તમારો ગુસ્સો તમને અંકુશમાં લઈ લે તે પહેલા તેને અંકુશમાં લઈ લો

.ગુસ્સો ઓછો કરવાના સુચનો વિષયક આગળના લેખનું આ અનુસંધાન છે

ગુસ્સો ઓછો કરવા માટે નીચે બીજા કેટલાક માર્ગ સુચિત કર્યા છે.

મનમાં રહેલી છાપોને સાફ કરી દો

તનાવને શ્વાસ દ્વારા બહાર કાઢો

સુદર્શન ક્રિયા ઍ શ્વાસોચ્છવાસની ઍક કામિયાબ ક્રિયા છે જેનાથી શરીરમાં તથા મનમાં છાપ તરીકે ઍકત્રિત તનાવને દૂર કરવામાં મદદ મળે છે. તે આખા તંત્રને શુધ્ધ અને સંવાદિત કરે છે.

આદિત્ય સીંગ તનેજા જણાવે છે કે "પહેલા મારો ગુસ્સો હમેશાં સાતમા આસમાને રહેતો અને મારા મિત્રો મારી સાથે સમય ગાળવાનું ટાળતા. સુદર્શન ક્રિયા નિયમિત રીતે કરવાથી મારો ગુસ્સો ખરેખર ઓછો થઈ ગયો છે અને મારા મિત્રો જણાવે છે કે તેમને હવે મારી સાથે વધુ અનુકુળ લાગે છે."

અવિચલિત શાંતિ

સહજ સમાધિ ધ્યાન ઍક મંત્રની મદદથી ધ્યાનકર્તાને ગહેરા અનુભવ તરફ લઈ જાય છે. મંત્ર ખૂબ કામિયાબ છે અને આપણી ચેતનાના સ્તરોમા ઍકત્રિત થયેલી છાપોને દૂર કરવામાં મદદ કરે છે. સહજ સમાધિi ધ્યાન ના નિયમિત અભ્યાસથી વિચારોમાં ગજબની સ્પષ્ટતા આવે છે તથા અવિચલિત શાંતિ મળે છે..

તમારા જીવનમાં જ્ઞાનને વણી લો

તમારા ગુસ્સાને નાથી દો

તમે કદાચ ઍ છોકરાની વાર્તા સાંભળી હશે જે જ્યારે પણ ગુસ્સે થતો ત્યારે વાડમાં ઍક ખીલી ઠોકી દેતો. તમારે ઍવુ કરવાની જરૂર નથી પરંતુ જે ક્ષણે  ગુસ્સો આવવાનો શરૂ થાય ત્યારે તમારામાં ઉત્પન્ન થતી લાગણી વિષે જાગૃત બનો. જ્યારે તમે જાગૃત થાવ છો ત્યારે મનમાં ઍક બદલાવ આવે છે અને ગુસ્સો શાંત થઈ જાય છે. ખેર, પોતાના મનને તથા તેમાં ઉત્પન્ન થતી અને શમી જતી લાગણીઓને સાક્ષીભાવે જોવાની ક્ષમતા મેળવવા નિયમિત ધ્યાન કરવું જરૂરી છે.

સરસ રીતે કરેલુ કાર્ય = શાંત મન

"તમારી પરિપૂર્ણતાની ઉત્કંઠાને લીધે ગુસ્સો ઉત્પન્ન થાય છે."શ્રી શ્રી

આનો સાદો અર્થ ઍ થાય છે કે જ્યારે તમારી ઈચ્છિત રીતે કોઈ કામ થતું નથી ત્યારે તમને ગુસ્સો આવે છે. પરંતુ મોટેભાગે જ્યારે તમે ગુસ્સે થાવ છો ત્યારે પછીથી તમને પસ્તાવો થાય છે અથવા ખરાબ લાગે છે, બરોબરને? આ પસ્તાવો મનમાં વિખવાદ પેદા કરે છે.

પરિસ્થિતિનો સ્વીકાર એ એનો ઉપાય છે. તમે ગુસ્સે થયા તો "ઠીક છે" એમ માની લો. તમારાથી ગુસ્સે થઈ જવાયું એનો સ્વીકાર માત્ર તમારા મનને શાંત કરી દેશે. શાંત મન તમને સક્રિયપણે વિચારવાની તથા જે જરૂરી છે તે કરવાની ક્ષમતા આપે છે. યાદ રાખો કે શાંત મનથી જ હમેશાં સારૂં કામ થઈ શકે છે.

જ્યારે મન આનંદીત તથા સંતોષી હોય છે , જ્યારે તમે શાંત, ધ્યાનસ્થ મનની અવસ્થામાં હોવ છો , ત્યારે તમે ગુસ્સે થઈ શકતા જ નથી. કોઈ પણ ભુલને ગુસ્સા વડે સુધારી શકાતી નથી ઍ જાણી લો. કોઈ પણ બાબતને જાગૃતિથી જ સુધારી શકાય છે.

જો તમને  વારંવાર ગુસ્સો આવતો હોય તો:

  • તમારા ખોરાક તરફ ધ્યાન આપો. તમે અનાજ, લીલા શાક્ભાજી, ફળો અને સલાડ વગેરે શાકાહારી ભોજનનો તમારા ખોરાકમાં સમાવેશ કરો.
  • દિવસમાં 6-8 કલાકનો વિશ્રામ કરો.
  • દરરોજ ધ્યાન ધરો. તમે દિવસમાં કોઇપણ સમયે ધ્યાન કરી શકો છો. શાંત સ્થળે ધ્યાન ધરવાથી તે તમને વિક્ષેપથી બચાવશે અને તમે મનનાં ઉંડાણનો અનુભવ કરી શકશો
  • તમે તમારા મિત્રો સાથે ધ્યાન ધરી શકો છો- સમુહ ધ્યાનની અસર વધારે થાય છે
    .

ગુસ્સે થવા કરતાં ગુસ્સો દર્શાવો

ક્યારેક એવું લાગતું હોય છે કે  કોઈ કામ કરાવવા માટે ગુસ્સો આવશ્યક છે. દા. ત. જો તમે નાના બાળકના માતા-પિતા છો તો ક્યારેક તમારે તેની સાથે મક્કમ રહેવું પડે અને ગુસ્સો બતાવવો પડે. પરંતુ સમજી લો કે ગુસ્સે થવા કરતાં ગુસ્સો બતાવવો એ અલગ જે છે. જ્યારે તમે ગુસ્સો દર્શાવો છો ત્યારે તમે ગુસ્સે હોવાનો ઢોંગ કરો છો. પરંતુ અંદરથી તમે શાંત હોવ છો. નિયમિત ધ્યાન કરવાથી (જ્યારે જરૂર હોય ત્યારે) તમે ગુસ્સે થવાને બદલે ગુસ્સો દર્શાવી શકશો.

દીપ્તિ સચદેવ જણાવે છે કે, "નિયમિત ધ્યાન કરવાથી દરેક પરિસ્થિતિમાં મારું મન શાંત રાખવામાં મને સહાય મળી છે. આથી હવે ગમે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો પણ હું ગુસ્સાથી લાલચોળ નથી થઈ જતી, છત્તાં પણ અંદરથી શાંત રહીને ગુસ્સો દર્શાવી શકું છું."

તમારા ગુસ્સાને મોંઘો અને સ્મિતને સસ્તું બનાવો

વારંવાર મુસ્કુરાવો. જ્યારે તમે મુસ્કૂરાવામાં વ્યસ્ત હોવ ત્યારે ગુસ્સે થઈ શકતા નથી. ભાગ્યે જા ગુસ્સે થતી અને હમેશાં હસતી રહેતી વ્યક્તિ હોવા માટે ગર્વ વ્યક્ત કરો.

બધા લેબલો કાઢી નાંખો

વર્તમાનમાં કઈંક થઈ રહ્યું છે તે માટે તમે ગુસ્સે થાવ છો. શ્રી શ્રી જણાવે છે,"કોઈ પણ લાગણી એટલા  જ સમય સુધી રહેવી જોઈએ જેટલા સમય સુધી પાણી પર દોરેલી રેખા રહે છે." તમારા ગુસ્સા માટે પણ એવું જ છે. તે આવે છે અને જતો રહેશે.. તમે તમારી આધ્યાત્મિક ક્રિયાઓ ચાલુ રાખો છો તેમ તેમ જે માત્રામાં ગુસ્સો આવતો હોય છે તે નોંધપાત્ર રીતે ઘટી જશે. તમને જણાશે કે જે પરિસ્થિતિઓ પહેલાં તમને પરેશાન કરી મુકતી હતી તેની હવે કોઈ અસર થતી નથી.

એ બહુ જરૂરી છે કે આપણે આપણા મનમાં ગુસ્સાને વધવા દઈને ધિક્કારમાં પરિવર્તીત ના થવા દઇએ. એ આપણા જીવનમાંથી આનંદ તથા પ્રેમ મિટાવી દે છે. ખુશ થવું એ સુવિધા માટે નથી, જરૂરીયાત છે. અને ધ્યાન દ્વારા પોતાની જાત સાથે જોડાવાની આપણી ક્ષમતા એ જ સુખનો સાચો ઉપાય છે.

શ્રી શ્રી રવીશંકરના જ્ઞાનના પ્રવચનોમાંથી પ્રેરિત

દિવ્યા સચદેવ દ્વારા ધ્યાનના નિષ્ણાંત ભારતી હરીષના લેખ પરથી લિખિત