યોગ દ્વારા માતૃત્વને માણો

"જન્મ એટલે માત્ર બાળકનું અવતરવું એટલું જ નથી.તે તમારો માં  તરીકેનો  જન્મ પણ  છે."મેઘના કાલતાનું એવું માનવું  છે, જે ૧ વર્ષની સુંદર દીકરી તારિણીની (જેનો અર્થ થાય છે દુર્ગા મા) માતા છે.અહીં મેઘના,શ્રદ્ધા શર્મા ને પોતાના નવી નવી માં બનવાના અનુભવ વિષે જણાવે છે..

જયારે મેં મારી નવજાત બાળકીની આંખોમાં જોયું  ત્યારે મને એવું લાગ્યું કે જાણે મારો ફરી જન્મ થયો હોય. તેના ચહેરા પર નિર્દોષતા,આશા અને ઉજાસ દેખાયા,જે તેના દ્વારા - મને વ્યક્ત કરતાં હતા.એક સ્ત્રીના જીવનમાં "માં બનવું"  એ સૌથી સુંદર અને સંતોષજનક તબક્કો   હોય છે અને હું ખરેખર આ યાત્રા માણી રહી છું.

ઓચિંતો બદલાવ

તારિણીના જન્મ પછી ઓચિંતું બધું બદલાઈ ગયું.એકદમ ૩૬૦૦ નો બદલાવ આવી ગયો.હું માત્ર હું ના રહી,  તેનાથી ઘણું વધારે   હું વિસ્તૃત થઇ ગઈ છું એમ લાગ્યું, લોકોનું  ધ્યાન પણ બાળકી તરફ જવા માંડ્યું અને તેની વધારે સંભાળ લેવા લાગ્યા.શરૂઆતના ૪૦ દિવસનો સમયગાળો ખુબ મુશ્કેલ હતો કારણ કે તે દરમ્યાન મને શારીરિક અને ભાવનાત્મક બંને રીતે નબળાઈ લાગતી હતી, અને મારી બાળકીની જેમ જ મને પ્રેમ અને માવજત જોઈતા હતા.આ સમયગાળામાં કેટલીક સ્ત્રીઓ બહુ મજબૂત નથી હોતી અને નાની નાની વાતોમાં ચિડાઈ  જાય છે કારણકે તેમને લાગે છે કે તેઓ શારીરિક રીતે પીડાઈ રહ્યા છે અને તેમના જીવનમાં આવેલું આ પરિવર્તન સ્વીકારી શકતા નથી.

યોગ પરિસ્થિતિમાં પુનઃસ્થાપન ઝડપી બનાવે છે

મારે C-સેક્શન પ્રસવ થયો હતો અને શારીરિક દર્દ હોવા છતાં મારા મનને સ્વસ્થ રાખવામાં તથા આંતરિક શાંતિ મેળવવામાં યોગ અને ધ્યાનનું મહત્વનું પ્રદાન રહ્યું. જે નકારાત્મક ભાવનાઓમાંથી હું પસાર થઇ રહી  હતી તેમને દૂર કરવામાં અને મારી તથા બાળકીની સંભાળ લેવા જે જે તાકાતની  જરુર  હતી તે વિકસાવવામાં યોગે ખૂબ સહાય કરી. સામાન્ય  રીતે ડોકટરો પ્રસવ થયાના પહેલા ૬ મહિના દરમ્યાન યોગાસનો ન કરવા એવી સલાહ આપે છે. હું આરામથી બેસી શકતી થઇ ત્યારે તરત મેં પ્રાણાયામ અને ધ્યાન શરુ કર્યા.અરે, આડી પડી હોઉં ત્યારે પણ હું ધ્યાન કે યોગનિદ્રા . કરતી.પ્રસવ પછી પહેલાના ૬ મહિના દરમ્યાન મેં નાડીશોધન અને મુદ્રા પ્રાણાયામ કરવાના ચાલુ રાખ્યા હતા.આનાથી મને ઝડપથી તથા વધારે સારી રીતે સાજા થવામાં સહાય મળી. લગભગ ૬ મહિના પછી મેં હળવા યોગાસનો કરવાની શરૂઆત કરી અને ધીરે ધીરે ફરીથી પદ્મસાધના અને સૂર્યનમસ્કાર કરવાના ચાલુ કર્યા.

યોગ તમને પહેલાના અને પછીના જીવનમાં સંતુલન રાખવામાં સહાય કરે છે

માં બનવું એ એક નવજીવનની શરૂઆત છે અને હું ઘણીવાર સ્ત્રીઓને ફરિયાદ કરતી સાંભળું છું કે એક વાર બાળક આવી જાય પછી તેમને પોતાના માટે ભાગ્યે જ સમય મળે છે અને તેઓ પોતાનું “પહેલાનું જીવન” યાદ કરે છે. હું કહું છું કે ઘણો બદલાવ આવે છે છતાં પણ તમે બધી બાબતોમાં સંતુલન જાળવી શકો છો. અને આમાં યોગ તમને મદદ કરશે ! કેટલાક લોકો પૂછે છે,”આ બધી જંજાળમાં યોગ માટે સમય જ ક્યાં છે ?” પરંતુ મારા માટે પ્રસવ પછી કરેલા યોગના અભ્યાસને લીધે બીજી બાબતો માટે સમય મળવા માંડ્યો! હવે હું મારા કામ, ઘર અને તારિણીનું બહું સારી રીતે ધ્યાન રાખી શકું  છું.અને નિયમિત યોગાસનો કરવા માટે સમય પણ ફાળવી શકું છું. યોગાસનની પહેલા કરવાના “વોર્મઅપ” તેની પાછળ આખા ઘરમાં દોડવામાં કે તેને મારા ઢીંચણ પર બેસાડી રમાડવામાં થઇ જાય છે !પછી જયારે તે સુતી હોય ત્યારે હું સૂર્ય નમસ્કાર અને પદ્મસાધના માટે સમય ફાળવી લઉં છું. ક્યારેક એવું બને છે કે હું આ બધું  કરવાનું ચુકી જાઉં છું પણ મને તેનું ખરાબ નથી લાગતું કે સંતાપ નથી થતો. દરેક દિવસ જુદો જ  હોય છે પરંતુ હું શક્ય હોય તેટલું નિયમિત રહેવાનો પ્રયત્ન કરું છું.
     એક વસ્તુ જે હું ચૂકતી નથી તે છે ---સુદર્શન ક્રિયા.તે કરવામાં મારે માત્ર ૨૦ મીનીટ છે અને જયારે તારિણી સૂઈ ગઈ હોય ત્યારે હું તે સમય ફાળવી લઉં છું.દિવસ દરમ્યાન આ બધી પ્રક્રિયાઓ મને તરોતાજા તથા ઉર્જાન્વિત રાખે છે.જયારે તમે એક નવજાત શીશુની  માં હોવ છો ત્યારે રોજ એક કલાક યોગ માટે ફાળવવાનું અઘરું છે, આથી હું જયારે જ્યારે સમય મળે ત્યારે આં પ્રક્રિયાઓ કરી લઉં છું.યોગ અને ધ્યાનને લીધે હું મારી તબિયતની સંભાળ લઇ શકું છું અને શાંત રહી શકું છું.

પ્રસવ પછી વધતા વજનને યોગ દ્વારા વિદાય આપી દો

મોટાભાગની સ્ત્રીઓ માટે ગર્ભાધાન પછીની અસરોને દૂર કરવાનું અઘરું છે ,જેમ કે વજનમાં વધારો, સ્નાયુઓ ઢીલા પડી જવા,સાંધાનો દુખાવો, પીઠનો દુખાવો,, થાક લાગવો,અંતઃસ્ત્રાવોનું બનવાનું વગેરે.  મારા પેટની આસપાસ વધેલા વધારાના વજનને ઓછુ કરવાનું સહેલું નહોતું. એનાથી મારા ઢીંચણ અને પગ પર ભાર લાગતો હતો. નિયમિત યોગાભ્યાસ (પદ્મસાધના અને સૂર્યનમસ્કાર)થી મારા પ્રસવના ૬ મહિના પછી હું વજન ઉતારી શકી ! આ ઉપરાંત, હું જણાવું છું કે મેં ગર્ભાધાનના થોડા મહિના પહેલેથી નિયમિત યોગાભ્યાસ કરવાનો શરુ કરી દીધો હતો તેથી મને ગર્ભાધાન દરમ્યાન કે તે પછી સ્વાસ્થ્યની કોઈ સમસ્યાઓ ના થઇ.C-સેક્શન થવા છતાં યોગ અને ધ્યાનથી મારું જીવન ખૂબ સરળ બન્યું.

મારું બાળપણ ફરી જીવંત થયું.

માતૃત્વ ઉજવણી કરવા તથા માણવા માટે હોય છે અને આવું  તમે જો વર્તમાન ક્ષણમાં, શાંત મન અને તંદુરસ્ત શરીર સાથે હોવ,તો જ કરી શકો છો.જ્યારે તમે યોગ અને ધ્યાનને તમારા  રોજીંદા જીવનનો એક હિસ્સો બનાવો છો ત્યારે તમે તમારા શરીર તથા તમારા બાળકની જરુરીયાતો બાબતે સંવેદનશીલ બનો છો.તારિણીને શું,ક્યારે અને કેવી રીતે જોઈએ છે તે હું ખુબ સારી રીતે સમજી શકું છું. હું તેના હાવભાવ,તેનું સ્મિત અને અવારનવાર જે તોફાની હરકતો કરે છે તે માણું છું.દરેક માં આ સમયગાળામાંથી પસાર થાય છે.પરંતુ જો તમે ધ્યાન કે કોઈ સ્વરૂપે યોગ કરતાં હોવ  તો તેને વધારે સારી રીતે માણી  શકો છો. તમે તમારામાંની કુમાશ અને ભોળપણ સાથે ખરેખર સંકળાવ છો અને તમારા બાળપણના વર્ષો ફરીથી જીવો છો.આ તો તમારા બાળકની સાથે દરેક દિવસે વિકસતા જવા જેવું છે !