ધ્યાનથી અભ્યાસમાં એકાગ્રતા કેવી રીતે વધારવી ?

યુવા વિધ્યાર્થી માટે થોડી તરકિબો જેની મદદથી તેઓ સુંદર  અને પ્રગતિશીલ અભ્યાસ દ્વારા માબાપ અને શિક્ષકો તેમના માટે ગૌરવ લઇ શકે તેવું કરે . ધ્યાનથી અભ્યાસમાં એકાગ્રતા અને યાદશક્તિ વધી શકે છે.

અત્યારે ઇતિહાસનો વર્ગ છે. તમારું પુસ્તક તમારી સામે જ ખુલ્લુ પડેલું છે. તમે એની સામે જુઓ છો. એકપણ શબ્દ વાંચ્યા વગર શિક્ષક તમારા મગજમાં કોઇ પરદેશી ભાષા ઉતારી રહ્યા હોય તેવું લાગે છે. તમે શારિરીક રીતે ત્યાં જ છો પણ તમારું મન ભટકી રહ્યું છે.

આ શાળાની રોજબરોજની બહુ સહજ ઘટના છે. અભ્યાસનાં પુસ્તકો અને તેમાય ખાસ કરીને જે વિષયમાં તમને રસ નથી તેના કરતાં કોઇ રસપ્રદ સામાયિક કે રહસ્યમય કથામાં ખોવાઇ જવું કેટલું સહેલું છે. ટી.વી.ના મનગમતા કાર્યક્રમ સામે આંખનું મટકું માર્યા વગર બેસી રહેવાનું આપણને ગમે છે, જ્યારે કંટાળાજનક સંશોધન કે વૈજ્ઞાનિક અહેવાલનો એક ફકરો પણ વાંચી શકતા નથી.

અપુરતું ધ્યાન એ માબાપ અને શિક્ષકોની સામાન્ય ફરિયાદ છે. સૌથી ખરાબ વાત તો એ કે જ્યારે એની સૌથી વધુ જરુર હોય ત્યારે તે સૌથી વધુ દૂર હોય. જેમકે આવતીકાલની પરિક્ષા માટે તમે રાત્રે અભ્યાસ કરતા હો , આનો એક ચોક્કસ ઉપાય છે અને તે ધ્યાન.

ઘણાં સંશોધનો બાદ જાણવા મળ્યું છે કે નિયમિત ધ્યાન કરવાથી એકાગ્રતા વધે છે. ગમે તેવા કંટાળાજનક કાર્યમાં પણ લાંબા ગાળા સુધી તે ટકી રહે છે. પેનસીલ્વેનિયા યુનિવર્સીટી દ્વારા થયેલા સંશોધન પ્રમાણે રોજ ફક્ત થોડી મિનીટો ધ્યાન કરવાથી તમારી એકાગ્રતા અને કાર્ય પધ્ધતિમાં સુધારો જોઇ શકાય છે.

એવા ઘણાં ઉપાયો છે કે જેની મદદથી જ્યારે ખુબ એકાગ્રતા જરુરી હોય તેવા અણીના સમયે ધ્યાન તમને બચાવી લે છે.

આ ઉપાયો આ પ્રમાણે છે.

#1 તમારા વિષયને પ્રેમ કરો તમને સારા ગુણ મળશે..

જ્યારે તમે જે શીખો છો તેને ચાહવા લાગો છો ત્યારે આપોઆપ જ તમે તેના તરફ વધુ સજાગ અને એકાગ્ર બનો છો. જો તમને રસાયણશાસ્ત્ર પ્રત્યે નફરત હોય તો તેના પૂસ્તકને કહો કે “હું તને ચાહું છું” અને ફરક જુઓ. શું તમારે ક્રિકેટ મેચ જોવામાં કે મજેદાર ચલચિત્ર જોવામાં એકાગ્ર થવા માટે પ્રયત્ન કરવો પડે છે? એ આપોઆપ થઇ જાય છે ખરું ને? એ જ વસ્તુ તમારા પુસ્તકો માટે એટલું જ સાચુ છે. એને ચાહવાનું શરુ કરો તમારી એકાગ્રતા વધશે અને અંતે  સારું પરીણામ.

#2 રોજ યોગ કરો અને કંટાળાને દુર કરો.

યોગાસનો જેવાકે સૂર્ય નમસ્કાર અને સર્વાંગાસન મગજમાં લોહીનું પરિભ્રમણ વધારે છે . જેને પરીણામે ચપળતા અને સભાનતા વધે છે. તમારું મન કામમાંથી હટતું નથી, અને તમે વધારે સારી રીતે કામ કરી શકો છો..

#3 રમતગમત માટે વધુ સમય જોઇએ છે ? તો પ્રાણાયમ કરો.

તમે નહી માનો પણ બે થી ત્રણ મિનીટ  પ્ર્રાણાયામ કરવાથી તમે એકાગ્રતા વધારી શકો છો આર્ટ ઓફ લિવીંગની યુવા શિબીરમાં શીખવેલ પ્રાણાયામથી તમે તમારી યાદશક્તિ અને ધારણાશક્તિ વધારી શકો છો જે તમારો અભ્યાસનો સમય ઘટાડે છે. એટલે તમારો રમતગમતનો અને મિત્રો સાથે આનંદ કરવાનો સમય વધે છે. સરસ વિચાર છે ને ? યસ + (YES +)શિબીર માં જોડાવ અને આ ઉપાયો શીખો

#4 સુદર્શંનક્રિયાને રોજીંદા જીવનમાં વણી લો, બીજા કામો મસ્તીથી કરી શકશો

સમયનું સુંદર આયોજન, સારા ગુણ, એકાગ્રતામાં વધારો, યોગ્ય નિર્ણય શક્તિ, સંબંધોમાં સુધાર, હરિફાઇનો સામનો કરવાની તાકાત અને તણાવ તથા ક્રોધને ઓછો કરે છે. કોઇપણ તકલીફમાંથી સુદર્શન ક્રિયા તમને બહાર કાઢે છેઆ અદ્ભૂત ક્રિયા શ્રીશ્રી રવિશંકરજીએ આપી છે. જે તમારા મનનાં વિચારોને ઓછા કરે છે. જેનાથી તમારી એકાગ્રતા વધે છે. અને ખાસ તો ત્યારે જ્યારે તમારે તેની જરુર હોય.

#5 અંજપારહીત મન માટે પૌષ્ટિક ખોરાક લો.

સારો ખોરાક તમારી એકાગ્રતા વધારવાની ક્ષમતા સુધારવામાં અગત્યનો ભાગ ભજવે છે. તમે જેટલી વધુ મીઠાઇ, ચોકલેટ, આઇસક્રીમ અને અન્ય કચરા જેવો ખોરાક લેશો એટલું તમારું મન વધુ અસ્વસ્થ થશે. અને સ્વાભાવિક છે અભ્યાસમાં મન ઓછું લાગશે.બહુ સીધુ જોડાણ છે નહી? માટે બહુ ધ્યાનથી નક્કિ કરો કે શું ખાવું. બહુ મસાલાવાળા તથા ગળ્યા ખોરાકથી દૂર રહો. તળેલી વસ્તુઓ ઓછી ખાઓ તે તમને આળસુ બનાવશે. તમારા ખોરાકમાં તાજા ફળો, લીલાં શાકભાજી, ફળોના રસ, કચૂંબર, સલાડનો ઉપયોગ કરો.

નોંધ-: દેવવટી અને બ્રાહ્મી જેવી આયુર્વેદીક દવાઓના ઉપયોગથી પણ એકાગ્રતા વધારી શકાય છે.

આયુર્વેદીક ખોરાક અને અન્ય સહાયક ખોરાકની વધુ જાણકારી માટે શ્રીશ્રી આયુર્વેદાના ડોક્ટરનું માર્ગદર્શન લો.

#6 સારી નિંદ્રા લો, તમને ઇતિહાસના તાસમાં ઉંઘ નહી આવે.

યોગ્ય આરામના અભાવથી તમે ચિડીયા થઇ જશો. શું ચાલી રહ્યું છે તેના પર તમારું ધ્યાન નહી રહે. ખરેખર તો તમારા શરીર અને મનને યોગ્ય આરામ મળ્યો છે કે નહી તે તમારે ચકાસી લેવું જોઇએ. આઠ કલાકની ગાઢ નિંદ્રા અને રોજ 20 મિનિટ ધ્યાન, ખાસ કરીને સવારે અથવા જમ્યા પહેલાં કરવું જ જોઇએ. તે તમને ખૂબજ શારિરીક તથા માનસિક આરામ આપશે. જમ્યા પછી ઝોકા ખાવાનું ટાળો અને એકાગ્રતા વધારવાની ક્ષમતા વધારો.

તમે શાળા-કોલેજમાં, ઘરે કે મિત્રો સાથે બાગમાં પણ ધ્યાન કરી શકો છો. ખરેખર તો મિત્રો સાથે ધ્યાન કરવું એ બહુ સારો વિચાર છે. તેનાથી તેમની સાથેના સંબંધો સુધારવામાં તે મદદરુપ થશે. પરિક્ષા પહેલાં ખૂબજ તણાવ કે ચિંતામાં હોવ ત્યારે થોડી મિનીટનું ધ્યાન તમારા વિચારોને એકત્રિત કરવામાં અને મનને શુધ્ધ કરવામાં મદદરુપ થશે.

ધ્યાન કરનારાઓના અનુભવો અત્રે પ્રસ્તુત છે.

 

                                  યાદ રાખો                                   

 

 

ધ્યાન સહજ છે. ધ્યાન કરતી વખતે એકાગ્ર ન બનો.

સામાન્ય ધારણા ને તોડવાનો સમય આવી ગયો છે જે મુજબ “ધ્યાન એકાગ્રતા છે.” ખરેખર તો ધ્યાન એ બિન એકાગ્રતા છે અને સારી એકાગ્રતા અને કેન્દ્રીત મન એ નિયમીત ધ્યાનની ઉપપેદાશ છે..

જો તમે દરરોજ થોડી મિનિટો માટે પણ  ધ્યાન કરશો તો તમારું આમતેમ ભટકતું મન ( કે જેને  કંટાળાજનક તાસમાં બહાર ભટકવાનું બહુ ગમે છે.) સ્થિર થવાની શરુઆત કરશે અને જે ધ્યેય હશે તેના પર ધ્યાન કેન્દ્રિત થશે.

શ્રીમતી ભાનુમતી નરસિંહન  કે જેઓ સહજ સમાધિ ધ્યાન શિક્ષક છે કહે છે કે  "ધ્યાન ભટકતા મનને આશ્ચર્યચકિત્ મનમાં રુપાંતરીત કરે છે!"

 

શ્રીશ્રી રવિશંકરજીની જ્ઞાનવાર્તા દ્વારા પ્રેરિત

પ્રિતીકા નાયર દ્વારાભારથી

હરીશ સહજ સમાધી ધ્યાન શિક્ષક અને શ્રેયા ચગ  નેશનલ ડાયરેકટર આર્ટ ઓફ લીવીંગ યુથ એમ્પાવરમેંટ પ્રોગ્રામ દ્વારા અપાયેલી માહીતી પરથી

બેચેની અથવા પ્રેરણાનો અભાવ લાગે છે? તમારા વ્યક્તિગત જીવન અને કામકાજ  પર લાગણીઓ હાવી થઇ ગઇ છે? ધ્યાન કેવી રીતે તમારા દૈનિક પ્રશ્નોને  દૂર કરી અને તમારા જીવનને સુધારવામાં  સહાયક  થઇ શકે એ વિશે વધુ જાણવા માટે નીચે દર્શાવેલ  ફોર્મ ભરો.