ભુજંગાસન

આ આસન સાપે તેની ફેણ ઊંચી કરી હોય તેવું દેખાય છે. ભુજંગાસન પદ્મસાધના અને  સૂર્ય નમસ્કાર માં કરાતી શ્રેણીમાંનું એક યોગાસન છે.

ભુજંગ=  સાપ

ભુજંગાસન કેવી રીતે કરવું ?

 

  • જમીન પર પગની આંગળીઓ  સપાટ રાખીને તથા કપાળ મુકીને પેટ પર સૂઈ જાવ. તમારા બંને પગના પંજા તથા એડીઓ હળવેથી એકબીજાને  સ્પર્શે તેમ રાખો. તમારી હથેળીઓ ખભા નીચે જમીન પર ઊંધી મુકો, તમારી કોણીઓ સમાંતર તથા શરીરના ઉપરના ભાગની નજીક રાખો.
  • એક ઊંડો શ્વાસ લેતા લેતા ધીરેથી તમારુ માથુ ,છાતી તથા પેટને  ઊંચા લાવો,નાભિને  જમીન પર રાખો.
  • તમારા શરીરનો ઉપરનો ભાગ તમારા હાથના સહારા વડે પાછળ તરફ  ખેંચો.. 
  • સાવચેતી : તમે બંને હથેળી પર સરખો ભાર મૂકી રહ્યા છો.
  • કરોડરજ્જુના એક એક મણકાને વાળતા જતા સજગતાથી શ્વાસ લેતા રહો. જો શક્ય હોય તો તમારી પીઠને બને તેટલી કમાનની જેમ વાળો અને હાથ સીધા રાખો, તમારું માથું પાછળની તરફ નમાવો તથા ઉપર જુઓ.
  • સાવચેતી: તમે બંને હથેળી પર સરખો ભાર મૂકી રહ્યા છો.
  • કરોડરજ્જુના એક એક મણકાને વાળતા જતા સજગતાથી શ્વાસ લેતા રહો. જો શક્ય હોય તો તમારી પીઠને બને તેટલી કમાનની જેમ વાળો અને હાથ સીધા રાખો, તમારું માથું પાછળની તરફ નમાવો તથા ઉપર જુઓ.
  • સાવચેતી: તમારા ખભા કાનથી દૂર છે. તમારા ખભાને વિશ્રામમય રાખો, જો તેમ કરવા  કોણીઓ વાળવી પડે તો વાળો. નિયમિત મહાવરાથી તમે કોણીઓ સીધી રાખીને  પણ વળાંક વધારે ઊંડો કરી શકશો.
  • ધ્યાન રાખો કે તમારા પગના પંજા હજી એકબીજાની નજીક હોય. હસવાનું અને શ્વાસ લેવાનું ચાલુ રાખો. હસતા સાપ !
  • વધારે પડતું ખેંચાણ ન કરો કે તમારી જાતને વધારે પડતો શ્રમ ન આપો.
  • શ્વાસ બહાર કાઢતા ધીરેથી તમારું પેટ,છાતી અને માથું  જમીન પર પાછા લાવો.

ભુજંગાસનના ફાયદા

  • ખભા અને ગરદનને વિસ્તૃત કરે છે.પેડુને મજબૂત કરે છે. 
  • આખી પીઠ તથા ખભાને મજબૂત કરે છે.
  • પીઠના ઉપરના તથા મધ્યભાગની કુમાશ વધારે  છે.
  • છાતીને પહોળી કરે છે.
  • રક્તપ્રવાહમાં સુધારો કરે છે.
  • થાક અને તણાવ ઓછા કરે છે..
  • શ્વસનતંત્રની બિમારીઓ જેમ કે દમ થયો હોય તેવા લોકો માટે સહાયરૂપ (પરંતુ દમના હુમલા વખતે આ આસન ના કરવું).

ભુજંગાસનમાં લેવી પડતી  સાવચેતી

  • સગર્ભાવસ્થા દરમ્યાન કે પાંસળીઓ કે કાંડાનું ફ્રેકચર થયું હોય ત્યારે અથવા હર્નિયા જેવી પેટની શસ્ત્રક્રિયા નજીકના ભૂતકાળમાં કરાવી હોય તો ભુજંગાસન ન કરવું.
  • કાર્પેલ ટનલ સિન્ડ્રોમથી પીડાતા હો તો પણ ભુજંગાસન ન કરવું.
  • જો ભૂતકાળમાં કોઈ લાંબાગાળાના રોગ કે કરોડરજ્જુની બિમારીથી પીડાયા હોવ તો ભુજંગાસન આર્ટ ઓફ લીવીંગ યોગ ના શિક્ષકના માર્ગદર્શન નીચે કરવું.

 

 પેટ ઉપર સૂઈને કરતાં યોગાસનો

 

<< વિપરીત શલભાસન ધનુરાસન >>

 

(લાભદાયક યોગાસનો)

યોગનો અભ્યાસ શરીર તથા મનના વિકાસમાં સહાય કરે છે, સ્વાસ્થ્યના ઘણા ફાયદા કરે છે, છતાં તે દવાનો વિકલ્પ નથી. તાલીમ પામેલા આર્ટ ઓફ લીવીંગના યોગ tના શિક્ષકની દોરવણી હેઠળ યોગાસન શીખવા અને અભ્યાસ ચાલુ  રાખવો એ અગત્યનું છે. કોઈ બિમારીના સંજોગોમાં ડોકટર તથા આર્ટ ઓફ લીવીંગના યોગના શિક્ષકની સલાહ લઈને યોગનો અભ્યાસ કરવો.આર્ટ ઓફ લીવીંગ યોગના કોર્સ  વિષે માહિતી મેળવો તમારા નજીકના આર્ટ ઓફ લીવીંગના કેન્દ્ર માં શું તમારે કોર્સીસ વિષે માહિતી જોઈએ છે કે તમારા મંતવ્યો વ્યક્ત કરવા ઈચ્છો ? અમને  info@artoflivingyoga.inપર લખો.

Interested in yoga classes?