ધ્યાન કરો ! “માથાના દુ:ખાવાથી રાહત મેળવો”

માથાનો   દુ:ખાવો વારંવાર બોલાતો શબ્દ, જેમાં એટલી તાકાત છે કે આપણને છેલ્લી વખત(ભૂતકાળ)ની સ્મૃતિઓ તાજી કરાવે!! દુ:ખાવો જે ધીમો શરૂ થાય, ધીમે ધીમે વધતો જાય અને પછી અસહ્ય બની જાય.... અને માથાને દીવાલમાં પછાડવાનું મન થાય..... આ લાગણી અનુભવી છે?.

જો અમે એમ કહીશું કે તમારી ગુસ્સાથી બંધ મુઠ્ઠીઓ માત્ર ખોલવાથી તમને   દુ:ખાવામાં રાહત મળી જશે... માનશો? હા.... ફરીવાર જ્યારે પણ માથાનો દુ:ખાવો થાય – આંખો બધ કરો, હથેળીઓ આકાશ તરફ ખુલ્લી રાખીને બેસો અને થોડા ઊંડા શ્વાસ લો.... અજમાવો... અને આ સ્થિતિમાં શક્ય એટલા વધુને વધુ રાહત/આરામ અનુભવો. આ સ્થિતિને આપણે ‘ધ્યાન’ કહીએ છીએ

અહી કેટલાક સામાન્ય કારણો દર્શાવ્યા છે જે આપણે બધાને શા માટે શિરદર્દ (માથાનો દુ:ખાવો) થાય છે અને ધ્યાન કરી અને તેમાં રાહત મેળવવામાં મદદરૂપ થાય છે.

1

તનાવ  

ધ્યાન દ્વારા રાહત/મુક્તિ: – જ્યારે શરીર અને મનમાં ઘણો બધો તણાવ એકત્ર થઈ જાય ત્યારે તે શિરદર્દનું સ્વરૂપ ધારણ કરી શકે. ધ્યાન – તનાવની બરાબર વિરુદ્ધ છે. તમે જેટલું વધારે ધ્યાન કરશો અને વારંવાર કરશો. વધુને વધુ તણાવ શરીર/મનમાંથી દૂર થતો જશે.

દરરોજ ધ્યાન કરો ઓછામાં ઓછું ૧૦-૨૦ મિનિટ.

2

શારીરિક અને માનસિક થાક

 

ધ્યાન દ્વારા રાહત – સમગ્ર દિવસ દરમ્યાન વધારે પડતી દોડાદોડ – ઘર અને કાર્યસ્થળે – ઘણા બધા પરચુરણ કામો પૂર્ણ કરવાના હોય. આવા સમયે થોડી મિનિટોનું ધ્યાન તમને પુન: સ્ફૂર્તિલા અને તાજગીસભર બનાવે છે. સાંજના સમયે પણ માત્ર ૨૦ મિનિટનું ધ્યાન તમારા ચહેરા પર સ્મિત લાવે છે અને સવાર જેવી સ્ફૂર્તિ/તાજગી બક્ષે છે. આ ધ્યાન તમને સંપૂર્ણ આરામ/વિશ્રામ આપે છે કે જેથી તમે તમારા કુટુંબ સાથેની સાંજ વધારે સારી રીતે માણી શકો.

3

તંત્રમાં અસમતુલા

 

ધ્યાન દ્વારા રાહત – તમે નોંધ્યું હશે કે જ્યારે તમારું પેટ બગડેલું હોય, તમને માથું દુ:ખાવાનું શરૂ થઈ જાય છે આપના શરીરના અવયવો ખૂબ જ નજીકથી જોડાયેલા છે આથી તંત્રમાં કોઈપણ પ્રકારની ગરબડ સીધેસીધી બીજાને અસર કરે છે.

આપના શરીરના જુદા જુદા ભાગોમાં એકત્ર થયેલ તણાવ અને ઝેર/કચરો બહાર કાઢીને પુન: સમતુલા સાધવામાં ધ્યાન મદદરૂપ થાય છે. તે આપના પાચનતંત્રને તપાસવામાં પણ મદદરૂપ થાય છે. જ્યારે તમે રોજ ધ્યાન કરવાનનું શરૂ કરશો, તો તમે શું ખાવ છો?કેટલું ખાવ છો? તેના વિષે વધુ જાગૃત બનતા જશો  પાચનતંત્ર સુધરશે અને શરીરમાં સમતુલા આવતી જશે અને તો માથું દુ:ખાવો ભાગ્યે જ થશે. (કદાચ જ થાય), 

4

માથાના ભાગમાં લોહી/રુધિરનો પુરવઠો ઓછો

 

ધ્યાનથી રાહત –દિવસમાં બે વાર ધ્યાન, (૧૦-૨૦ મિનિટ) ગહન વિશ્રામ આપે છે એટલું જ નહીં પરંતુ માથાના ભાગમાં રક્તભ્રમણ સંચાર કરે છે જેથી માથાના ભાગમાં રુધિરાભિસરમાં સુધારો થાય છે અને માથાના દુ:ખાવાણી શક્યતા ઘટે છે..

ધ્યાન ઉપરાંત, તમે કેટલાક યોગાસનો પણ કરી શકો  જેનાથી લોહીના પરિભ્રમણમાં સુધારો થાય છે. દા.ત. હસ્તપાદાસન (આગળ તરફ ઝૂકવું), સર્વાંગાસન અને હલાસન.

5

રાત્રે અપૂરતી ઊંઘ

 

ધ્યાનથી રાહત – લાંબા કામના કલાકો, કામકાજનું સખત દબાણ, ટી.વી અને ઇન્ટરનેટનું વળગણ.... વગેરે કારણો રાત્રે મોડા ઊંઘવાના કારણો છે રાત્રે મોડે સુધી જાગવું અને મોદી રાત્રે ઊંઘવું સારી આદત નથી. છતાં તે ક્યારેક અનિવાર્ય બને છે જ્યારે કોઈ પ્રોજેકટની ડેડલાઇન હોય કે ક્લાયન્ટના ફોન કોલ રાત્રે લેવા પડતાં હોય ત્યારે આપણે લાચાર બની જઈએ છીએ આવા સમયે બેસી જઈએ અને માત્ર ૨૦મિનિટમાં ધ્યાન કામના દબાણ સામે ઝઝૂમવામાં સાચે જ મદદ કરે છે.

તે તમારા મનને વિશ્રામ આપે છે, તમને સ્ફૂર્તિમય બનાવે છે અને તમારી કાર્યક્ષમતામાં વધારો કરે છે. વાસ્તવમાં, નિયમિત ધ્યાનની પ્રેક્ટિસ તમારી કાર્યક્ષમતામાં વધારો કરે છે અને તમારું કાર્ય લંબાવ્યા વિના જલ્દી પૂર્ણ કરવા માટે શક્તિમાન બનાવે છે..

ધ્યાન તમારી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે. તમે જાણો ૨૦ મિનિટનું ધ્યાન તમને ૮ કલાકની ઊંઘ કરતાં પણ ઊંડો આરામ આપે છે?! ઇનો અર્થ એવો નથી કે ધ્યાન ઊંઘનો વિકલ્પ બની શકે! પણ જ્યારે તમે ધ્યાન કરો છો. તમે વધુ સારી રીતે ઊંઘી શકો છો..

6

અણગમતા અવાજ

 

ધ્યાનથી રાહત – આપણને બધાને અનુભવ છે કે આપણાંમાના કેટલાક આવા અણગમતા અવાજોને સ્વીકારી શકતા નથી અને ફરિયાદ કરે છે અને આ ફરિયાદનો માથાના દુ:ખાવા સાથે અંત આવે છે.

ધ્યાન આ પણ એક અસર/પ્રભાવ છે કે ક્ષમતા આપે છે કે તે આપણને જેવી પણ છે તે પરિસ્થિતિને સ્વીકારવાની ક્ષમતા આપે છે જેથી આપણે શાંત રહી શકીએ અને કોઈપણ પરિસ્થિતિમાં ગમે ત્યાં તનાવ મુક્ત રહી શકીએ આથી જો તમારી આસપાસ લાઉડ સ્પીકર ગુંજતા હોય તો પણ તમે ધ્યાન કરો છો, અને અંદરથી હળવા છો, તમને અસર નહીં કરે.

નોંધ: જો તમે નિયમિત કરતાં હો તો અંદરથી કેન્દ્રીય, સ્વસ્થ રહેવાની લાગણી ઊઠે છે તમારી આસપાસ અણગમતા અવાજો થતાં હોય અને તમે સામાન્ય પણે માથું દુ:ખાવાણી સ્થિતિમાં હો પરંતુ નિયમિત ધ્યાનની ટેવ તમને આ સ્થિતી સ્વીકારવાની અને અનુકૂલન સાધવાની ક્ષમતા આપે છે.

7

ફોન પર વધુ પડતી વાતો કરવી

 

ધ્યાનથી રાહત – એવી પરિસ્થિતિ જેનાથી બચવું મુશ્કેલ હોય અસીલ ફોન સમગ્ર દિવસ દરમ્યાન, અથવા દુનિયાના એક ખૂણે બેઠેલા મિત્રોથી ઘેરાય જવું,…. આપણે બધા જ કોઈક દિવસ તો આવું કરીએ છીએ?! ક્યારેક વધુ પડતી વાતોથી માથાનો દુ:ખાવો મળે છે!!!.

ચિંતા ન કરો, જ્યારે તમને લાગે કે તમારું માથું ફરી રહ્યું છે, માત્ર થોડી મિનિટ ધ્યાન કરો. તે તનાવ દૂર કરે છે અને ચેતાતંત્રને ઊંડો વિશ્રામ આપે છે, કે જે ઇલેક્ટ્રોનીક્સ સાધનોના ઉપયોગથી અસર પામે છે.

“મને ૧૦ વર્ષથી તકલીફ હતી આ તકલીફ એટલી હદે વધતી કે એક સમયે હું ચાલી પણ ન શકું, દર્દ પીડાદાયક, અસહ્ય હતું. મે ધ્યાન કરવાનું શરૂ કર્યું કે મને ફેર જણાયો, થોડા દિવસોમાં દર્દ ઓછું થવા માંડ્યુ અને હવે રોજિંદા ધ્યાનથી માથાના દુ:ખાવામાં પણ ઘટાડો થયો છે. -  સારા જોસેફ, પૉલેન્ડ

8

 વધુ પડતાં વિચારો

 

ધ્યાનથી રાહત – એક ઉકેલ છે : વધુ પડતું ન વિચારો! પરંતુ કેટલીક વાર તે અશક્ય હોય છે રોજિંદા જીવનનો તનાવ, કામનું દબાણ, કૌટુંબિક સમસ્યાઓ, સંબંધોના પ્રશ્નો .... કેવી રીતે આ બધા વચ્ચે વિચારવાનું બંધ કરીએ ?!....  સારું. પરંતુ જે તમે ચોક્કસ કરી શકો છો, તે છે, સમગ્ર દિવસ દરમ્યાન થોડા સમય માટે આંખો બંધ કરવી. વિશ્રામ કરવો. આ સમય માટે મનને બહારની દુનિયાથી દૂર રાખવું, આ સમય “તમારો પોતાનો સમય” છે અને પોતાની સાથે સમય વિતાવો, આ અમલમાં મૂકો અને પરિવર્તન અનુભવો.

માથાના દુ:ખાવાથી રાહત મેળવવામાં બીજું શું મદદરૂપ થાય?

 
  • યોગ-યોગાસનની નિયમિતતા-પ્રાણાયામ (નાડી શોધન અને ભ્રામરી પ્રાણાયામ),
  • ૨૦ મિનિટનું ધ્યાન .
  • ખૂબ જ પાણી પીવું – કેટલીક વકહત ધ્યાન અથવા યોગાસન પછી પણ માથાનો દુ:ખાવો થાય છે કારણ ધ્યાન દરમ્યાન તમારા શરીરમાંથી ટોકસીન (ઝેરીતત્વો) બહાર નીકળે છે અને આથી પાણી પીવું ખૂબ જરૂરી છે. જેથી સિસ્ટમ સારી રીતે શુદ્ધ થાય અને તમને માથાનો દુ:ખાવો ન થાય..
  • આયુર્વેદ દ્વારા મદદ –આયુર્વેદમાં કેટલીક વનસ્પતિઓ છે જે માથાના દુ:ખાવામાં રાહત આપવામાં મદદરૂપ થાય. જેમાં નાગરવેલના પાન, લવિંગ, લસણ, આદું અને મહેંદીનો સમાવેશ થાય છે.

(શ્રી શ્રી રવિશંકરજીની જ્ઞાન ચર્ચા માંથી પ્રેરિત)

પ્રીતિકા નાયર દ્વારા લિખિત.

(ભારતી હરીશ (સહસ સમાધિ ટીચર) અને નિશા મણિકુન્ઠમ્ – આયુર્વેદા નિષ્ણાંત)