સ્વાવલંબન અને સમર્પણ

૨૫ ડિસેમ્બર,૧૯૯૬.

ક્ક્ષ્ નાતાલ જ્ સ્વીટ્રઝરલેન્ડ

સ્વાવલંબનને માટે પ્રચંડ તાકાતની જરુર પડે છે. જયારે બીજું કોઇ તમારી આસપાસ ન હોય અથવા તો દરેક વસ્તુ માટે જો તમે સંપૂર્ણ સ્વાવલંબી રહેવા શકિતની ઇરછતા હો તો તમારે ખુબ હિંમતની જરુર પડે છે.

સમપર્ણ દરમ્યાન ઓછી તાકાત કે જરુર રહે છે.

જે વ્યકિત સમર્પિત નથી થઇ શક્તો તે સ્વાવલંબી ન બની શકે.  જો તમારી પાસે સમર્પણની તાકાત નથી તો પછી તમારે માટે સ્વાવલંબી બનવું શકય નથી. તમે પોતાની જાતને મુર્ખ બનાવો છો. જો તમારી પાસે ૧૦૦ ડોલર ન હોય તો તમારી પાસે ૧૦૦૦ ડોલર તો હોઇ શકે જ નહિ. નાનકડો ભય પણ સ્વાવલંબનને જોખમમાં મૂકી દે છે.

સ્વાવલંબનમાં સમપર્ણ સમાહિત છે. ૫૦ ડોલરમાં ૧૦ ડોલર સ્વાભાવિકછે કે સમાયેલા જ હોય.

લોકો ઘણીવાર એવું વિચારે છે કે સમપર્ણ તેઓની જવાબદારીથી કે મુશ્કેલીઓથી નાસી છુટવાનો માર્ગ છે. અને પછી તેઓ પોતાની બધી જ સમસ્યાઓ માટે ઇશ્વરને દોષ દે છે. હકીકતમા સાચું સમર્પણ દરેક માટે પૂર્ણ  જવાબદારી સ્વીકારવી તે છે.

સુસાન : આવું આપણે કઇ રીતે કરી શકીએ ?

શ્રી શ્રી   : તમે જવાબદારી સ્વીકારો અને સાથે મદદ માટે ઇશ્વરને પ્રાર્થના કરો.

સમર્પણ તમને છેવટે સ્વાવલંબન તરફ દોરી જાય છે. કારણકે  સ્વથી વિશાળ કંઇ જ નથી.

ન્યૂઝ ફલેશ:
બેંગ્લોરથી  ૪૫ સાધકોએ ગુરુદેવ સાથે મદ્દાસની યાત્રા કરી. જ્યાં ગુરુજીની ભારતથી વિદાય પ્રસંગે ૩૫૦૦ લોકોએ વિદાય સમારંભ ગોઠવ્યો હતો. આરસપહાણના જાજરમાન હોલમાં શાળાની ૭૦ વિધાર્થીનીઓના ગાયકવૃંદે સમુહમાં હૃદયસ્પર્શી ભજનો ગાઇ આવકાર્યા હતા.

ભારતના બોગનવિલા, નાળિયેરી, અને હુંફાળા ડિસેમ્બરના સ્થાને અહીં વાતાવરણનું સ્થાન સ્વીટ્રઝરલેન્ડના અલ્પાઇન શિખરો, બરફ આરછાદિત વૃક્ષો અને લ્યુસરીનના સરોવરના હંસોએ લીધું. શિબિરાર્થીઓ આ પ્રભાતે નાતાલને હૃદયપૂર્વક ઉજવવા માટે ગાઢ મૌનમાં જશે.

શ્રી શ્રીનો નાતાલ નિમિતે સંદેશ:
પ્રેમના પ્રચારક, પ્રસારક, સંવાહક પ્રતિનિધિ બનો.