પરીક્ષાનો ડર ભાગે !! શાંતિ વિશ્વાસ પ્રવેશ !

“મને પરીક્ષાની કોઈ ચિંતા નથી !”

કોને પુનરાવર્તનની જરૂર છે ?

મે એક વખત વાંચી લીધું છે. બસ, પતી ગયું !

ના, તમે સ્વપ્ન જોતાં નથી ! આ વિદ્યાર્થીઓએ પાગલ નથી કે આ વિચારો કપોળ કલ્પિત નથી. આવું તમારા જેવા ઘણા બાળકો સાથે બન્યું છે. અને બીજા તમે પણ હોય શકો છો ! ... જાદુ !!! હા, ધ્યાનનો જાદુ, આ શક્ય બનાવે છે. એક સામાન્ય વિદ્યાર્થીના જીવનમાં યુટર્ન લાવે છે.

#1: એકાગ્રતામાં વધારો

M- ‘Meditation’ – જાદુઈ લાકડી છે જ્યારે હું થાકેલ હઉ અને ભણવાનું હોય ત્યારે તાજગી આપે છે.

E- Energy – ધ્યાન શક્તિવર્ધક છે.

D-‘Desire, & Demands’- ઇચ્છા અને માંગણીઓમાં ઘટાડો થાય છે. ધ્યાન આપો પરિપ્રર્શાતાની અનુભૂતિ ઠરાવે છે.

I-‘Increase’- ધ્યાન અભ્યાસ પ્રત્યેની રૂચિ/રસ વધારે છે.

T- Take exam only once- પરીક્ષા એક જ વાર આવે છે.

A – Attitude !  ધ્યાન દ્વારા મારુ વલણ બદલાયું છે. હવે હું સમસ્યાને ‘પડકારો’ તરીકે જાઉં છું નહીં કે વિઘ્ન.

T Timeધ્યાન સમય – સંચાલન શીખવે છે.

I – ધ્યાન પરીક્ષામાં સફળતા માટેની હેસિયતનું સગવડનું ઘટક છે.

O – Observer-મારા મિત્રોએ મને ‘નિરીક્ષક’ કહેવાનું શરૂ કર્યું છે. મારી નિરીક્ષણ શક્તિમાં ખૂબ જ સુધારો થયો છે.

N Nothingજ્યારે હું ધ્યાન કરું છું, ત્યારે બીજું કઈ નહીં

મારા એન્જીનીયરીંગના છેલ્લા વર્ષમાં જ્યારે મારા મિત્રોના કંપનીમાંથી ઇન્ટરવ્યુ કોલ મળતા ત્યારે મને બીજા મિત્રોની જેમ તણાવ/ચિંતામાં રહેતો મે નોંધ્યું કે, મારા જુનિયર્સમાના એક મિત્ર, જે સામાન્ય વિદ્યાર્થી હતો. અને તેણે તાજેતરમાં જ ધ્યાનનો કોર્ષ કર્યો હતો. તે તેની ક્ષમતાની સરખામણીએ ડિઝાઇનનની સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકતો. આથી મને પણ મારા માટે આ ધ્યાનનો કોર્ષ કરવાની લાલચ થઈ. મારી એકાગ્રતામાં સુધારો થયો. Viva ટેસ્ટ વખતે સામાન્ય રીતે હું ખૂબ જ નર્વસ રહેતી પરંતુ હવે સસ્મિત, વિશ્વાસ પૂર્વક જવાબો આપી શકું છું.
-શ્યાલજા કાનન.

તમને એ ક્ષણો યાદ છે, જ્યારે તમારા પુસ્તકો મરણિયા બનીને તમારા ધ્યાન માટે હરીફાઈ કરતાં હોય ત્યારે તમારું મન ક્યાંક બીજે ચાલ્યું જાય છે?! અથવા તો તમારી પરીક્ષાઓ હજી શરૂ થઈ હોતી નથી અને તમે ઉંઘી જવાના કે ફિલ્મ જોવા જવાના આયોજનમાં વ્યસ્ત થઈ જાવ છો.

જો તમને તમારા મનને ભણવામાં એકાગ્ર કરવાનું મુશ્કેલ જણાતું હોય તો થોડી મિનિતોનું રોજનું ધ્યાન તમને મદદરૂપ થઈ શકે, ધ્યાન, મનને (જે ભૂત/ભવિષ્ય ઝોલાં ખાતું હોય) વર્તમાનમાં લાવવામાં મદદરૂપ થાય છે. પરિણામ સ્વરૂપ તમે અભ્યાસમાં વધારે સારી રીતે કેન્દ્રિત બની શકો છો.

#2: થોડા પરીવર્તનની જરૂર

“ધ્યાનના શરૂઆતના ૬ માસમાં ઘણી વાર પુનરાવર્તનને બદલે ૩ વખત કે એક વખત ધ્યાન થઈ શકે છે. ધ્યાનના એક વર્ષ પછી પુનરાવર્તનની કોઈ જરૂર નથી ! હવે હું પરીક્ષા આપવામાં ખૂબ જ આત્મવિશ્વાસ અનુભવું છુ.” – સાક્ષી બાબર

જ્યારે તમારી એકાગ્રતામાં ઘણો સારો સુધારો થાય છે ત્યારે તમે વસ્તુને ખૂબ જ જલ્દી યાદ રાખી શકો છો. રોજિંદા ધ્યાનથી તમારી યાદશક્તિ તીક્ષ્ણ બને છે અને ભાગ્યે જ પુનરાવર્તનની જરૂર પડે છે !!

ઘણા સાધક વિદ્યાર્થીઓએ અનુભવે છે કે મુખ્ય મુદ્દાઓ યાદ રાખવા માટે એક વખત વાંચવું પૂરતું છે. આથી બીજા દિવસે શિક્ષક પૂછે, ગઇકાલે શું શીખ્યા હતા?! તમારો હાથ સૌથી પહેલો ઉપર ઊઠે છે !

#3: ધ્યાન મારો આત્મવિશ્વાસ વધારે  છે

હું જાણું છું મે પરીક્ષામાં ૧૦૦% આપ્યા છે. અને આથી તેના પરિણામ વિષે કોઈ ચિંતા નથી હું મારા દેખાવથી સંતુષ્ટ છું.”- વિકાસ કુમાર

વર્ગખંડમાં તમામ વિચારો રજૂ કરતાં શું તમને ચિંતા ઉદ્દભવે છે?! કેટલીયવાર એવું બન્યું છે કે તમે જવાબ જાણો છો પરંતુ હાથ ઊંચો કરતાં ખચકાટ અનુભવો છો?

જો તમારો જવાબ ‘હા,હા’ હોય તો ‘ધ્યાન’ ને તમારો શ્રેષ્ઠમિત્ર બનાવી ડો અને વધુ આત્મવિશ્વાસ અનુભવો !.

#4: છુપાયેલી/સુસુપ્ત શક્તિને બહાર લાવો

“મને ભણવામાં જરાપણ રસ નહોતો. પરંતુ ધ્યાન દ્વારા મને અન્ય કુશળતા વિકસાવવામાં મદદ મળી છે. મારો વિશ્વાસ વધ્યો છે. અને કોલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે. મે બધા પ્રકારના લોકો સાથે રહેવાની કુશળતા પણ નિભાવી છે અને છતાં પોતાની પ્રતિષ્ઠા/ગૌરવને જાળવી રાખું છું.”  -જશરાજ સુથાર
 

ધ્યાન ખૂબ જ સૂક્ષ્મ સ્તરે પોષક બને છે. તમારામાં છુપાયેલી શક્તિને બહાર લાવવામાં નિયમિત પ્રેક્ટિસ કરવાથી સફળ થશો. તમે જોશો કે તમારી સર્જક શક્તિ ખીલે છે. અને અન્ય પ્રવૃત્તિઓમાં રસ જન્માવે છે. અને તમે વધુ સારો દેખાવ કરી શકો છો.

#5: પરીક્ષાનો ડર નહીં

“હું ને મારા મિત્રો પરીક્ષામાં સાથે વાંચતાં. હકીકતમાં, હું હંમેશા મજાક મસ્તી અને બીજાને હેરાન કરવામાં સમય પસાર કરતો અને તેમના કરતાં ભણતો ઓછું છતાં પરિણામ તેમના કરતા સારું આવતું. હું મારા મિત્રોને ખૂબ જ ઝીણવટ પૂર્વક વાંચતાં/ભણતા જાઉં ત્યારે મને જરાપણ ચિંતા થતી નથી. હવે હું તેમની સાથે પોતાને સરખાવતી નથી. એટલું જ નહીં પરીક્ષામાં પણ પરીક્ષા જેવુ લાગતું નથી. !!      – પ્રિયંકા લાલ

ધ્યાન પરીક્ષાનો ડર અને ચિંતા દૂર કરે છે ધ્યાનથી એવી સમજ ઉદ્દભવે છે કે પરીક્ષા અને પરિણામ એ જીવન નથી. જીવન ઘણું બધુ છે. પરીક્ષા અને પરિણામ એ દુનિયાનો અંત નથી. આથી જો તમે માત્ર સામાન્ય વિદ્યાર્થી હો કે પરીક્ષામાં સારો દેખાવ કરવામાં નિષ્ફળ જાઓ તો શું થઈ ગયું !! તમે કોઈ બીજી પ્રવૃત્તિમાં હોંશિયાર હોય શકો છો. અને ધ્યાન તમને તમારી અજોડ ક્ષમતા જે તમારામાં છુપાયેલી તેને શોધવામાં અને વિકસાવવામાં મદદરૂપ થાય છે.

#6: સારા પરિણામો

“મને વસ્તુઓ ભૂલી જવાની સમસ્યા હતી. મે કઈક વાંચ્યું હોય અને બીજી ક્ષણે ભૂલી જવાય ! ધ્યાન દ્વારા, મારી યાદશક્તિ તીક્ષ્ણ બની છે, ધારદાર બની છે. અને હવે હું ઓછા સમયમાં વધુ અભ્યાસ કરી શકું છું. અને પરીક્ષાના પરિણામ અદ્દભુત છે ! ખૂબ લાં....બો કૂદકો”– હિતાંશી સચદેવ

અંતમાં ખૂબ જ મહત્વપૂર્ણ વાત, ધ્યાન દ્વારા પરીક્ષાના પરિણામ વધુ સારા મળે છે. અથવા કેટલાક સંજોગોમાં અદ્દભુત હોય છે. તમે તમારી જાત માટે આશ્ચર્ય અનુભવો !! યાદશક્તિમાં વિના પ્રયત્ને સુધારો થવાથી અને એકાગ્રતા વધવાથી તેમજ શાંત અને દ્ઢ બનવાથી પરિક્ષાનો ડર કોને લાગે ?!

30 વિદ્યાર્થીઓ પર કરેલ એક સર્વેક્ષણ ના પરિણામો દર્શાવતી  પાઇ ચાર્ટ નીચે જુઓ:

 

શ્રી શ્રી રવિશંકરજીની જ્ઞાન મંત્રણા થી પ્રેરિત