થાકી ગયા?

જો તમે થાકતા ના હોવ,તો તમે કદી ઘરે જશો જ નહી.જો તમે થાકશો તો જ આરામ કરશો.વિશ્વની તમામ વસ્તુ/બાબતો તમને થકવી દેશે.માત્ર એક વસ્તુ તમને થાક નથી આપતી.અને તે પ્રેમ છે.પ્રેમ થી કદી થાક લાગતો નથી,કારણ કે તે તે છેડો છે,તે ઘર છે.પ્રેમ મા થાક લાગે એ શક્ય જ નથી. ખરેખર ,નોકરી પણ થાક.કંટાળો લાવે છે.થાક એ આનંદ નો પડછાયો છે.તમે ઘર બહાર તમારા આનંદ ની ઇચ્છાપૂર્તિ કરવા માટે જાવ છો.જે તમને ઘરે લાવે છે તે તમારી પ્રેમ મા રહેવાની ઈચ્છા છે.જીવન મા તમે આનંદ મેળવવા એક સ્થળ થી બીજા સ્થળે ભટકો છે.

 

જ્યાં તમે આનંદ જૂઓ છો,ત્યાં પહોચી જાવ છે,અને ત્યાં પહોચ્યા પછી તમને લાગે છે કે-આનંદ તો દુર છે,અન્ય જગ્યા એ છે.તેથી તમારે આગળ જવું પડે છે,અને આ આગળ જવાનું કંટાળો આપે છે/આ રખડપાટ કંટાળો /થાક લાવે છે. . તમારું સમગ્ર જીવન નિહાળો.બાળક એક ને એક રમકડાં ઓ થી રમી ને કંટાળી જાય છે,અને તેણે નવા રમકડાં જોઈએ છે.રમકડા ઓ થી પણ રમી ને કંટાળી જાય ત્યારે તે ઈચ્છે છે કે કોઈ માણસો તેની સાથે રમે,તે નવા મિત્રો ઈચ્છે છે.તેઓ થોડા મોટા થાય છે,અને તેની રમતો બદલાય છે.રમત નો હેતુ બદલાય છે.તેઓ હજુ પણ કંઈક વધારે ઈચ્છે.તેથી આ તો એક કંટાળા થી બીજા કંટાળા તરફ જવાની વાત છે.કિશોર/તરુણ અવસ્થા મા તમે રમકડાં નહી પરંતુ અન્ય કઈ ઈચ્છો છો.કઈ નવી ફિલ્મ આવી છે?નવી ફેશન શું છે?તમે તમારા માટે શ્રેષ્ઠ જીવન સાથી ઈચ્છો છો.તમારા લગ્ન થાય છે.તમે ઘણાજ સારા દંપતી ગણાવ છો.પછી શું?

 

તમે તમારું પોતાનું ઘર,બાળકો ઈચ્છો છો.જે લોકો કુંવારા છે તે એમ મને છે કે પરણિત લોકો સુ:ખી છે.જેઓ પરિણીત છે તે એમ વિચારે છે કુંવારા લોકો વધારે સુ:ખી છે. કેટલાક એમ વિચારે છે,બાળકો હોય તે લોકો સુ:ખી છે.બાળકો હોય તે લોકો હંમેશા એમ વિચારશે કે બાળકો જલ્દી મોટા થઇ જાય,કે જેથી તેઓ નિચિંત બની જાય.તેઓ ઈચ્છે છે કોઈ તેમણે બાળકો સંભાળ લેવા માંથી થોડા સમય માટે આરામ આપે.દરેક વસ્તુ કંટાળાજનક હોય છે. તમે એક આધ્યાત્મિક માર્ગ માંથી બીજા આધ્યાત્મિક માર્ગ મા જાવ,એક પ્રથા માંથી બીજી પ્રથા મા જાવ છો..લોકો કહે છેક-“ઓહ!!મે ૨૦ વર્ષ સુધી ધ્યાન/સાધના કરી,હું હવે સાધના થી કંટાળી ગયો છું.મને મહેરબાની કરી ને મને અન્ય કોઈ સાધના કરવા માટે કહેશો નહી.હવે તો બહુ થાય.”તે ઘણું જ કંટાળા જનક લાગે છે.લોકો પાસે સમય નથી.તેઓ ને ધ્યાન મા પણ કંટાળોં આવે છે.હવે કરવું શું?ક્યાં જવું?આરામ ક્યાં છે?આશ્વાસન કયા?શાંતિ ક્યાં?શાશ્વત શાંતિ આપે તેવો,પ્રફુલ્લિત કરે તેવો પ્રેમ કયા?અને તમે ઘરે ના આવો ત્યાંસુધી તમોને આરામ/આનંદ આવતો નથી. તમે રસ્તા પર અહીં-તહી બેઠા હોવ,પરંતુ તમે ત્યાં કાયમી હોતા નથી.તમે બ્રેક પણ લો છો.માર્ગ મા ,કેટલ આરામ ના સ્થાનો હોય છે,આરામ ગૃહનો ઉપયોગ કરો.થોડું રોકાવ અને આરામ કરો.પરંતુ તેટલુંજ.તમે કાયમ અહીં આરામ કે શાંતિ મા નહી રહો.તમારા મગજ મા તો આગળ જવાની વાત જ છે,આગળ વધો.કનીજ પૂર્ણ નથી. ઈચ્છાઓ -મગજ ની અંદર તૃષ્ણાઓ.. તમને થકવી નાખે.

 

તમારા શારીરિક શ્રમ કરતાં તમારું મગજ જ તમને થકવી દયે છે.જો તમે કઈ પણ ગમતું કામ કરતાં હોવ,અને સળંગ ૧૫ કલાક કામ કરશો તો પણ,તમે થાકશો નહી,પરનું જો તમારે અણગમતું કામ કરવાનું હોય તો તમે ૪ કલાક મા પણ થાકી જશો. તમારે ઘરે પાર્ટી,મિજબાની હોય,અથવા તો જો તમે ક્રિસમસ નું ડેકોરેશન કરતાં હોવ,તો તમે મોડે સુધી કામ કરતાં રહેશો,તેમ છતાં થાક લાગતો નથી.તમને તે કરવું ગમે છે.પરંતુ જો તમારે અણગમતી જગ્યા પર કામ કરવું પાડે,તમે ૪ વાર તો ચા અથવા કોફી પીશો તો પણ તમને કંટાળો આવશે!!!કોઈ પણ કામ ના કરો.માત્ર શાંત બેશો,અને વિચારો.તો પણ તમે ખૂબજ થાક અનુભવશો.ઘણાં લોકો ને થાક અને કંટાળો કામ નહી માત્ર વિચારો થી પણ આવે છે.તમારે આરામ કરાવો પાડશે તે વિચાર પણ થાક આપે છે.તમારે સખત મહેનત કરવાની છે –તે વિચાર માત્ર પણ થાક લાવે છે.તમે અતિશય કામ કર્યું એ વિચાર પણ-થાક લાવશે. આરામ માટે કોઈ સ્થાન જ નથી.અને જે છે તે ઈશ્વર જ છે,અને તે શરણાગતિ છે,અને તેજ પ્રેમ છે.અને તે જો તમે ખરેખર થાકી ગયા ના હોવ,તમને દરેક વસ્તુ પ્રત્યે વેરાગ્ય ના કેળવો તો પામી શકો નહી.તમે બધુંજ ઈશ્વર ને સોપી દો.તેણે શરણાગતિ કહે છે.. એક રાજા/સમ્રાટ હતો.તેણે વિશ્વ મા જે કઈ મળી શકે તે બધું જ મેળવ્યું,અઢળક સંપત્તિ,પુરેપુરો /સમગ્ર ખંડ તેનાં નિયંત્રણ હેઠળ હતો.તેણે વિચાર્યું કે- દુનિયા ના હજારો લોકો પોતાનાં તાબા મા હતા,તેની પાસે અઢળક સંપત્તિ હતી,બધીજ ખુશીઓ તેનાં ઈશારા પર હતી.તેનાં આંગળી ના ટેરવા પર સઘળું જ હતું.પરંતુ તેનાં થી પણ તેને ઘર ની શાંતિ ના મળી.તેનાં થી તો તે વધારે ને વધારે થાકતો ગયો. પછી તે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા ગયો.તે અહીથી બધેજ ભટક્યો,અહીં થી ત્યાં થી જે કઈ મળ્યું ,તે લીધુંપરંતુ તો પણ કારગત ના નીવડ્યો.થોડા સમય માટે તેણે રહત તો થઇ પરંતુ છેલ્લે તે એટલો કંટાળી ગયો કે,-તેણે બધું જ ત્યાગી દીધું.તો તે પણ કામ ના આવ્યું.રાજા તરીકે પણ ના ફાવ્યો,ત્યાગી તરીકે પણ ના ફાવ્યો.

 

એક દિવસ તે એક વૃક્ષ પાસે પડી ગયો.,તે શંતિ ની શોધ મા થાકી ગયો,તેણે યોગ્ય ગુરુ ના મળ્યા.સદગુરુ શોધવા એ આસન કામ નથી.જો કોઈ ને ગુરુ મળે ,તો પણ તેણે ઓળખાવા અને મુશ્કેલ છે.તેથી તે ઝાડ નીચે બેસી ગયો.અને તેજ વખતે એક સુકું પણ ઝાડ પર થી ખરી પડ્યું.તેણે પણ તરફ જોયું,ત્યાતો પણ પવન પૂર્વ દિશા મા તરફ ગયો તો,તે તારિફ ગયુ,અને પવન ઉત્તર દિશા તરફ વાળ્યો તો,તે દિશા માંડ્યું.આ જોઈ ને તેનાં મન/મગજ મા ઝબકારો થયો,- તેની સજાગતા જાગૃત થઇ-તેણે પોતાની સર્વે તૃષ્ણાઓ/ઈચ્છાઓ તજી દીધી.તેજ ક્ષણે તેણે આત્મસાત થયો કે-આ ક્ષણ જ શાશ્વત શાંતિ ની છે.તે ઘરે પરત આવ્યો.પોતાનું જીવન એવું બનાવ્યું –કે સુકા પાંદડા ની જેમ નિર્લેપ બની ગયો.-અને ઈશાવ્રે તમારે માટે જે કંઈ પણ નિર્માણ કરેલ છે,તેનો સ્વીકાર કરો.

 

કશાની સાથે વહી જાવ,ભૂતકાળ નો અફસોસ ના કરો, ભવિષ્ય ની આશા ના કરો,આમ જ તો બધા જ પ્રબુદ્ધ ગુરુઓ કહે છે.”સ્વ પર નિર્ભર/મગ્ન રહો,તમને લાગે કે હવે વધારે નહી થઇ શકે,આરામ કરો.”તેથી જ તો પ્રબુદ્ધ ગુરુઓ ના રહેઠાણો ને ‘આશ્રમ’ કહે છે,-જ્યાં તમે અરમ કરી ને થાક દુર કરી શકો છો.શ્રમ નો અર્થ પ્રયત્નો છે,આશ્રમ એવું સ્થાન છે જ્યાં બધાજ પ્રયત્નો છૂટી જાય છે.બધો જા માનસિક યા તો શારીરિક થાક અદ્રશ્ય થઇ જાય છે.અને આદ્યાત્મ માટે પણ તમારે ઝઝૂમવું પડતું નથી. માત્ર ત્યાં બેસો.ત્યાં દીવો છે જે તમને પ્રકાશ આપે છે.ત્માંરેતો ફફ્ત તેની તેજસ્વિતા નીચે બેસવાનું જ છે.તમે પણ દેદીપ્યમાન/પ્રકાશિત થઇ જશો.તમારે તો ફક્ત જોડાણ જ કરવાનું છે.ત્યાં બેસો અને ઈશ્વર ની અનુભૂતિ કરો.દિવ્યતાનો અંશ બની જાવ.,પછી તમે જોશો કે દુનિયા ની કોઈ પણ તાકાત તમને સ્પર્શી નહી શકે.તમે પ્રેમ નું ઉદભવસ્થાન બની જશો.તમે ખુદ જ એક વિસામો બની જશો.કોઈ પણ વસ્તુ તમને વિચલિત નહી કરી શકે. જયારે તમે થાકેલા,કાંટાળેલા હોવ,ત્યારે નાની અમથી વાત પણ તમને ઉશ્કેરી દે છે.,તમારું બટન ડાબે છે,અને તમે સંતુલન ખોઈ બેસો છો.આપણી શાંતિ એટલી બધી તકલાદી હોય છે ,કે એક નાનો ફોન પણ તેણે ભળી શકે છે.આપણી શાંતિ ના ચૂરે-ચુરા થઇ જાશે.-કોઈન થોડા જ શબ્દો શાંતિ હણવા માટે પુરતા છે.આ તકલાદી શંતિ કોઈ પણ કામ ની નથી.આપણા જીવન મા શાંતિ અને પ્રેમ તો હીરા જેવાં મજબુત જ હોવા જોઈએ.જેને કોઈ પણ હલાવી કે હણી શકે નહી.

 

સ્વ માટે ની ઈચ્છા,સભાનતા,અને બધાજ કાર્યો એ તમે જે ઊર્જા છો,તેનાજ સ્વરૂપો છે.આ ત્રણેય માંથી,એક સમયે કોઈ એક પ્રભત્વ ધરાવતું હોય છે.જયારે તમારા મા ખૂબજ ઈચ્છાઓ હોય છે,ત્યરે તમે સ્વ અંગે જાગૃત હોતા નથી.જયારે ઇચ્છાઓ હાવી/સ્વર થઇ જાય છે,ત્યારે સ્વ્ભાન તળિયે જ હોવાનું.,અને તેથી દુનિયા ના બધાજ ફિલસૂફો હમેશાં તૃષ્ણા નો ત્યાગ કરી ઈચ્છાઓ મુક્ત થવાની હિમાયતી કરતાં હોય છે. જયારે સજાગતા હાવી થઇ જાય,ત્યારે શંતિ જોખમાય છે.જયારે ઈચ્છાઓ હાવી થઇ જાય,ત્યારે તનાવ,અને દુ:ખ આપે છે.જયારે કાર્ય હાવી થઇ જાય,ત્યારે તે અજંપો અને રોગ મા પરિણમે છે.જયારે કાર્ય અને ઇચ્છાઓ ને નિષ્ઠાપૂર્વક ઈશ્વર યા તો સમાજ ના હિત માટે વાળવા મા આવે,તો સભાનતા આપોઆપ ઉજાગર થાય છે,અને આત્મ જ્ઞાન ચોક્કસ પણે થાય છે. તમે ના કરી શકો તેવું કંઈક કામ તમારે કરવાનું હોય,ત્યારે તમેઆરામ/શંતિ થી બેસી શકતા નથી.અને તમે જે ના હોવ,તેવું પણ કંઈક દેખાવું પડે તો પણ તમે અજંપો અનુભવશો. જે તમે ના કરી શકો તે તમારે ના કરવું હોય,તમે જેટલું પ્રદાન કરી શકો છો,તેનાથી વધારે પ્રદાન કરવાનું અને તમે જે કઈ કરી નાજ શકો તેની તમારી પાસે અપેક્ષા જ ના રાખવા મા આવે.. સેવા એતો માત્ર તમે જે કરી શકો છો,તેજ કરવાની અપેક્ષા છે.અને તમે અન્ય કોઈ હોવ,તેવું કોઈ પણ ઈચ્છે નહી..આ સત્ય સમજાય જાય તો તમને અત્યંત આરામ મહેસુસ કરો છો.જો તમે અતિ મહત્વાકાંક્ષી હો અથવા તો આળસુ હોવ,તો તમે સુ;ખ પામી શકતા નથી.

 

આ બન્ને પણ સારા આરામ/સુખચેન ના વિરોધી છે.આળસુ માણસ રાતે પાસાઓ ઘસશે અને બેચેન રહેશે,અને મહત્વાકાંક્ષી વ્યક્તિ પણ કાયમ અંદર થી જલતો જ રહેશે. આરામ તમારા અંદર ની પ્રતિભા,અને આવડત ને નીખરે છે,અને તમને તમારા સ્વભાવ ની નજીક/તરફ લઇ જાય છે.માત્ર થોડી અમથી લાગણી કે દૈવીશક્તિ પણ મારી સાથેજ છે તે પણ તમને ખૂબજ આરામ/ચેન આપે છે..અને પ્રાર્થના,પ્રેમ,અને ધ્યાન એ તો ઊંડા આરામ ના સ્વાદો છે.તમારે જીવન મા એક જ વસ્તુ એ કરવા ની એ છે કે તમારી શાંતિ ને મજબુત,પ્રેમ ને ગહન અને આનંદ ને શાશ્વત બનાવવા ના છે. તમારા ઘર ને ઈશ્વર નું નિવાસ બનાવો.અને ત્યાં પ્રકાશ,પ્રેમ અને સમૃદ્ધિ આવશે જ.

 

તમારા શરીર ને ઈશ્વર નો માળો/ઘર બનાવો,તો શાંતિ અને ઈશ્વર ના આશીર્વાદ મળશે જ. તમારું મન/મગજ એ ઈશ્વર નું રમકડું છે,તેવો અહેસાસ કરો,અને તમે તેની રમતો જુઓ,અને આનંદ મા રહો,દુનિયાને એક ગેઇમ/રમત તરીકે અને તેણે ઈશ્વર ના પોતાનાં પ્રદર્શન/સ્વરૂપે તરીકે નિહાળો,અને તમે તમારા અદ્વેત/સ્વ મા ખોવાઈ જશો.