નિરોગી (તંદુરસ્ત- આરોગ્યપ્રદ) જીવનશૈલી માટે ધ્યાન

મને કેવી રીતે ખબર પડે કે હું નિરોગી જીવનશૈલી જીવી રહ્યો છું? મારી નિરોગી જીવનશૈલી નું સ્તર કેટલુ ઉંચુ છે? હું તેને કેવી રીતે સુધારી શકુ? ઍવુ કઈંક તો  છે જેના માટે આપણે બધાં જીવનમાં ક્યારેક તો આશ્ચર્યચકિત થતાં જ હોઈઍ છીઍ. તમારી  જીવન જીવવાની રીત  પરથી તમારી જીવનશૈલી નક્કી થાય છે.

ઍવું ચોક્કસ કઈંક છે જે  તમારી જીવનશૈલીના સ્તરને સુધારવામાં મદદરૂપ થાય છે. તે છે ધ્યાન, ઍવું  ઘણાં બધાં લોકો કહે છે. તો ચાલો નિરોગી જીવનશૈલી માટે કેટલાક મુદ્દાઓ જોઈઍ અને ધ્યાન કેવી રીતે તમને આ  બાબતમાં મદદરૂપ થાય છે તે જોઈઍ.

#1 સ્વાસ્થ્યપ્રદ ખોરાક

ધ્યાનમાં રાખવા જેવી કેટલીક વસ્તુઓ

મારા ખોરાકમાં કેટલી આરોગ્યપ્રદ વસ્તુઓ  હોય છે? શું હું નિયમિત મારા શરીરને જોઈઍ તેના થી વધુ / ઓછું ખોઉં છું?

ખરેખર, ખોરાક ઍ શક્તિનો ખૂબ અગત્યનો સ્તોત્ર છે, ઍટલે યોગ્ય માત્રામાં અને યોગ્ય પ્રકારનો ખોરાક યોગ્ય સમયે લઈઍ તો તે  તમારી તંદુરસ્તી અંગેનો નિર્ણય લેવામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. મોટા ભાગે આપણે  ફકત આપણા સ્વાદને ખાતર  જ તંદુરસ્તીના ભોગે અયોગ્ય ખોરાક ખાઈ લઈઍ છીઍ.ઘણા લોકો જણાવે છે કે નિયમિત ધ્યાન કરવાથી આરોગ્યપ્રદ ખોરાક લેવાનું તેમના માટે વધુ સરળ થઈ જાય છે.

 

#2 આપણી ઉંઘની ગુણવત્તા અને સમય

ધ્યાનમાં રાખવા જેવી કેટલીક વાતો

શું હું ક્યારેક સવારે, લાંબી નીદ્રા લીધા પછી પણ, ઉઠું ત્યારે થાક અનુભવું છું? હું સામાન્ય રીતે દિવસમાં કેટલાં ક્લાક સૂવુ છું?

ધ્યાનમાં રાખવા જેવી કેટલીક વાતો: શું હું ક્યારેક સવારે, લાંબી નીદ્રા લીધા પછી પણ, ઉઠું ત્યારે થાક અનુભવું છું? હું સામાન્ય રીતે દિવસમાં કેટલાં ક્લાક સૂવુ છું?

તમે જ્યારે ખૂબ થાકેલા હો ત્યારે તમને પહેલો વિચાર શું આવે છે? "મને લાગે કે મારે ઓછી નીંદ્રા લેવી જોઈતી
હતી" પુરતી( ૭ થી ૮ કલાક દિવસની) ઉંઘ સાથે તેની ગુણવત્તા પણ (કેટલી ગાઢ નીદ્રા આવે છે તે )  આરોગ્ય માટે મહત્વનું  પરિબળ છે.

ધ્યાન તમારી ઉંઘની ગુણવત્તા સુધારે છે.કેવી રીતે? વ્યવસ્થિત ઉંઘ ન આવવાનું ઍક મુખ્ય કારણ છે તણાવ. નિયમિત ધ્યાન કરવાથી તણાવના હૉર્મોન ઓછા થાય છે. જેને લીધે મન શાંત  થાય છે અને ગાઢ તથા આરામપ્રદ ઉંઘ આવે છે.

#3 કાર્યરત રહો (સક્રીય રહો)

ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો

હું કેટલી વખત શારીરિક અને માનસિક થાક અનુભવું છું? હું દિવસ
દરમ્યાન કેટલી વખત કુદરતી રીતે જ કાર્યશીલ  અને ખુશ રહું છું?

દિવસ દરમ્યાન કેટલાં બધાં કાર્ય કરવાનાં હોય છે ખરુને? અને દેખીતી રીતે જ આપણે બધા જ કાર્ય
આપણી પૂરેપુરી ક્ષમતા મુજબ કરવા હોય છે. કોઈક દિવસે આપણે કુદરતી જ ખૂબ સક્રીય હોઇઍ અને
કોઈક દિવસે આપણે થોડા આળસુ થઈ જઈઍ. નિયમીત ધ્યાન કરનારા ઘ્ણા જણાવે છે કે ધ્યાન તેમને
દિવસ દરમ્યાન વધુ સક્રીય અને ખુશ રાખે છે. અરે જ્યારે તેઓ થાકી ગયા હોય ત્યારે થોડી મિનિટનું ધ્યાન
તેમને ફરી ચેતનવંતા કરી દે છે.

 

 

#4 તમારી જાતને ફુરસદ માટે પૂરતો સમય

ધ્યાનમાં રાખવા જેવી બાબત

હું દરરોજ કેટલો સમય મને ગમતા અને મને આરામ આપતા કામમાં વિતાવું છું?

તમે નોંધ્યું હશે  કે જ્યારે તમે તમારા મન અને શરીરને આરામ કરવાની તક આપો છો ત્યારે તમારી કાર્ય શક્તિ વધે છે? પણ મોટે ભાગે આપણે ફરિયાદ કરતા હોઈઍ છીઍ કે  મારે ઘણું બધું કરવાનું છે, પણ મારી પાસે  સમય નથી , ખરુ ને? તમારી જાતને ફુરસદ આપવાનો (હળવી કરવાનો) ઍક શ્રેષ્ઠ્ રસ્તો છે ધ્યાન. બસ ૨૦ મિનિટ આઁખોં બંધ રાખીને બેસવાથી તમારૂ મન સ્થિર અને શાંત થઈ જશે.

ધ્યાનની સાથે સાથે, તમારી જાતને હળવી કરવાના અન્ય બીજા પણ રસ્તા છે, કોઈ શોખ અથવા અન્ય કંઇ પણ જે તમને હળવા કરે-જેવા કે પુસ્તક વાંચવુ કે તમારા પડોશીના કુતરા સાથે રમવું. હવે સારા સમાચાર ઍ છે કે ધ્યાન તમને તમારા કાર્યમાં વધુ નિપુણ બનાવે છે જેથી તમે તમારૂ કામ સામાન્ય કરતા જલ્દી પૂરૂ કરી શકો છો જેથી વધુ ફુરસદનો સમય મળે છે.

 

#5 કામમાં આનંદ

ધ્યાનમાં રાખવાની કેટલીક વાતો

રોજ સવારે શું હું ખરેખર કામના દિવસની રાહ જોઉં છું કે હું ઍવું વિચારુ છું કે "હે ભગવાન-બીજો કામનો દિવસ?

વિચારો કે, તમને ક્યારે ખરેખર કામ કરવામાં આનંદ આવે છે? ઍક વાત ચોક્કસ છે જો તે તમારા રસનો વિષય હોય. વળી ઍવુ ય નથી શું કે જ્યારે તમે તમારૂ શ્રેષ્ઠ આપી શકતા હો ત્યારે. કેમકે જ્યારે તમે બરાબર  કામ કર્યું હોય ત્યારે તમે સંતોષ અનુંભવો છો અને આ સંતોષ તમને આનંદ આપે છે.

તમે તમારૂ શ્રેષ્ઠ કેવી રીતે આપી શકો? ઍક જવાબ છે ધ્યાન જે  સરળ છે ,ધ્યાનથી તમે વધુ કેન્દ્રિત થાઓ છો . જેને કારણે તમારી કાર્યક્ષમતા વધે છે, કાર્યક્ષમતા વધવાથી ઉત્પાદન  વધે છે પરીણામે તમારો  કાર્ય કર્યાનો સંતોષ વધે છે..

#6 સારૂ સામાજીક વાતાવરણ

યાદ રાખવા જેવી વાતો

મારે કેટલા મિત્રો છે? તેઓ સાથે મારા કેવા સંબંધો છે? શું હું મિત્રોની સંખ્યા વધાર્યા કરૂ છું કે શું તેનાથી ઉલ્ટુ છે?

"મનુષ્ય ઍક સામાજીક પ્રાણી છે"?  આપણું સામાજીક વાતાવરણ આપણા આરોગ્યનો બહુ અગત્યનો હિસ્સો છે. તેનો આધાર છે આપણે લોકો સાથે  કેવી રીતે ભળીઍ છીઍ. શું ઍ સારું નથી કે આપણે  સુખ દુખ વહેંચી શકીઍ? જ્યારે તમારે જરૂર હોય ત્યારે તમે તમારા  સામાજીક વર્તુળ પર આધાર રાખી શકો છો.

આપણું સામાજીક વર્તુળ કેમ સારૂ થઈ શકે? હળીમળીને  મૈત્રીભાવથી રહેવું એ આપણો સ્વભાવ છે.  આપણે હંમેશા આપણા આ ગુણને  વધારી શકીઍ છીઍ. ધ્યાન આપણે અન્ય તરફ સંવેદનશીલ બનાવે છે, આપણામાં સ્વીકારની  ભાવનાનો  ગુણ વિકસે  છે, આપણો પરસ્પર  સંપર્ક  અને અભિવ્યક્તિ સુધારે છે. આ બધા ગુણો સાથે આપણે અન્ય લોકો સાથેના આપણાં સંબંધને વધુ સુદ્ર્ઢ  કરી શકીએ  છીઍ અને સારા સંબંધો કેળવી શકીઍ છીઍ.

#7 ઓછી માંદગી

કેટલીક ધ્યાનમાં રાખવા જેવી વાતો

તમે કેટલીવાર બીમાર પડો છો?

ઍક તો  નિયમિત ધ્યાન રૉગ પ્રતિકારકશક્તિ વધારે છે ઍટલે બીમાર થવાની શક્યતા ઘટી જાય છે અને બીજુ  તમે બીમાર થાવ તો પણ ધ્યાન કરવાથી તબિયતમાં ઝ્ડપથી  સુધારો થઇ જાય છે.

ધ્યાન વિષે સૂચનો

  • સ્વભાવિક છે કે આપણને  સહુને તંદુરસ્ત રહેવું છે ખરુને? ઉપર જણાવેલ સૂચનો ધ્યાનમાં રાખો. ધ્યાન તમને તમારામાં આવતા હકારાત્મક  બદલાવ જોવાની તક આપશે.
  • રોજ ઍક વખત ધ્યાન કરવું સલાહભર્યુ  છે. તમે  તમારી જાતે ધ્યાન કરવાનું શરૂ કરી શકો અથવા કોઈ નિષ્ણાંત  પાસે શીખી શકો. તે તમને ધ્યાનની ગહનતાનો અનુભવ કરાવશે.
  • ધ્યાન કરવા માટે  તમે તમારો સાથીદાર પણ શોધી  શકો છો, જેની સાથે તમે ધ્યાન કરી શકો. ધ્યાનના સાથીદાર તમને નિયમિત રહેવામાં મદદરૂપ થશે.

શ્રી શ્રી રવીશંકરજીની જ્ઞાન વાતોમાંથી પ્રેરિત 

દિવ્યા સચદેવ દ્વારા

ભારતી હરીશ  કે જેઓ સહજ સમાધી ધ્યાનના નિષ્ણાંત છે તેઓઍ આપેલ માહિતી પરથી.