તેનાલી રામનની આનંદ રહસ્યની વાર્તાઓ (કથા)

તેનાલી રામકૃષ્ણને બધા તેનાલીરામ તરીકે યાદ કરે છે. તેઓ 16મી સદીમાં ભારતના વિજયનગર રાજયના દરબારી કવિ હતા. તેઓંનું મૂળ ગામ તેનાલી હતું. આજે પણ લોકો તેમની અસાધારણ વિચક્ષ્રણતા, હોંશિયારી અને ડહાપણ માટે યાદ કરે છે.

આપણને જીવનમાં શું જોઈએ છે? આપણી મોટી યાદી તૈયાર જ હશે - પરીક્ષામાં ગણિતમાં 100 %. ગુણ મેળવવા, સાહસિક કુદ  લગાવવી કે આપણી દીકરીના લગ્ન થઇ જાય વગેરે વગેરે . છતાં  પણ દરેક પ્રવૃતિનો અંતિમ  ધ્યેય તો આનંદ (ખુશી) મેળવવાનો જ  હોય છે. આપણે આનંદ મેળવવા માટે જીવન જીવવા કરતા આનંદપુર્વક  જીવન જીવવું જોઇએ.

#1: અત્યારે જ ખુશ થાવ!

દરિયાની મસ્ત હવા ને કાથીના જાળીવાળા ઝૂલામાં ઝૂલતા, તેનાલી રામના મિત્રના ચહેરા પર  મધુર  હાસ્ય હતું.
તેનાલી રામ : “કેમ એકલા એકલા હસો છો?”
મિત્ર: “હું એ  દિવસનો વિચાર કરતો હતો કે હું ક્યારે ખરેખર ખુશ થઈશ”.
તેનાલી રામ : ક્યારે થશો?
મિત્ર : દરિયા કાંઠે મારું ઘર હોય, આરામદાયક ગાડી , તગડું બેંક બેલેન્સ, સુંદર યુવતી સાથે લગ્ન, ચાર દીકરાઓ અને ચારેયને એવા ભણાવું કે તેઓને સારી નોકરી મળી જાય, તેઓ ખુબ કમાય...
તેનાલી રામ (અધ વચ્ચેથી) : મને ખ્યાલ આવી ગયો. પણ આ બધું મળી ગયા પછી તું શું કરીશ?
મિત્ર : બસ પછી પગ લાંબા કરીને આરામ કરીશ અને ચહેરા પર સૂર્યના કિરણો અને ઠંડી હવા ને માણીશ.


તેનાલી : અરે મારા ભાઈ , તું અત્યારે એ જ કરી રહ્યો છે - આ તું બોલ્યો એ બધી મહેનત કર્યા વગર પણ.!

તમે જોયું હશે  કે આપણે કેવી રીતે આપણી ખુશીને, આનંદને પાછળ ઠેલતા રહીએ છીએ. દાખલા તરીકે, તમે શાળામાં છો તો તમે વિચારશો, કે મારો શાળાનો અભ્યાસ પતી  જશે પછી હું ખુશ થઈશ. પણ પછી કોલેજ, નોકરી.... યાદી વધતી જ જશે. તમે એક ઈચ્છા પૂરી કરશો. ક્ષણિક ખુશીનો અહેસાસ થશે અને હજી તો તમે તે ખુશીને સરખી રીતે માણી પણ ન હોય  ત્યાં તમે બીજી કોઈ વસ્તુમાં ખુશી શોધવા માંડશો.. " બસ એક સુંદર જીવનસાથી શોધી લઉં " ત્યારે હું ખુશ થઈશ. અને પછી  "મને નોકરી ધંધામાં બઢતી મળે તો હું ખુશ થઈશ"... અને તમે જોશો કે આમ સાંકળ ચાલુ જ રહેશે.

ખુશી ક્યાંય ભવિષ્યમાં છે જ નહીં, એનો વિચાર કરો. શું તમે ગઈ કાલે કે પછી આવતી કાલે ખુશ થઇ શકો ખરા? હા, તમે તેની રૂપરેખા તૈયાર કરી શકો પણ ખુશ તો તમે અત્યારેજ થઇ શકો. સાચી વાતને ? શું એ શક્ય છે કે આપણે હરપળ  ખુશ રહેતાં રહેતાં  જીવનમાં બધું જ કરતા થઇએ?  નહિ કે ફકત ખુશી મેળવવા માટે આ ને તે ને એમ બધું  કરતા જ રહીએ. તો એનો જવાબ છે - ધ્યાનધ્યાન તમારા મનને વર્તમાનમાં લાવે છે જ્યાં સાચા અર્થમાં  ખુશી સમાયેલી છે. તે તમને હરપળ ખુશ રહેવાની, હસતા રહેવાની શક્તિ આપે છે.

#2: તમારી પાસે જે છે તેમાં સંતોષ માનો

એકવાર તેનાલી રામને રસ્તા ઉપર એક માણસને સૂર્યની દિશામાં માથા પર એક મોર છત્ર (ઢાલ) રાખેલો જોયો. ને માણસ શું કરવા માંગે છે તે જાણવાની ઇન્તેજારીથી તેનાલી રામ તેની પાસે ગયા અને પૂછ્યું:

તેનાલીતમે શું કરો છો ?
માણસ : હું સૂર્યને ઢાંકી દેવાના પ્રયાસો કરુ છું ,તે ખૂબ જ પ્રકાશિત છે.
તેનાલી: "મારા દોસ્ત, તુ તારી જાતને શું કામ આટલી બધી તકલીફ આપે છે ? મારી પાસે તારી તકલીફનો બહુ સરળ ઉપાય છે. "
આટલું કહી તેનાલીરામે ધૂળથી ભરેલી ચપટી હાથમા લીધી અને પેલા માણસની આંખમાં તેની ફૂંક મારી..

તમે હમેંશા કેવી કેવી ઈચ્છાઓની પાછળ દોડ્યા કરો છો, અને એમ માનીને કે એ  આશાઓ પુરી થશે અને તમને ખુશી મળશે. અને આ દોડમાં તમારી પાસે જે હોય છે તેનો પણ તમે આનંદ લઈ શકતા નથી.  આ ઈચ્છાઓ આંખમા પડેલ ધૂળ જેવી છે, જે તમને તમારી પાસે જે ઉપલબ્ધ છે,તેની સુંદરતાને પણ જોવા કે માણવા દેતી નથી .

ધ્યાન આપને આ તકલીફમાંથી મુક્ત કરે છે. આ ધૂળની રજકણને ક્યાંય દૂર ઉડાડી મૂકે છે. જેને લીધે આપણને અંદરથી મુક્તિ અને સંતોષનો અનુભવ થાય છે.

#3: ધ્યાનથી અવલોકન, ગ્રહણશક્તિ અને વ્યક્ત કરવાની શક્તિ વધે( સુધરે) છે

તેનાલી અને તેની પત્ની ઘરને કયો રંગ લગાવવો તે નક્કી કરતા હતા.

પત્ની : મને ગુલાબી જોઇએ છે!
તેનાલી : તને તારી પસંદગી માટે ખાત્રી છે? મને લાગે છે કે આપણે સફેદ કે તેજસ્વી રંગ કરીએ તો સારુ.
પત્ની : મેં મારુ મન તૈયાર કરી લીધું છે. હું ફકત ગુલાબીથી જ ખુશ થઈશ..
તેનાલી (તેને ગુલાબી કાચવાળા ચશ્માં આપીને) સરસ. તું તારી મરજી મુજબ કર. આ ચશ્માં પહેરી લે અને ફકત આ દીવાલો જ નહિ હું પણ ગુલાબી લાગીશ.

તેનાલીરામની શું વિચારસરણી હતી? ગુલાબીકાચનાં ચશ્માં ઘરને ગુલાબી બનાવતા નથી.

તણાવ આપણી વાસ્તવિક ગ્રહણશક્તિ ઉપર રંગ ચડાવી દે છે. પરિણામે આપણે વસ્તુ જેવી છે તેવી જોઈ શકતા નથી. આના કારણે ઘણી વાર ગેરસમજ ઉદભવે છે અને તણાવમાં ઉમેરો કરે છે. આ વિશાળ ચક્રમાંથી કોઈ કેવી રીતે બહાર નીકળી શકે?

ધ્યાન તમને સ્પષ્ટતા આપે  છે અને વસ્તુ જેવી છે તેવી જોવાની શક્તિ (હોશિયારી) આપે છે. અવલોકન શક્તિ, ગ્રહણ  શક્તિ અને વક્તવ્ય શક્તિ આ ત્રણેય ધ્યાન થી સુધરે છે. (સારી થઇ છે.)

થોડી ગેરસમજ અને વાતચીતનાઅભાવમાં, ખુશ રહેવું વધારે સહેલું છે.

#4: કોઈપણ કિંમતે તમારા મનને બચાવો

તેનાલીરામ અને તેમના પત્ની તેમના મિત્રના લગ્નમાં જઈ રહયા હતા. તેમની પત્ની એ પોતાની સૌથી સરસ સાડી  અને ઘરેણાં પહેર્યાં હતાં. 

અચાનક પાછળથી બેકાબુ બનેલ બળદગાડું તેમના ઉપર ઘસી આવ્યું. તેનાલી એ એક્દમ પોતાની પત્નીને બચાવવા માટે પોતાની તરફ ખેંચી લીધી. અને તેમાં સમતોલન ગુમાવી બંને રસ્તાની બાજુમાં આવેલ ખાડામાં પડ્યાં.

પત્ની (અસ્વસ્થતાથી): તમે શું કરવા ધાર્યુ છે.? તમે મારો સુંદર પોશાક બગાડી નાખ્યો , હવે આ રીતે હું લગ્નમાં ન જઈ શકુ.
તેનાલી- વાહ ! આ તો નવો પોશાક ખરીદવાનો સમય આવ્યો. ( તેઓએ મનોમન હસતા હસતા  ભગવાનનો આભાર માન્યો  કે હાશ, પત્ની સલામત છે.)

તમે ક્યારેય  એવી પરિસ્થિતિમાં  મુકાયા છો, કે જ્યારે તમે કંઈ સારું કરવાનો પ્રયત્ન કરતા હો પણ અંતે કંઈ ન ગમતુ જ થયું હોય?  તમે નોંધ્યું  હશે કે આવા સમયે તમને બહુ ખરાબ  લાગ્યું હશે, અને તમારી જાતને દોષ આપવા માંડ્યા  હશો. આવું  બનવાનું  કારણ એ હોય છે કે એવી જાગૃતિ હમેશા નથી હોતી કે જે જાણી શકે કે તમારો ધ્યેય કંઈ ખોટુ કરવાનો ન હતો.. તમારી કાર્યપદ્ધતિ યોગ્ય ન પણ હોય, પરંતુ તમારી દાનત સારી જ હોવી ઘટે. ધ્યાન દ્વારા આપણે આપણી દાનત વિષેની સમજણ જાણી શકીએ છીએ  અને કાર્યમાં ચોકસાઇ ન હોય તે વાત સહેલાઇથી સ્વીકારી શકીએ છીએ . આ આપણા મનને બચાવે છે, અને ખુશ રાખે છે. ગમે તે આવે- જે પણ થવાનું હોય તે થાય.

શ્રી શ્રી રવિશંકરજીના વાર્તાલાપમાંથી.

દિવ્યા સચદેવ દ્વારા  ભારથી હરીશ સહજ સમાધી ધ્યાન શિક્ષકે આપેલી વિગતો પરથી.