આર્ટ ઓફ લિવિંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી એ ઉના દલિત અત્યાચાર પરત્વે આપેલી પ્રતિક્રિયા

આર્ટ ઓફ લિવિંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી જેઓ હાલ જર્મનીમાં છે, જર્મની ના બેડ એન્ટોગાસ્ટ ખાતે આવેલાં આર્ટ ઓફ લિવિંગ સેન્ટર પરથી આજરોજ તેઓએ ઉનામાં દલિતો પર થયેલ અત્યાચારના બનાવ સામે આકરી પ્રતિક્રિયા આપી છે: “દેશમાં આભડછેટ અને દલિતો પર અત્યાચાર ચાલુ રહેશે તો દેશનો ઉદ્ધાર થશે નહિ, આમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. “

આર્ટ ઓફ લિવિંગ, ઉનાના તેમ જ દેશના તમામ દલિતોની સાથે છે, અને આભડછેટ તથા દુર્વ્યવહાર દૂર કરવા માટે હાલમાં કામ કરી જ રહ્યું છે, અને હવે તેનો વ્યાપ વધારવામાં આવશે.

હિંદુ ધર્મમાં જાતિ આધારિત ભેદભાવ ને કોઈ જ સ્થાન નથી. અને આવું કરનાર લોકો હિંદુ ધર્મને જાણતા નથી તેવું પણ તેમણે જણાવ્યું. દેશના સર્વાંગી વિકાસ માટે બધાં ભ્રાતૃત્વ ની ભાવના કેળવે તે ખુબ જ જરૂરી છે, તેમ જણાવી તેમણે ભોગ બનેલા લોકો પ્રત્યે સંવેદના પાઠવી છે.

સંપર્ક - webteam.india@artofliving.org