ધ્યાન: ખર્ચા વગરની ઍકાન્ત રજાઓ.

તમારા સીટ બેલ્ટ બાંધી દો અને તૈયાર થઈ જાવ મફત અને નફાકરક રજાઓ માટે ધ્યાન સાથે. હું ઈચ્છુ છુ કે દરેક દિવસ રવિવાર હાય; હું કામમા ઍટલો બધો અટવાઈ ગયો છુ...હું ઈચ્છુ છુ કે હુ રજા લઈ શકતે: કોની પાસે ખરેખર સમય છે રાજાઓ લેવાનો આટલા કામ સાથે...તમે મસ્તી કરી રહ્યા છો!

તમને ખબર છે ૩-૪ દિવસની રાજાનો પહાડી પર જવાનો ખર્ચો કેટલો થાય...હું પાછલા કેટલાક મહીનાઓથી નાણાની બચત કરી રહ્યો છુ પણ જઈ નથી શકતો...હૂ. ઈચ્છુ છુ કે ઍક દેવદુત ઍનિ પંખો સાથે પૃથ્વી પર આવે અને મને મફતમા રજા માણવા ઍકાન્ત વાળી જગ્યા પર લઈ જાય.

શું આ સામાન્ય નથી? પુનરાવર્તી વાતચીત જે તમે તમારી જાત સાથે કરતા હોવ અથવા તમારા મિત્ર સાથે?  સારા સમાચાર ઍ છે કે ખર્ચા વગરની ઍકાન્ત રજાઓ ખરેખર શક્ય છે અને તમે તમારી જાતના દેવદુત બની શકો છો પોતાની જાતને ઈનામ આપતા.

તમે નાની રજાઓ પર તમારા જીવનમા દરરોજ જઈ શકો છો. તમારે જે બધુ કરવાનુ છે તે બસ, આંખો બંધ કરીને ૨૦ મિનિટ ધ્યાન મા બેસવાનુ છે અને તમે તૈયાર થઈ જશો અંદરની યાત્રા માટે.

તમે પોતાના યાત્રાના ભોમિયા બની જાવ, શ્રેષ્ઠ સોદો જીતો.

ધ્યાન ઍ અંદરની યાત્રા કરવા જેવુ છે. આ ઍક શ્રેષ્ઠ સોદો છે જે તમે કરી શકો છો. જે બીજી કોઈ પણ  યાત્રા ઍજેન્સી તમને ના આપી શકે. આ સોદો ખર્ચ વગરનો છે અને સમાવે છે રોજનુ પેકેજ જૅમા તમે રજાઓ પર જાવ છો; ફાયદા જેમકે મનની શાંતિ, તમે ખુશ અને શાંત, કામ પર ર્યદક્ષતા અને  સમયની વ્યવસ્થા કરવાની યુક્તી સાથે મળે છે.

અદિતિ વશિષ્ઠા કહે છે," ઍક તણાવભર્યો દિવસ અને મને ખબર છે કે સહજ સમાધિ ધ્યાનથી વિશ્રામ કરી શકુ છુ અને ઍકદમ તાજી અને નાવી થઈને બહાર આવુ છુ. આ સૌથી શ્રેષ્ઠ સોદો છે રજા માટે જે હું પોતાની જાતને આપી શકુ છું ,રોજ!

રોજ અલગ રજા પર રોજ જાઓ.

ઍક અલગ અનુભવ મેળવવા માટે અલગ જગ્યા પસંદ કરવી પડે જ્યારે પણ જાઓ ત્યારે. તમારુ દરેક ધ્યાન તમને અલગ અનુભવ આપશે. આ ઍવુ છે જેમકે રોજ જ નવી રજા પર જવુ યોજના બનાવ્યા વગર. તમારે ફક્ત આંખ બંધ કરીને ૨૦ મિનિટ બેસવાનુ છે યાત્રાની સુંદરતાનો અનુભવ  કરવા માટે." પહેલા હું જતી હતી અલગ ઉંચાઈ વાળી જગ્યાઓ પર નવા અનુભવની શોધમા, પણ હવે રોજનુ ધ્યાન મને નવો અનુભવ આપે છે, ફક્ત ઘરે બેસીને" દીપ્તિ સચદેવ કહે છે.

રાજાઓ જે તમને ક્યારેય ના થાકવે.

તમે પોતાની જાતને ધારો કે પહાડની ટોચ પર ઉભા છો સુંદર સવારે, લીલા ઝાડો છે આસપાસ, પક્ષીઓ કલબલ કરે છે જેમકે કુદરતનુ ગીત ગાતા હોય; ઠંડી ધીમી હવાઓ ઠંડકનો અનુભવ આપતી હોય ઍ રાજાઓ માટે પરફેક્ટ છે. શું થાય? .તમને મન થાય છે કે તમે આંખો બંધ કરી દો અને ઍ ક્ષણોને કાયમ માટે પકડી રાખો. કારણકે તમે ઍ ક્ષણોમા પોતાની અંદર ઊંડાણમા જાવો છો. ધ્યાન તમને સરખો જ અનુભવ આપે છે.

રાજાઓ સામાન્ય રીતે આશ્રય કહેવાય છે કારણકે વિશ્રામ આપે છે. પણ મોટે ભાગે તમે જ્યારે રાજાઓ પરથી પાછા આવો છો ત્યારે તમે થાકેલા હોવ છો અને ઍક વધારે દિવસ જોઇઍ આરામ કરવા.

બીજી રાજાઓથી અલગ ધ્યાન ઍક ઍવી રજા છે જે તમને ક્યારેય ના થક્વે. હકીકતમા ઍ તમને ખૂબ ઉંડો વિશ્રામ આપે અને .તમે ધ્યાન માથી જ્યારે પાછા આવો ત્યારે તમે ઊર્જા થી ભરેલા હોવ કે તમે કેટલુ પણ વધારે કામ  કરી શકો.

" હું પોતાની જાતને આ રજા દરરોજ આપુ છુ થોડી મિનિટો ધ્યાન કરીને જે ખુબજ સુંદર શરૂઆત આપે છે મારા દિવસને અને હું થાક્યા વગર સ્માઇલ સાથે કામ .કરી શકુ છુ. " અર્ચા ઘોજ કહે છે.

ઓછા સમયમા વધુ નફો.

જે લોકો ઍમ સમજે છે કે સમય નાણા છે અને જેઓ ઍ ૨૦ મિનિટ નફાકરક સોદા કરવામા વિતાવે છે હું કહીશ કે તમે આ ૨૦ મિનિટનો ઉપયોગ ધ્યાન કરવામા કરો ત્યારે તમે પોતાના બાકીના સમયને વધારે નાણા કમાવવામા વિતાવી શકો. કારણકે તમે જ્યારે ધ્યાન કરો છો, ત્યારે તમે શાંત હોવ છો અને વધારે અસરકારક થઈને કામ કેરી શકો છો. તમે સમયના પણ રાજા બની શકો છો. " હું ઍવી નોકરીમા છુ જેમા દર થોડી મિનિટે સોદા કરવા પડે છે. પહેલા મને લાગતુ હતુ કે હુ ધ્યાન કરુ તો હુ ઍ ૨૦ મિનિટ ચૂકી જઈશ. પણ હવે રોજના ધ્યાનથી, મને લાગે છે કે હુ વધારે અસરકારક થઈ ગઈ છુ સોદાઑ કરવામા અને હુ વધારે નાણા કમાઈ શકુ છુ. " કિરણ સિંગ કહે છે.

વહાણ પર તમારુ સ્વાગત છે!

તો શું તમે તૈયાર છો આ રાજાઓ પર જવા માટે? તો સારુ તમારા ખુરશીનો પટ્ટો બાંધી દો અને હવે ચાલુ થાય છે. તમે કોઈ પણ આરામદાયક જગ્યા પસંદ કેરી શકો છો આ યાત્રા શરૂ કરવા. તમે આ યાત્રા પર ઍકલા જઈ શકો છો અથવા તમારા ધ્યની મિત્રોને બોલાવી શકો છો. ટોળામા ધ્યાન કરવાથી તમને ઉંડો અનુભવ મળશે. તમે યાત્રા દિવસના કોઈ પણ સમયે શરૂ કરી શકો છો. તો પણ સવાર ઍ સારો સમય છે જેથી તમે આખા દિવસ મા શાંતિ અનુભવી શકો.

આ રાજાઓ માટે રાહ ના જોઈ શૅકો? સહજ સમાધી ધ્યાન તમારી નજીક થતાજ તમે તરત જ કરી શકો છો. અથવા તમે તમારા માટે અમુક ધ્યાન પણ ડાઉનલૉડ કરી શકો છો તમારા આઇ પૉડ પર અથવા બુકમાર્ક કરી શકો છો અમુક ધ્યાન ઑનલાઇન..

શ્રી શ્રી રવિશંકરજીના વક્તવ્યોથી પ્રેરિત થઈને.

દિવ્યા સચદેવ

ગ્રાફિક્સ - નિલાદ્રી દત્તા