બેંગ્લોરમાં ધ્યાનના વર્ગો

જો તમે બેંગ્લોર, તેની બધી ખાસિયતોની પહેલાંનું  “ગાર્ડન સીટી” કે જે જયાનગરના શાંત વિસ્તારમાં સ્થપાયેલું છે, ત્યાંથી ઇલેક્ટ્રોનીક સિટીના  "ઇન્ફોર્મેશન ટેક્નોલોજી" સેંટર તરીકેની મઝા માણવાનું વિચારતા હો તો આ અતિક્રીયાશીલ શહેરમાં તમને વધારે મઝા માણવામાં મદદ કરે એવું કૈક અહી છે. માત્ર ૨૦ મીનીટનું ધ્યાન !

બેંગલોરવાસી તરીકે તમને તમારા દિવસનો મોટો ભાગ ,દિવસના ૧૦-૧૨ કલાક ,માટે કામ કરવાની ટેવ પડી ગઈ હશે.  શહેરના બીજા કોઈ પણ રહેવાસીની જેમ તમે પણ સખત મહેનત કરવી અને  છતાં પણ જીંદગી પૂરેપૂરી માણવી એવા ઉત્સાહથી જીવતા હશો. કામની જગ્યાએ લાંબા, અતિવ્યસ્ત અઠવાડીયા પછી મિત્રો  સાથે પાર્ટી કરવા તથા હરવા ફરવાની  મજા થી ભરપૂર શનિ-રવિ માટે શું તમે ઉત્સુકતાથી રાહ નથી જોતા?

વિચારી જુઓ—આ બધું હરવું ફરવું મજાનું છે. તમને લાગશે કે મિત્રોને મળવામાં  તથા તણાવ ઓછો કરવાથી મજા  આવે છે.પરંતુ, તમને માત્ર થોડા સમય માટે મજા  આવે છે  સાથે  સાથે થાક પણ લાગે છે. સોમવારે સવારે તમને કેવું લાગે છે? તે બીજા બધા દિવસ જેવો જ  લાગે છે કે પછી તમે કામ પર ઉત્સાહથી જાવ છો?

વિચારી જુઓ—આ બધું હરવું ફરવું મજાનું છે. તમને લાગશે કે મિત્રોને મળવામાં  તથા તણાવ ઓછો કરવાથી મજા  આવે છે.પરંતુ, તમને માત્ર થોડા સમય માટે મજા  આવે છે  સાથે  સાથે થાક પણ લાગે છે. સોમવારે સવારે તમને કેવું લાગે છે? તે બીજા બધા દિવસ જેવો જ  લાગે છે કે પછી તમે કામ પર ઉત્સાહથી જાવ છો?

દુનિયાને કેવી રીતે જોવી અને માણવી તે તમે નક્કી કરો છો,માટે થોડો સમય તમે પોતાની જાત સાથે પણ  વિતાવો એ સારો ખ્યાલ છે.સહજ સમાધિ ધ્યાન આ માટેનો  એક ઉત્તમ ઉપાય છે. સરળ ધ્યાનની આ એક એવી પ્રક્રિયા છે કે જે ખાતરી આપે છે કે તે કરવાથી તમને  સારું લાગે, ભલે પછી તમારી  તબિયત સારી ન લાગતી હોય,  કામ પુરા કરવાની સમય મર્યાદા પતી ગઈ હોય, તમે હતાશ હોવ  અથવા  એમ જ તમને સારું લાગતું  હોય  અને તમે ખુશ હોવ.

મારે શા માટે સહજ સમાધી ધ્યાન શીખવું જોઈએ?

  1. મંત્ર ધ્યાનનો વિશિષ્ટ કોર્સ છે.
  2. શીખવામાં સરળ  છે
  3. બેંગ્લોરમાં સહજના વર્ગ  શોધવા સહેલા છે
  4. એ માત્ર ૨૦ મીનીટનું ધ્યાન છે
  5. એક વાર શીખીને પછી જાતે કરી શકાય છે
  6. પુષ્કળ ફાયદાઓ છે.
  7. નિયમિત ફોલોઅપ થાય છે.

કામની જગ્યાએ ૧૦ કલાક ગાળ્યા પછી વળતી વખતે સર્પાકાર ટ્રાફિકની હરોળોમાંથી તમારે રસ્તો કાઢવાનો હોય તો પણ તે તમને શાંત રાખશે.જો તમે કોઈ મલ્ટીનેશનલ કંપનીમા ખૂબ સારી નોકરીને લીધે એ શહેરમાં રહેવા આવ્યા હોવ તો તે તમને આ શહેરની આબોહવા તથા ખોરાકને અનુરૂપ થવામાં મદદ  કરશે.

વ્યસ્ત જીવનશૈલી ધરાવતા  જયનગરના એક રહેવાસી જણાવે છે કે ,”જયારે હું ખૂબ થાકી જાઉં છુ ત્યારે ધ્યાન કરવા માટે એક  શાંત ખૂણો શોધું છું.માત્ર ૨૦ મીનીટનું સહજ સમાધિ  ધ્યાન તરત જ  મને ઊંડો વિશ્રામ આપે છે અને હું ફરીથી તરોતાજા  થઇ જાઉં છું.મેં ૫ વર્ષ પહેલા આ પ્રક્રિયા શીખી હતી.અને દરેક વખતે તે ભરોસાપાત્ર ઉપાય લાગે છે.

સહજ સમાધિ ધ્યાન એક વિશિષ્ટ કોર્સ શેને લીધે છે?

(કેટલાક સહજ સમાધિ ધ્યાનના નિષ્ણાતોના મતાનુસાર)

#1 સરળ છતાં અસરકારક

મોટાભાગના લોકોને એમ લાગે છે કે કૈક અસરકારક શીખવા માટે તમારે બહુ મહેનત કરવી પડે અને જે  કઈ આપણને સરળતાથી મળી જાય છે તે એટલું અસરકારક હોતું નથી. સહજ સમાધિ ધ્યાન એવી રીતે બનાવાયું છે કે તે અસરકારક હોવા છત્તા આપણને સહેલાઈથી પ્રાપ્ય છે અને  શીખવાનું સહેલું છે.

#2 વધારે ઊંડાણમાં જવા માટેનું સાધન

જો તમારે બેંગ્લોરમાં  જયાનગરથી કોરામંગલા જવાનું હોય તો તમે ચાલતા જઇ  શકો છો, પરંતુ જો  કારમાં જાવ તો તે વધારે સરળ,ઝડપી અને બહેતર અનુભવ આપનાર બની રહે છે. આ જ રીતે, કોર્સમાં આપવામાં આવતો મંત્ર એક શક્તિશાળી સાધન તરીકે વર્તે છે જે તમને મહેનત વગર વધારે ઊંડાણમાં લઇ જાય છે.

#3 આપણા પ્રાચીન ઋષિઓ તરફથી મળેલી બક્ષીસ છે

ધ્યાન શરીર તથા મનને આરામ આપે છે પરંતુ જ્યારે આપણે આરામ કરીએ છીએ ત્યારે કેટલીક વાર ઝોકા ખાઈએ છીએ .આપણા પ્રાચીન  ઋષિઓને આનો ખ્યાલ આવ્યો અને તમને સહજ સમાધિ ધ્યાનની સરળ રીત શીખવાડી જેમાં એક મંત્ર(અવાજનું સ્પંદન) જો ચોક્કસ રીતે વાપરવામાં આવે, તો તે  ઊંડો વિશ્રામ આપે છે અને તમને સજાગ પણ રાખે છે.

#4 ગમે ત્યાં, ગમે ત્યારે  

હું સહજ સમાધિ ધ્યાન ક્યાં શીખી શકું છું?

  1. તમારા સ્થળની નજીકના કોઈ પણ સહજ સમાધિ ધ્યાન કેન્દ્ર માં
  2. બેંગ્લોરમાં આર્ટ ઓફ લીવીંગના આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં કોઈ પણ શનિ-રવિ દરમ્યાન

મારે કઈ પૂછવું હોય તો હું કોનો સંપર્ક કરી શકું?

તમે અમને sahajsamadhi@vvmvp.org

પર ઈ મેઈલ કરી શકો છો.

તમે આ પ્રક્રિયા ગમે ત્યાં આરામથી બેસીને કરી શકો છો. ડોક્ટરને ત્યાં રાહ જોતાં,ટ્રાફિકમાં અટવાયેલા હોવ ત્યારે,(જો તમે વાહન ચલાવતા ના હો તો) ,મોલમાં મિત્રની રાહ જોતા, અને અલબત્ત ઘેર કે ઓફિસમાં પણ.

તો તમને જીજ્ઞાસા થાય છે કે બેંગ્લોરમાં ધ્યાનના ક્લાસ ક્યાં શોધવા?

બેંગ્લોરના વ્યસ્ત વિસ્તારોમાં એક સ્થળ છે જે તમારી વિવેકબુદ્ધિને જાગૃત કરી શકે છે..

જો તમે સહજ સમાધિ ધ્યાનના કોર્સમાં જોડાવાનું વિચારતા હોવ અને શાંતિની પણ ઝંખના હોય તો બેંગ્લોરમાં આર્ટ ઓફ  લીવીંગનું કેન્દ્ર એક અદભૂત પસંદગી છે.ચોતરફ લીલાછમ વૃક્ષોની અસરથી તરોતાજા થવાય છે. પક્ષીઓનો મનભાવન કલરવ  કાનમાં ઝીલાઈ જાય છે.વિશાલાક્ષી મંડપ કે જે ૫ માળનો કમળાકાર ધ્યાન માટેનો ખંડ છે તેનું નિર્મળ વાતાવરણ તમને વધારે ગહેરાઈમાં ઉતરવાની  તક આપે છે અને તમારી ધ્યાનની રીટ્રીટમાં પુરક બની રહે છે.

આ કેન્દ્રમાંધ્યાનના વર્ગમાં જોડાનાર ગુંજન કહે છે,”કુદરત સાથે તથા પોતાની જાત સાથે સંકળાવા માટે આ   શ્રેષ્ઠ જગ્યા છે.”

માટે, સહજ સમાધિ ધ્યાનના કોર્સ માટે રજીસ્ટર થવાની તક આજે ગુમાવતા નહિ ! રોજના જીવનની ધમાલમાં,પ્રાથમિકતાઓ અને ઈચ્છાઓમાં ,આ કૈક એવું છે જે તમને શાંતિ આપશે, અવશ્ય કરી લો !

શ્રી શ્રી રવિશંકરની જ્ઞાનવાણી પરથી પ્રેરિત