બંધકોણાસન (બટરફ્લાઇ પૉઝ)

બંધ =બાંધેલુ, કોણ= ખૂણો, આસન= સ્થિતિ

આ સ્થિતિનું નામ બંધકોણાસન છે. કારણકે તે જે રીતે કરવામા આવે છે, બંને પગની પાનીઓ જાંઘના  મૂળ પાસે, કોઈ ચોક્કસ સ્થિતિમા બંધાયેલા હોય તેમ બંને હાથથી જોરથી પકડીને રાખવામા આવે છે. આ ખૂબ  જાણીતી સ્થિતિ છે, જે બટરફ્લાઇ આસન તરીકે પણ ઓળખાય છે. કારણકે પગની સ્થિતિ યોગાસન દરમિયાન પતંગિયુ તેની પાંખ ફફડાવી રહ્યું હોય એવી દેખાય છે. આ સ્થિતિ ઘણી વખત મોચી( અંગ્રેજીમાં કોબલર) આસાન તરીકે પણ ઓળખાય છે. કારણકે મોચી જ્યારે પગ વાળીને કામ કરે છે ત્યારે તેના પગ આ સ્થિતિમાં  રહેતા હોય છે.

બંધકોણાસન (બટરફ્લાઇ પૉઝ) કેવી રીતે કરવું

  • તમારી કરોડરજ્જુને ટટાર રાખીને બેસો, પગને સીધા ફેલાવો.
  • હવે ઘુંટણ ને વાળો અને તમારા પંજા જનનાંગો તરફ લાવો. તમારા પગના પંજા એક બીજાને અડકતા હોવા જોઇએ.
  • તમારા બન્ને હાથથી તમારા પગના પંજાને પકડો, તમે આધાર માટે તમારા હાથને પંજાની નીચે મૂકી શકો છો.
  • તમારી એડીને જનનાંગો તરફ જેટલુ શક્ય હોય તેટલું લાવવા પ્રયાસ કરો..
  • એક ઊંડો શ્વાસ અંદર લો, અને પછી શ્વાસ બહાર કાઢતા કાઢતા જાંઘો અને ઘુંટણને જમીન પર દબાઓ.નીચે દબાવીને રાખવા માટે હળવો પ્રયત્ન કરો.
  • હવે બંને પગને ઉપર અને નીચે તરફ હલાવો. પતંગિયાની પાંખોની જેમ, ધીમેથી શરૂ કરો અને પછી ઝડપ વધારો. તે દરમિયાન સામાન્ય શ્વાસ ચાલુ રાખો.
  • જાણે કે ઉંચે ને ઉંચે ઉડતા હોવ એમ જેટલું ઝડપથી તેમજ સરળતાથી કરી શકો એટલું ઝડપથી કરતા રહો. હવે ઝડપ ઘટાડતા જાવ અને ક્રમિક રીતે બંધ કરો. એક ઊંડો શ્વાસ લો અને પછી શ્વાસ બહાર કાઢતાં કાઢતાં આગળ ઝૂકો, 
  • એ વખતે તમારી દાઢી ઉપર રાખો અને કરોડરજ્જુ ટટ્ટાર  રાખો. તમારી કોણીઓ જાંઘ પર દબાવો અથવા ઘુંટણ પર દબાવો. ઘુંટણ અને જાંઘને જમીન તરફ  દબાવો.
  • જાંઘની અંદરના ભાગમાં ખેંચાણ અનુભવો અને સાથે ઊંડા લાંબા શ્વાસ લેતા રહો.
  • સ્નાયુઓને આરામ આપતા આપતા એક  ઊંડો શ્વાસ લો અને પીઠનો ઉપરનો ભાગ (ટોરસો- વાંસો) ઉપર ઉઠાવો
  • જ્યારે  તમે શ્વાસ બહાર કાઢો, ત્યારે ધીમેથી આ સ્થિતિને છોડી દો. પગને તમારી સામે સીધા ખોલો અને વિશ્રામ કરો.

બંધકોણાસન ના ફાયદાઓ.(બટરફ્લાઇ પૉસ)

  • આ આસનથી જાંઘની અંદર, ઘૂંટણમાં, જાંઘના મૂળમાં તેમજ કૂલાના ભાગમાં  ખૂબ ખેંચાણ આવવાથી તે તમારી લચકતાને (ફ્લેક્સિબિલિટીને) વધારે છે.
  • આંતરડામાં અને પાચન ક્રિયામાં મદદ કરે છે.
  • ચાલવાથી તેમજ ઉભા રહેવાથી લાંબા સમયથી લાગેલો થાક ઉતારવામાં મદદ કરે છે,વિશ્રામ આપે છે.
  • સ્ત્ર્રીઓને માસિક ધર્મની  અગવડતામાં અને મેનોપૉઝના લક્ષણોમાં તેમજ જો નિયમિત
  • ગર્ભવસ્થા માં અંતિમ સમય સુધી કરવામાં આવે તો સરળ પ્રસૂતિ કરવામાં મદદરૂપ થાય  છે. 

બંધકોણાસનમાં (બટરફ્લાઇ પૉઝ) વિસંગતતા

જો તમે જાંઘના  મૂળ અથવા ઘુંટણ ની ઈજાથી પીડાતા હોવ, તો તમે બહારની તરફ,  જાંઘના આધાર માટે ધાબળો ચોક્કસ  મુકી શકો છો. એવી હાલતમાં ધાબળાના આધાર વગર આ યોગાસન ન કરશો. રાંઝણ(સાયેટિકા) ના દર્દીઓ પણ આ આસાન સંપૂર્ણપણે ટાળી શકે છે અથવા તકિયા પર બેસીને કૂલાને ઉપર રાખીને કરી શકે છે. જો તમને  પીઠમાં નીચેના ભાગમાં  કોઈ તકલીફ  હોય, તો ફક્ત વાંસાને ટટ્ટાર રાખીને જ આ આસન કરવુ. આગળ નમીને વાંસાને વાંકો  વાળવાનું ટાળવું.

 

આગળ વાંચો:અર્ધમત્સ્યેન્દ્રાસન

<< બિલાડી આસનઅડધા વાંસાનો વળાંક >>

 

(ફાયદાકારક યોગાસનો)

યોગાભ્યાાસથી  શરીર અને મનમાં ઘણાં બધાં સ્વાસ્થ્યના ફાયદાઓ થાય  છે, પણ યાદ રાખો કે એ દવાનો વિકલ્પ નથી. એ મહત્વનું છે કે યોગાસન પ્રશિક્ષિત આર્ટ ઓફ લિવિંગ યોગ શિક્ષકની દેખરેખ હેઠળ શીખવું. કોઈ પણ તબીબી સ્થિતિમા યોગાભ્યાસ ડોક્ટરની તેમજ આર્ટ ઓફ લિવિંગ યોગ શિક્ષકની સલાહ મુજબ જ કરવો તમારી નજીકમાં આર્ટ ઓફ લિવિંગ યોગ કોર્સ અને આર્ટ ઓફ લિવિંગનું કેન્દ્ર શોધો. શું તમને શિબિરોની માહિતી જોઇએ છે અથવા પ્રતિસાદ આપવો છે? તો અમને લખો info@srisriyoga.in.