યોગ વડે તમારી ઊંચાઈ વધારો

એક મહાવરો છે,”હું નાનો નથી,આ દુનિયા છે જે બહુ મોટી છે!”

આપણામાંના ઘણા પોતાના બાળપણમાં “મંકી બાર્સ” પર લટક્યા હતા કે સાયકલ ચલાવી હતી જેથી પોતાના પિતાજી સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહી શકાય.પણ તેમાં નિષ્ફળ ગયા ! હકીકતમાં, આપણામાંના ઘણાનો આ કિસ્સો છે જેઓ વિચારે છે કે જો મારી ઊંચાઈ બે ઇંચ જેટલી વધે તો તેની મારા જીવન પર અને હું જે રીતે જીવી  રહ્યો છું તે બાબતે બીજાના દ્રષ્ટિકોણ પર મોટી અસર પડશે. તાજેતરનો એક અભ્યાસ દર્શાવે છે કે સારી ઊંચાઈ એ માત્ર શારીરિક પાસા સુધી જ સીમિત નથી,પણ તે વધારે બુદ્ધિ આંક,નોકરીમાં બહેતર સંભાવનાઓ અને જીવન પ્રત્યે વધારે સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે પણ સંકળાયેલી છે.

બ્રિટનમાં કરાયેલા એક સંશોધન અનુસાર માતાપિતાની ઊંચાઈ એ એક અગત્યનું પરિબળ છે. પરંતુ સારી ઊંચાઈ મેળવવી એ માત્ર જનીન પર આધારિત નથી.આપણે શું ખાઈએ છીએ,કેવી રીતે જીવીએ છીએ અને વિચારીએ છીએ તે એટલા જ અગત્યના છે.પરંતુ આપણે શું ખાઈએ છીએ અને કેવી રીતે જીવીએ છીએ તેનું ધ્યાન રાખવા છતાં ઊંચાઈમાં વધારો કરવો ક્યારેય સહેલું રહ્યું નથી.

બ્રિટનમાં કરાયેલા એક સંશોધન અનુસાર માતાપિતાની ઊંચાઈ એ એક અગત્યનું પરિબળ છે. પરંતુ સારી ઊંચાઈ મેળવવી એ માત્ર જનીન પર આધારિત નથી.આપણે શું ખાઈએ છીએ,કેવી રીતે જીવીએ છીએ અને વિચારીએ છીએ તે એટલા જ અગત્યના છે.પરંતુ આપણે શું ખાઈએ છીએ અને કેવી રીતે જીવીએ છીએ તેનું ધ્યાન રાખવા છતાં ઊંચાઈમાં વધારો કરવો ક્યારેય સહેલું રહ્યું નથી.

તમારી ઊંચાઈ વધારવા યોગ:

આ પૌરાણિક ભારતીય પધ્ધતિ તમારી વૃદ્ધિને લગતી તમામ પૃચ્છાઓનો સરળ અને એ ત્વરિત ઉત્તર આપી શકે  છે! આશ્ચર્ય થયું? નહીને !

યોગ એટલે શરીર અને મન વચ્ચેનું જોડાણ. સ્વાસ્થ્યપ્રદ જીવવા માંટેનો આ એક સરળ અને અસરકારક ઉપાય છે જે મન શાંત કરવામાં તથા શરીરને ઝેરમુક્ત કરવામાં પણ સહાય કરે છે.તે આસનો કરતાં કરતાં શ્વાસ વડે પોતાનું ધ્યાન શરીરના જુદા જુદા ભાગ તરફ લઇ જઈને કરાય છે. ઉપરાંત, તે રક્ત પરિભ્રમણ વધારે છે તથા શરીરના અંગોનું સ્વાસ્થ્ય સુધારે છે.

મન વિશ્રામમય તથા તણાવમુક્ત થવાથી શરીર સરળતાથી વૃદ્ધિ માટેના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જે ઊંચાઈ વધારવા માટે જવાબદાર છે.એક સારી દેહાકૃતિ પણ અગત્યની છે અને તે યોગ કરવાથી મળી શકે છે

ધારવા માટે જવાબદાર છે. એક સારી દેહાકૃતિ પણ અગત્યની છે અને તે યોગ કરવાથી મળી શકે છે.

                 આર્ટ  ઓફ  લીવીંગ યોગ એ ૫ દિવસનો સ્વાસ્થ્યપ્રદ કોર્સ છે જેનું લક્ષ્ય મનના વિકાસ તથા યોગાસનો દ્વારા શરીરને પુનઃ શક્તિ પ્રદાન કરવાનું છે.નિયમિત રીતે યોગ કરવામાં ફાળવેલી થોડી મીનીટો તમારા શારીરિક વિકાસમાં તથા મનને વધારે શાંત કરવામાં સહાય કરી શકે છે. તમારી ઊંચાઈ વધારવામાં મદદ કરી શકે તેવા થોડા યોગાસનો જોઈએ:

1. ભુજંગાસન
ભુજંગાસન ખભા,છાતી અને પેઢુના સ્નાયુઓને ખેંચાણ આપે છે.તે બહેતર દેહાકૃતિ મેળવવામાં મદદ કરીને ઊંચાઈ વધારવામાં સહાય કરે છે..

2. તાડાસન
તાડાસન તમારી ઊંચાઈ વધારવા માટે કરોડરજ્જુને લાંબી તથા સીધી કરવા માટે આદર્શ આસન છે.

3. નટરાજાસન
નટરાજાસન ફેફસા તથા  છાતીને ખેંચાણ આપે છે તથા થાપા,પગ,પગની પીંડી,કાંડા,ભુજાઓ તથા કરોડના સ્નાયુઓને મજબૂત કરે છે.

4. સૂર્ય નમસ્કાર
સૂર્ય નમસ્કારમાં કરાતાં યોગાસનની ચક્રીય શ્રેણી ટૂંકા સમયમાં સાંધા અને સ્નાયુઓને ઢીલા કરવામાં સહાય કરે છે.પેઢુના અંગો વારાફરતી ખેંચાય છે અને સંકોચન પામે છે જેનાથી તેમની કાર્યશક્તિ જળવાઈ રહે છે.આના મહાવરાની પીઠ પર પણ વિશેષ અસર થાય છે કારણ કે તેમાં વારાફરતી આગળ અને પાછળ તરફ ઝૂકવાનું હોય છે.તે કરોડરજ્જુની નરમાશ સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે.

દર વ્યક્તિએ શરીરની વૃદ્ધિનો દર બદલાય છે અને તેનો આધાર ઘણાં પરિબળો પર હોય છે.યોગ તમારું શરીર વધારે નરમાશવાળું બનાવવામાં ચોક્કસ મદદ કરી શકે છે અને ઊંચાઈ વધારવામાં પણ  સહાય કરે છે.પરંતુ વ્યક્તિએ પોતાના શરીરને મળતા પોષણ વિષે પણ ધ્યાન આપવું જોઈએ .યોગના નિયમિત મહાવરાથી તંદુરસ્ત શરીર અને શાંત મન અવશ્ય પ્રાપ્ત થાય છે તથા આહારની યોગ્ય પસંદગી જોમ ટકાવી રાખવામાં સહાય કરે છે.

યોગ એક પૌરાણિક કળા છે જેનો નિયમિત મહાવરો કરવાથી આશ્ચર્યજનક પરિણામો મળે છે. બીજી કોઈ પણ પદ્ધતિની જેમ યોગ એક લાયકાત ધરાવતા નિષ્ણાત પાસેથી  જ શીખવા જોઈએ. આર્ટ ઓફ લીવીંગ યોગના કોર્સમાં તાલીમ પામેલા નિષ્ણાતો તમને વિવિધ આસનોમાં માર્ગદર્શન આપે છે અને તમારા શરીરમાં એકત્રિત તણાવને દૂર કરવામાં સહાય કરે છે.  આર્ટ ઓફ લીવીંગ યોગનો શિક્ષક તમારા શરીર અને જીવનશૈલીને અનુરૂપ યોગનો નિત્યક્રમ ગોઠવવામાં પણ સહાય કરશે.

યોગનો અભ્યાસ શરીર તથા મનના વિકાસમાં સહાય કરે છે, સ્વાસ્થ્યના ઘણા ફાયદા કરે છે, છતાં તે દવાનો વિકલ્પ નથી. તાલીમ પામેલાઆર્ટ ઓફ લીવીંગના યોગ ના શિક્ષકની દોરવણી હેઠળ યોગાસન શીખવા અને અભ્યાસ ચાલુ રાખવો એ અગત્યનું છે. કોઈ બિમારીના સંજોગોમાં ડોકટર તથા આર્ટ ઓફ લીવીંગના યોગના શિક્ષકની સલાહ લઈને યોગનો અભ્યાસ કરવો.તમારા નજીકના આર્ટ ઓફ લીવીંગના કેન્દ્ર માં  આર્ટ ઓફ લીવીંગ  યોગના કોર્સ  વિષે માહિતી મેળવો. શું તમારે કોર્સીસ વિષે માહિતી જોઈએ છે કે તમે તમારા  મંતવ્યો વ્યક્ત કરવા ઈચ્છો ? અમને info@srisriyoga.in પર લખો.