કેમ તમારું ધ્યાન નથી લાગતું તે માટેના છ કારણો

નેન્સી અને અનિશા ખાસ મિત્રો હતા. તેઓ  એટલા નજીક હતા કે  એક બીજાને આંખ મીંચી ને અનુસરતા, એક દિવસ અનિશાએ  ધ્યાનની શિબિર શરૂ કરી. સહજ હતુ કે નેન્સીને  પણ એજ કરવું હતું. પણ એનો કામનો સમય  કોર્સની આડે આવતો હતો.  કોર્સ શરૂ ના કરી   શકવાને કારણે નેન્સીએ અનીશાને ધ્યાન કરતા અનુસર્યુ - વીસ મિનિટ આંખો બંધ કરીને બેસવું - નેન્સીએ વિચાર્યુ એ ખૂબ સહેલુ છે. એક દિવસ નક્કી કર્યુ અને પ્રયત્ન કર્યો.

પહેલો દિવસ: એ  જેવી આંખો બંધ કરે, તેનું મન એ દિવસમાં  કે આવનારા દિવસોમાં કરવાના બધા કાર્યોની યોજના બનાવવા માંડે જે પૂરા કરવાના હોય. પરિણામ : એ  ઉદાસ થઈ જાય કારણકે અનિશાએ  કીધુ હતું કે ધ્યાન પછી ખૂબજ સારુ લાગે છે .પણ તેણી એ અનુભવ્યું  કે એનું મન પહેલાં કરતાં  વધારે વિચારોથી ભરાઇ જાય છૅ.

ચોથો દિવસ: એ પાછી  ધ્યાનમા બેઠી.એ અપેક્ષા સાથે કે આજે એને ખૂબ સારો અનુભવ થશે. પરિણામ : તેણીએ ખૂબ પ્રયત્નો કર્યા પણ અંતમા  વિચારોની હારમાળા  જ હતી.

છઠ્ઠો દિવસઆ વખતે એને ફક્ત રાત્રે સમય મળ્યો જમ્યા પછી સાડા અગિયાર વાગ્યે. એનું  પેટ ભરેલું અને મન થાકેલું હતું , એ  જેવી ધ્યાનમાં બેઠી, તેને ઉંઘ આવવા  માંડી. વીસ મિનિટ પછી અલાર્મ્ વાગ્યો અને ધ્યાન માંથી  બહાર આવી ( કે ઊંઘ માથી ઊઠી ) .

પરિણામ : એ  ઉદાસ થઈ ગઇ, અને  પરિણામ: પછી ધ્યાન કરવાનું  છોડી દીધું.

શું તમારો અનુભવ નેન્સી જેવો જ છે? તમે પોતાની જાતને એમ કહો છો : " હું ધ્યાન કરું છું પણ કોઈ ફરક લાગતો નથી."

ચાલો સમજીએ  નેન્સીનું ધ્યાન કેમ નથી થતુ?  તેવું  તેણીને લાગે છે અને ફરી જલ્દીથી  એ  ધ્યાનમાં બેસવાનો મહાવરો કરી શકે.

#1:શુ નેન્સી સાચી પ્રક્રિયા અનુસરે છે?

ધ્યાનની ખરીપ્રક્રિયા બરાબર રીતે ધ્યાનની શિબિરમાં શિક્ષક પાસેથી શીખવી જ઼ોઈએ. એક પ્રશિક્ષક તમને   ખરી રીતે ધ્યાન કરવાની પ્રક્રિયા શીખવી શકે. અને તમને વિવિધ કારણો કહી શકે જે ધ્યાનને અસર કરે છે. ( જેથી તમને ચોક્કસ ખબર પડે કે તમારું ધ્યાન કેમ નથી થતુ.)

#2: તમે જે રીતે અનીષાનો  વિશ્વાસ કરો છો એ રીતે પ્રક્રિયા પર વિશ્વાસ કરો છો

એક વાર તમને ધ્યાન કરવાની ખરી રીત ખબર પડી જાય પછી ખૂબ જરૂરી છે કે પ્રક્રિયામાં વિશ્વાસ હોય. - એ વિશ્વાસ કે પ્રક્રિયા સાચી છે , પ્રક્રિયા હું સાચી રીતે કરી રહી છું.  મને વિશ્વાસ છે  કે તે પરિણામ આપશે ( જલ્દી અથવા મોડેથી) ..

#3: નેન્સીએ  સાધનામાં નિયમિતતા જાળવવી જ઼ોઈએ.

અગર તમે જોયું હોય તો નેન્સીની  ધ્યાન સાધના ખુબજ અનિયમિત હતી તેણીએ ધ્યાન કરવાનું  શરૂ કર્યુ, બે દિવસ માટે છોડ્યું , ચોથા દિવસે ફરી  ધ્યાન કર્યુ અને પાછો  એક દિવસ વચ્ચે છોડ્યો. કોઈ પણ અભ્યાસ પરિણામ આપવામા થોડો સમય, ધીરજ અને જવાબદારી માંગે છે. કોઈવાર અઠવાડિયામાં કે બે અઠવાડિયામાં ફક્ત બે વાર ધ્યાન કરવું  (નેન્સીની જેમ) અને પછી  આપણે વિચારીએ  કે  કંઈ ફરક નથી પડતો પણ ખરેખર એમ નથી.

ધ્યાન ખુબજ નાજુક અને ઊંડી પરત ઉપર કામ કરે છે .આપણને  ખબર ના પડે એ રીતે. પહેલા દિવસે નેન્સી ને લાગ્યુ કે  મન વિચારોથી ભરાઈ ગયુ, પુરી વીસ મીનિટ માટે. તે જ સમય છે જ્યારે તમે વિચારો ની મર્યાદા બહાર જઈ શકો છો. આપણે ધીરેથી ઍ બિંદુ પર આવી જઈઍ છે જ્યારે આપણે નિયમિત અભ્યાસ કરીઍ છીઍ.

#4: બની શકે નેન્સી ખૂબ વધારે પ્રયત્નો કરી રહી હતી ધ્યાન થવા માટે.

ઝડપી ધ્યાનની રીતો.

1. ઍક શાંત જગ્યા પસંદ કરો જ્યા તમે પોતાની સાથે રહી શકો અને ઊંડા જઈ શૅકો .

2. સુખદાયી સમય પસંદ કરો _ ફક્ત વીસ મીનિટ લાગે છે ધ્યાન કરવા માટે.

3. સમૂહ મા ધ્યાન કરો- ખૂબ ફરક પડે છે.

4. જ્યારે તમે ખુશ છો ધ્યાન કરો જ્યારે તમે દુખી  છો અવશ્ય ધ્યાન કરો. ઍ તમારા મનની સ્થિતિ ઉપર લાવે છે.

ધ્યાન ફક્ત થાય છે,  તમને ખરેખર ઍ થવા માટે કોઈ પ્રયત્નોની જરૂર નથી! ધ્યાન થવા માટેની ચિંતા પ્રયત્ન અને તણાવ લાવે છે, જે બદલામા સારુ ધ્યાન ના થવા દે. ક્યારેક ખૂબ આનંદીત અનુભવ થવની અપેક્ષા પણ બાધારૂપ વિચાર બને છે ધ્યાન દરમિયાન અને તમારા અભ્યાસ ના રસ્તામા આવી શકે.

બધી અપેક્ષાઓ છોડી દો જ્યારે તમે ધ્યાન કરવા બેસો ત્યારે. સ્વીકાર કરો કે દરેક દિવસ , બધાજ અનુભવ સરખા ના હોય . તમને ક્યારેક ખૂબ આરામદાયક અનુભવ થાય ક્યારેક ઍટલો સારો અનુભવ ના પણ થાય.  કઈ નહી! વિશ્રામ કરો અન ધ્યાન કરતા રહો.

#5: રાત્રે સાડા અગિયાર વાગ્યે ઊંઘ આવે ધ્યાન ના થાય.

પોતાનો ધ્યાનનો સમય કાળજીપૂર્વક પસંદ કરો.   સમય- ફક્ત વીસ મિનિટ લે છે સહમત .આજના આવેશભર્યુ જીવન તમને હમેશા પરવાનગી ના આપે ' આદર્શ સમયે' ધ્યાન કરવાની.- સવારે અને સાંજે - પણ મોડી રાત્રે પણ કોઈ બરાબર સમય નથી!

બદલામા તમે કોઈ વધારે સુખદાયી સમય દિવસ દરમિયાન પસંદ કરી શકો- બપોરે અથવા રાત્રે જમતા પહેલા અથવા વહેલી સાંજે ઉ.દા. તરીકે . પણ, ઍ સારો વિચાર નથી કે ભરેલા પેટે ધ્યાન કરવુ કારણકે ધ્યાન મા પછી સુવાનુ ખૂબ સહજ થઈ જાય છે.

ધ્યાન આદર્શપણે ખાલી કે હલકા પેટે કરવુ જોઇઍ

#6: શુ તેણી ખરુ ભોજન કરતી હતી?

આપણી ભોજનની આદતો ખૂબ મોટો ભાગ ભજવે છે ઍ નક્કી કરવમા  સારુ કે ચાલે તેવુ ધ્યાનનો અનુભવ કરવામા. વધારે મીઠાઈઓ, તીખુ ભોજન, કેફી દ્રવ્યો, વાસી કે માંસાહારી ભોજન તમારા ધ્યાનની ગુણવત્તા ને અસર કરે ચે. ખરુ ભોજન ખાવ, સ્વસ્થ ભોજન ખાવ અને તમારા આનંદપૂર્ણ ધ્યાન માટેનો રસ્સ્તો ખુલ્લો કરો.

તો જ્યારે પણ તમને બીજી વાર ઍમ લાગે કે " મારુ ધ્યાન કામ નથી કરતુ",  નેન્સી ના ઉત્તમ છ કારણો જોઈને ઝડપથી તપસો આમાથી ઍક પણ મને લાગુ પડે તેવુ છે? ઉપરાંત અને તમારા પ્રશિક્ષક સાથે જોડાવ તમને જ્યારે પણ જરૂર લાગે ત્યારે , કઈ વાંધો નથી , અગર તમે શિબિર કરી છે અથવા પ્રક્રિયા શીખી છે લાંબા સમય પહેલા. સમય હમણા છે. જો તમે નક્કી કર્યુ હોય ધ્યાન કરવાનુ, તો તેની સાથે રહો,  વિશ્રામ કરો. ધ્યાન આપોઆપ થશે.

પ્રેરણા દાયક સ્ત્રોત. પરમ પૂજ્યા શ્રી શ્રી રવિશંકરજી ની વાતો પરથી.

ગ્રાફિક્સ - નિલાદ્રી દત્તા દ્વારા .