અસર અને અભિવ્યક્તિ

બીજાને આંજી નાખવાનો કે અભિભૂત કરવાનો તેમજ પોતાની જાતનો દેખાડો કરવાનો પ્રયત્ન કરશો નહીં. તમારી જાતનો દેખાડો કરવા જતાં તમે ગુંચવાઇ જશો અને તત્ પપ્ થઈ જશો. બીજાને આંજી નાખવાનો પ્રયત્ન પણ વ્યર્થ છે. બીજાને આંજી નાખવાનો પ્રયત્ન છોડી દેવાથી  તમારું વક્તવ્ય સહજ થઇ જશે. જ્યારે તમે સ્વભાવિક - તમારી લક્ષણિકતામાં સહજ હો છો ત્યારે તમારી અભિવ્યક્તિ ખુબજ અસરકારક નિવડે છે અને તમારી વાતનો મર્મ વર્ષોના વર્ષો સુધી સ્મૃતિમાં રહે છે.

ઘણીવાર તમારો તમારા વિષયની રજૂઆત પર કે સામેના લોકો સમક્ષ ઉપજતી છાપ પર કાબુ નથી હોતો. તમારું અનુભૂત જ્ઞાન- ડહાપણ તમારી અભિવ્યક્તિ અને એની અસર નક્કી કરે છે. દિવ્ય ચેતના ત્યારે જ જાગે કે જ્યારે તમે સારી કે નરસી કોઈ પણ છાપ છોડતા નથી, સંપુર્ણ તટસ્થતાથી વિષયને જ વ્યક્ત થવા દો છો  ત્યારે તમે અભિવ્યક્તિની કળામાં નિપુણ થાવ છો.

મનમાં ધરબાઇને રહેલી ઘણી છાપથી

  • ગૂંચવણ
  • ચંચળતા
  • અવ્યવસ્થા
  • બેધ્યાનપણું
  • અને છેવટે એ બધા થકી માનસિક વિકાર ઉત્પન્ન થાય છે.

કુદરતે આપણામાં આ બધી છાપથી મુક્ત થવા માટે સ્વપ્ન અને ધ્યાનની પ્રક્રિયા બનાવી છે.

વધુ પડતા પોતાની જાતના દેખાડાથી તમે ઊંડાણ - તેજ,  નિર્મળતા ગુમાવો છો. ધ્યાનથી આ દેખાડો કરવાની વૃતિ  દૂર થાય છે અને અભિવ્યક્તિ સુધરે છે.