર્મિના કેન્દ્રો દ્વારા વહે છે. દરેક ચક્રમાં સકારાત્મક તેમજ નકારાત્મક ઉર્મિ રહેલી છે. ઉદાહરણ સ્વરૂપે જોઇએ તો મુલાધાર ચક્ર, ઉર્મિનું એવું કેન્દ્ર કે જે કરોડરજ્જૂનાં આધાર સ્થાને આવેલુ છે, ત્યાં ઉર્જા જડતા તેમજ ઉત્સાહનાં સ્વરૂપે પ્રગટ થતી હોય છે. ચક્રો વિષે વધુ જાણવા માટે હરિ ઓમ ધ્યાન શીખવા માટે, ઍડ્વાન્સ મેડિટેશન કોર્સ (પાર્ટ 2 કોર્સ)કરો અને આર્ટ ઓફ લિવિંગ યોગા નો કોર્સ કરો. શ્રી શ્રી રવિશંકર દ્વારા માર્ગદર્શિત હરિ ઓમ ધ્યાન સીડી અને કેસેટમાં ઉપલબ્ધ છે.