સુખી કુટુંબ અને સંબંધોનુ રહસ્ય

માત્ર તહેવારોની રાહ ના જુઓ, તમારા કુટુંબ સાથે દરેક ક્ષણ માણો

તમારી પાસે જે છે તે તમે વહેંચી શકો છો. 

જો તમે તમારુ કુટુંબ સુખી અને સંવાદિત થાય તેમ ઈચ્છતા હો તો પહેલા તમારે સુખી અને શાંત થવુ જોઇઍ.

સુખના ઍ સ્ત્રોત બનવાના રહસ્યને આર્ટ ઓફ લિવિંગ ના કાર્યક્રંમમા દર્શાવાતી વિશિષ્ટ તથા અસરકારક શ્વસન પ્રક્રિયાઓ તથા વ્યવહારિક જ્ઞાન દ્વારા જાણો.

તમારી લાગણીઓને અને નહી કે પ્રેમને ત્યજો

જ્યારે લાગણીઓનુ વાવાઝોડુ ઉમટે છે ત્યારે આપણે એવા શબ્દો બોલી કાઢીઍ છીઍ કે ઍવા પગલા ભરીઍ છીઍ જેનો પછીથી પસ્તાવો થાય છે. આનુ કારણ ઍ છે કે સ્કુલમા કે ઘેર આપણને કેવી રીતે ગુસ્સો,દુખ કે કોઈ નકારાત્મક લાગણી સાથે કેવી રીતે નીપટવુ ઍ શીખવાડવામા નથી આવ્યું.

અહીંજ આર્ટ ઓફ લિવિંગના હૅપીનેસ પ્રોગ્રામમાં શ્વાસ બાબતે શીખવવામા આવતું જ્ઞાન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. મનની દરેક લયને અનુરૂપ શ્વાસની પણ લય હોય છે. માટે,જ્યારે તમે તમારા મનને સીધુ નિયંત્રિત નથી કરી શકતા ત્યારે શ્વાસ વડે કરી શકો છો.

જ્યારે આપણે શ્વાસની તાકાતને સમજીએ છીએ ત્યારે આપણા વિચારો અને લાગણીઓ પર અંકુશ લાવી શકીએ છીએ,આપણી ઇચ્છા અનુસાર ગુસ્સા અને નકારાત્મક મનોભવને ત્યજી શકીએ છીએ.

આર્ટ ઓફ લિવિંગના હૅપીનેસ પ્રોગ્રામમાં શીખવાડવામાં આવતી સુદર્શનક્રિયા નિયમિત કરવાથી તમને નકારાત્મક લાગણીઓ સહજતાથી ત્યજવામાં મદદ મળે છે. હકીકતમાં , ગુસ્સા અને તણાવની માત્રા સાવ ઑછી થઈ જાય છે.પરિસ્થિતિઓને અનુરૂપ પ્રતિક્રિયા કરવાની તથા વિવેકબુદ્ધિથી વર્તવાની ક્ષમતા મેળવો છો.

જીવન પર્યંત પ્રેમને તાજો રાખવા માટે તમારે આરંભિક આકર્ષણથી તથા નિરંતર બદલાતી ક્ષમતા મેળવો.

વાતચીતમાં થઈ જતાં અંતરને માટે માર્ગ કાઢો

"તમે કેમ સમજતા નથી કે ઍવુ કહેવાનો મારો ઈરાદો નહોતો?"

તણાવ ચોક્ક્સ તમારા વિચારો,શબ્દો અને ક્રિયામાં આંતર ઉપજાવે છે.

માત્ર જયારે મન તણાવ મુક્ત હોય ત્યારે તમને વિચારોની સ્પષ્ટતા હોય છે,તમારા શબ્દો વધારે સચોટ અને ક્રિયાઓ સૌમ્ય હોય છે.

અવર્ણનીય ને વધારે સારી રીતે વ્યક્ત કરો

જો તમે બીજને સપાટી પર ભભરાવી દો કે ખૂબ ઊંડે દાબી દો તો તે ઊગતું નથી,તેને માટીની થોડું નીચે વાવવું જોઇઍ જેથી તે ઊગી શકે અને છોડ બને.

આ જ પ્રમાણે પ્રેમની અભિવ્યક્તિમાં નિયમન જરૂરી છે અને ધ્યાન કરવાથી આવું સરળતાથી થાય છે.

આર્ટ ઓફ લિવિંગના હૅપીનેસ પ્રોગ્રામમાં શીખવાડવામાં આવતીપ્રક્રિયાઓ તમને વિશ્રામ મેળવવામાં તથા તણાવમુક્ત થવામાં , વધારે સજગ તથા કુટુંબમાં અન્યો પ્રત્યે સંવેદનશીલ બનવામાં મદદ કરે છે. આનાથી તમે તમારી જાતને વધારે સહેલાઈથી વ્યક્ત કરી શકો છો અને તમે જે કહેવા માંગો છો તે જ સામેની વ્યક્તિ સમજે છે.

ઘેર શાંતિ,પ્રેમ તથા સુખની લહેરો લાવવા તમારા ડગલા ભરો.

સુખી મન તમને શાંત રહેવા દે છે,બહેતર નિર્ણયો લેવડાવે છે અને જીવનની ગુણવત્તા સુધારે છે. સુખની લહેર કેવી રીતે તમારા જીવનને પુનઃ ધબકતું કરી શકે છે તે શીખવા જમણી બાજુ આપેલો ફોર્મ ભરો.