બોધિ વ્રક્ષ

ભગવાન બુદ્ધને બોધિ વૃક્ષ નીચે દિવ્ય જ્ઞાન થયુ હતુ. તે પછી તેઓઍ ઉભા થઈ સાત દિવસ સુધી દૂરથી તે વૃક્ષને નિહારતા રહ્યા. તેઓ વૃક્ષ તરફ સોળ પગલા ચાલ્યા અને દરેક પગલા આગળ કમળ ખીલ્યા. આવી ઍક દંતકથા છે.

બોધિ વૃક્ષ સંસાર અને ધર્મ બનેનુ પ્રતીક છે. કમળનુ ફૂલ વિશુદ્દ્તા , નિષ્પક્ષતા, પ્રેમ, સુંદરતા અને પવિત્રતાની નિશાની છે.  તમે જ્યારે જીવનમા નિર્લેપી બનો ત્યારે જ સંસાર અને તેની લીલાઓ નિહાળી શકો છો.

જ્યારે તમે સંસારને સમજ્યા છો ત્યારે જ તમે દરેક પગલુ પરોપકાર અને નિષ્પાપ તરફ ઉઠાવી શકશો. જ્યારે તમારુ દરેક કાર્ય સાક્ષી ભાવને મહ્ત્વ આપતુ હશે, દરેક પગલુ સાક્ષી ભાવ થી યુક્ત હશે …ત્યારે સંસાર મા ખામી રહિત અને અર્થ સભાર પ્રગતી થશે