ઓફિસમાં યોગ - Yoga in Office

ઓફિસમાં યોગ કરવાનું મઝા ભરેલું,મૌલિક અને વિશ્રામદાયક બની શકે છે જે લાંબા ગાળાના ઘણા ફાયદા પણ આપે છે. કોમ્પ્યુટર પર લાંબો સમય કામ કરવાથી ગરદન,ખભા અને પીઠના સ્નાયુઓ થાકી જાય છે જેનાથી તાણ અને અકડાઈ જવાનું થાય છે.જો તેના તરફ યોગ્ય ધ્યાન ના અપાય તો તમારા કાર્યક્ષેત્રમાં અસરકારક રીતે કામ કરવાની ક્ષમતા ઉપર અસર થાય છે,જેની તમારા સમગ્ર જીવનની ગુણવત્તા પર અસર પડે છે. આવા યોગ માં ઘણી બધી સરળ કસરતો હોય છે જે તમે સહજ રીતે તમારી જગ્યાએ બેઠા બેઠા જ દિવસમાં ગમે ત્યારે કરી શકો છો.

ઓફિસમાં યોગની કસરતો કરવાની ટેવને દિનચર્યામાં વણી લેવામાં આવે તો આશ્ચર્યજનક પરિણામો મળે છે કારણ કે તે શરીરના દુખાવા,થાક અને તનાવને દૂર કરે છે અને સ્નાયુઓની મજબૂતાઈ અને લચીલાપણું વધારે છે,આમ તમને સમગ્ર દિવસ દરમ્યાન તરોતાજા તથા સ્ફૂર્તિલા રાખે છે..આ કસરતો કરવામાં વધારે સમય લાગતો નથી અને દિવસ દરમ્યાન છુટા છવાયા ગમે ત્યારે કરી શકાય છે,આમ લાંબા ગાળે થતી બિનઆવકારદાયક તકલીફોથી તમને બચાવે છે.

સુચન: જો તમે ફીટ અને અસુવિધાજનક પગરખા પહેર્યા હોય તો કસરત કરતાં પહેલા કાઢી નાંખો. તમારી ટાઈ અને કમર પટાને ઢીલા કરી નાખો. .

શરૂઆત કરવા માટે આ પાંચ ઓફીસ યોગ કરી શકો છો:

ગરદન ઘુમાવવી (Neck Rotation)

  1. આંખો બંધ કરો.

  2. તમારી દાઢી છાતીને અડાડો.

  3. ધીમેથી ગરદનને ગોળ ઘુમાવો,જમણા કાનને જમણા ખભા તરફ લઇ જઈ માથું પાછળ લઇ જાવ અને પછી ડાબા કાનને ડાબા ખભા તરફ લઇ જાવ.

  4. ખભાને ઢીલા અને આરામદાયક રાખો.

  5. આ રીતે ગરદનને ૩-૫ વખત ગોળ ગોળ ફેરવો અને પછી વિરુદ્ધ દિશામાં કરો.

 

આગળ પાછળ ઝૂકવું (Cow Stretch)

  1. તમારા પગ જમીન પર રાખો.

  2. બંને હાથ ઘૂંટણ પર રાખો.

  3. શ્વાસ લેતા લેતા તમારી પીઠ પાછળ ખેંચો અને છત તરફ જુઓ.

  4. શ્વાસ છોડતા તમારી પીઠને આગળની તરફ ખેંચો અને તમારું માથું આગળ નમાવો.

  5. આ રીતે શ્વાસની સાથે ૩-૫ વખત કસરત કરો.

 

 

બેસીને આગળ ઝૂકવું:

  1. તમારી ખુરશીને ટેબલથી દૂર ખેંચો.

  2. ખુરશીમાં બેઠા રહી પગ જમીન પર સીધા રાખો.

  3. તમારા હાથને કમરના નીચે ભાગે પાછળ તરફ લઇ જાવ,પીઠ સીધી રાખો અને પીઠ પાછળ આંગળીઓ એક બીજામાં પરોવો.

  4. કમરથી આગળ ઝુકી આંગળીઓ પરોવેલા હાથ પીઠની ઉપર ઉઠાવો.

  5. તમારી છાતી સાથળ પર રાખો અને ગરદનને આરામદાયક રીતે રાખો.

 

હાથની આંટી (Eagle Arm)

  1. તમારા બંને હાથ જમીનને સમાંતર સીધા અને હથેળી છત તરફ રાખો.

  2. તમારા જમણા હાથને ડાબાની ઉપર ત્રાંસો લઇ જાવ(જરૂર લાગે તો હાથને કોણીથી સહેજ વાળો).બંન્ને હથેળીઓ ભેગી કરો.

  3. બન્ને કોણીઓને ઊંચી કરો.ખભાને તમારી પીઠ તરફ સરકાવો.

  4. હવે ડાબા હાથને જમણા પર લઇ જઈ આ રીતે ફરી વાર કરો.

 

 

બેઠા બેઠા કમરને ઘુમાવવી (Seated Spine Twist)

  1. તમારી ખુરશીમાં એક બાજુએ ફરીને બેસો.

  2. તમારા પગના તળિયા જમીન પર સીધા રાખો.

  3. બંને હાથે ખુરશીના પાછળના ભાગને પકડી કમરને જમણી બાજુ ખુરશીની પાછળ તરફ ફેરવો.

  4. હવે બીજી દિશામાં ફરો. આ કસરતનું થોડી વાર પુનરાવર્તન કરો.

 

 

લમણાને ઘસવા (Temple Rub)

  1. બંને કોણી ટેબલ પર રાખી બંને લમણા પર હાથ રાખો.

  2. પહેલા ઘડિયાળના કાંટાની દિશામાં અને પછી વિરુદ્ધ દિશામાં હળવા હાથે તમારા લમણાને ગોળ ગોળ ફેરવો .

  3. આ રીતે ૧૦-૧૫ વાર લાંબા અને ઊંડા શ્વાસ સાથે કરો. .

 

 

 

યોગનો અભ્યાસ શરીર તથા મનના વિકાસમાં સહાય કરે છે, સ્વાસ્થ્યના ઘણા ફાયદા કરે છે, છતાં તે દવાનો વિકલ્પ નથી. તાલીમ પામેલા આર્ટ ઓફ લીવીંગના યોગ ના શિક્ષકની દોરવણી હેઠળ યોગાસન શીખવા અને અભ્યાસ જારી રાખવો એ અગત્યનું છે. કોઈ બિમારીના સંજોગોમાં ડોકટર તથા આર્ટ ઓફ લીવીંગના યોગના શિક્ષકની સલાહ લઈને યોગનો અભ્યાસ કરવો.તમારા નજીકના આર્ટ ઓફ લીવીંગના કેન્દ્રમાં આર્ટ ઓફ લીવીંગ યોગના કોર્સવિષે માહિતી મેળવો. શું તમારે કોર્સીસ વિષે માહિતી જોઈએ છે કે તમારા મંતવ્યો વ્યક્ત કરવા ઈચ્છો ?અમને info@artoflivingyoga.org

 

 

Interested in yoga classes?