ગરદનના દુખાવાને દૂર કરવા માટેના સરળ યોગાસન

એ દિવસો ગયા જ્યારે ' જે નાનું એ જ સારું ' એ સિદ્ધાંત લાગુ પડતો , આજે આપણને બધું  જ બાકી બધા કરતાં ચડિયાતું જોઇએ છે.  સારુ ઘર, સારો પગાર, સારા ટકા અને સારુ વિશ્વ પણ.સંપૂર્ણતાની દોડ આપણને ગાંડા કરી રહી છે. કોઈ કહેશે કે 'આ બધુંં જ વિકાસની બાબત છે' પણ જે ગતિએ આપણે વિકસીએ છીઍ તે આપણા સ્વાસ્થ્યને માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે નુકસાનકારક છે.

આપણી ઈચ્છાઓએ જરૂરિયાતનો આકાર લઈ લીધો છે. અને આ જરૂરીયાતોને પુરી કરવા માટે કામ પ્રત્યે પ્રતિબદ્ધતા આવશ્યક છે. યથાકાળે આપણે પોતાની જાતને ક્ષમતા કરતા વધુ પરિશ્રમ આપીને હાનિ પહોંચાડીએ છીએ, આપણા શરીરનો એક કારખાનાની જેમ ઉપયોગ કરીએ છીએ, જેથી તેને ખાસ્સો ઘસારો પહોંચે છે.

સામાન્ય રીતે જે સ્થિતિ આપણને સૌથી વધારે પ્રભાવિત કરે છે, તે છે ગરદનનો દુ:ખાવો. સર્વીકેલજિયા (Cervicalgia), ગરદનના દુ:ખાવાને દર્શાવતું મેડિકલ ટર્મ છે. જે લાંબા સમય સુધી સળંગ એક જ આકારમાં બેસવાથી તથા રાતના સરખી રીતે નહીં સૂવાથી તેમજ ઓછા વ્યાયામને લીધે થાય  છે.

જો ગરદનના દુ:ખાવાના કારણો  આટલા સરળ છે, તો એનો ઉપચાર કેમ ન કરવો ?એ જ વાત છે ! ગરદનના દુ:ખાવાને દૂર---- કરવા , અમે તમારા માટે લાવ્યા છીએ સાત સરળ આસનો , જે કરવા સરળ છે અને આપણી વ્યસ્ત દિનચર્યામાંથી બહુ સમય પણ નથી લેતા.યોગની સૌથી વિશેષ વાત એ છે કે એ પાંચ હજાર વર્ષોથી પણ વધારે વખતથી અસ્તિત્વમાં છે. અને હજી પણ તેનું એટલું જ મહત્વ છે.

1. બાલાસન: જમીન પર ઘુંટણના આધારે બેસવું, બંને પગના અંગૂઠા એક બીજાને સ્પર્શે તેવી રીતે પગ જમીન પર રાખવા અને ઍડી પર બેસી જવું. બંને હાથ બાજુમાં રાખી , શ્વાસ છોડતા છોડતા કમરથી વળીને છાતીના ભાગને બંને જાંઘ વચ્ચે  મુકવો. ધીમેથી માથાને જમીન પર અડાડવું. તણાવ લીધા વગર આપણી ક્ષમતા પ્રમાણે કરવું . હાથ શરીરની બાજુમાં જમીન પર રહે , હથેળી આકાશ તરફ ખુલ્લી રાખવી. જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી આ સ્થિતિમાં રહેવું અને પછી ધીમેથી શ્વાસ ભરતા ભરતા ઉઠવું. પોતાના હાથ બંને જાંઘ પર ખુલ્લા મૂકવા હથેળી આકાશ તરફ જેમ આપણે ભગવાનને સમર્પિત કરતા હોઇએ.આ આસન ફક્ત ગરદન અને કમરના દુ:ખાવામાં જ  રાહત નથી આપતું પણ બુદ્ધિને પણ શાંત કરે છે. તથા નિતંબ,ઍડી, જાંઘને પણ ખેંચાણ આપી લચીલા/ સ્થિતિસ્થાપક બનાવે છે. અને બાળકની જેમ તાજગીની અનુભુતિ કરાવે છે.

2. નટરાજાસન: કમર સીધી રાખતા જમીન સૂઈ જવું. ધીમેથી જમણો પગ ઉંચક્વો અને ડાબા પગની ઉપરથી બીજી તરફ ઘુંટણ પાસે લઈ જવો. ડાબો પગ તદ્દન સીધો રહેશે જ્યારે જમણો તેની  ઉપરથી  જમીન પર કાટખૂણે રહેશે . બંને હાથ સીધા ફેલાવવા અને જમણી બાજુ માથું ફેરવવું. આ આસાનમા ૩૦ સેકંડ સુધી રહેતા લાંબા અને ઉંડા શ્વાસ લેવા,પછી આસાન ડાબા પગ સાથે બીજી તરફ કરવું.
   આ આસાન માંસપેશીને લચીલી બનાવે છે સાથે  સાથે આપણને આનંદ અને તૃપ્તિની મનોસ્થિતિમાં લઇ જાય છે. આ આસાન શિવજીના નર્તનના આકાર નું  છે. એ વાત આને હજુ રસપ્રદ બનાવે છે કે આ આસન  શિવ તત્વ જે બધે જ છે ,તેનો અનુભવ કરાવનારું છે.

3. બીટલીઆસન (ગૌ- ગાયની સ્થિતિવાળું- આસન): શરૂઆતમા બંને ઘુંટણ અને પગ જમીન પર રાખી , જાંઘ ,છાતી અને હાથનો ઉપયોગ કરી ટેબલ આકારમાં આવી જવું. ધ્યાન રાખવું કે બંને ઘુંટણ નિતંબની બરાબર નીચે તેમજ કાંડા, કોણી અને ખભા એક જ રેખામાં રહે . બંને હાથ અને જાંઘ જમીનથી કાટખુણે(૯૦ ઔંશ ના ખુણે- કાટખુણે) રહે. ધડનો ભાગ જમીનથી સમાનાંતરે રહે. આ આકારમા રહેતા શ્વાસ ભરી પહેલા પેટને બહાર ધકેલીને જમીન તરફ લઈ જવું અને માથાને ઉપર તરફ  લઈ જવું. થોડીક ક્ષણ આ સ્થિતિમાં રહેવું. અને ત્યારબાદ માર્જરાસન કરવું.

4. માર્જરાસન: અનુક્રમે શ્વાસ છોડતા માથાને અંદર લઈ જવું અને કરોડરજ્જુને ઉપર તરફ ખેંચતા ગોળાકાર બનાવવું. ધીમેથી દાઢીને છાતી તરફ લઈ જવી. ત્યાર પછી શ્વાસ લેતા અને છોડતા વારાફરથી બીટલીઆસાન અને માર્જરાસન કરવાનું ચાલુ રાખવું.

આ કરવાથી કરોડરજ્જુ અને પેટને વગર ખર્ચે મસાજ મળે અને સાથે સાથે ગરદનના દુ:ખાવામા પણ રાહત મળે.  મસ્તી મજા માટે બીટલીઆસાન વખતે ગાય અને માર્જરાસન વખતે બિલાડીનો અવાજ કાઢી શકાય છે.

5. વિપરીતકારણી આસાનઆ ખૂબ જ સરળ આસાન છે. બંને પગ દીવાલ સાથે અડાડી પોતાની પીઠ પર સૂઇ જવું. પગના પંજા છત -સીલિંગ- તરફ અને બંને પગ દીવાલને અડતા હોવા જોઇએ. બંને હાથ બાજુમાં ફેલાવી રાખવા, હથેળી આકાશ તરફ. આશરે ૧૫ વખત શ્વાસ લો છોડો ત્યાં સુધી આ મુદ્રામાં રહેવું.

  આ યોગાસાન નરમાશથી ગરદનની પાછળની માંસપેશીને ખેંચે છે. સામાન્ય કમરના દુ:ખાવાને દૂર કરે છે. અને થાક મટાડે છે. પગમા થતા ખેંચાણને અટકાવે છે.

6. ઉથિત ત્રિકોણસાનશરૂઆતમાં સીધા ઉભા રહેવું હવે ધીમેથી બંને પગ જેટલા બને તેટલા પહોળા  કરવા . કમર સીધી રાખતા , બંને હાથને બાજુ પર ફેલાવવા. શ્વાસ ભરી ધીમેથી જમણી બાજુ વળી અને જમણા હાથથી જમણી ઍડીને અડવી. અને  ડાબો હાથ ઉપર હવામા રાખવો. અને નજર ડાબા હાથ પર.  જેટલી વાર રહેવાય તેટલી વાર આસનમાં સ્થિર રહેવું. યાદ રહે  કે પોતાની ક્ષમતા કરતા શરીરને વધારે ખેંચવુ નહીં. 

   યોગનુ ઉદ્દેશ્ય છે તમને દર્દથી રાહત આપવી, નહિ કે વધારાનો દુખાવો આપવો.

હવે જોઇએ કે આના પછી શું છે.

7. શવાસનઆહા..! આ બધાજ કરતા સહેલું છે. આમાં એક જ વસ્તુ કરવાની છે અને તે એ કે આમાં  કઈં જ નથી કરવાનું.   જરૂરી છે કે શરીરને તટસ્થ સ્થિતિમાં છોડી દેવુ. જમીન પર સીધા સૂઈ જવું. કમર અને ગરદનને સીધી રાખી બંને પગ વચ્ચે થોડુ અંતર ,બંને હથેળી જાંઘની બાજુમાં આકાશ તરફ  રાખવી. યોગાસનના આ ક્રમમાં આ છેલ્લું  આસન છે.

શરીર આ સ્થિતિમાં ઓછામાં ઓછુ ૫ મિનિટ રહેવું  જોઇએ કે જેથી માંસપેશી અને આપણને ઉંડો વિશ્રામ મળે.

અમે આશા રાખીએ છે કે આ સરળ યોગાસાન કરી  તમે તમારા ગરદનના દુ:ખાવાથી કાયમ માટે મુક્ત થઈ એક વિશ્રામજનક અને તણાવમુક્ત જીવનજીવી શકો. અને  ત્યાં સુધી સુખપુર્વક યોગાસનો કરતા રહો..