8 અસરકારક કુદરતી ઉપાયો આધાશીશી (માયગ્રેન) માટે

આધાશીશી (માયગ્રેન) એ સામાન્ય માથાનો દુખાવો જ નથી. તે અસહ્ય પીડાદાયક અને ભાંગી નાખનાર છે. કેટલીકવાર પીડા એટલી તીવ્ર હોય છે કે તમે કામ કરી શકતા નથી, આરામ કરી શકતા નથી કે તમે કોઈ રીતે રહી શકતા નથી. એક જ વારનો દુખાવો એવો તોડી નાખે છે કે એમ થાય કે આ દુખાવાનો કાયમ માટે અંત લાવી દઈએ. 

શું તમે જાણો છો કે અમેરિકાના એટલાન્ટા શહેરનાં માથાના દુખાવાના કેન્દ્રએ શોધ્યું છે કે આધાશીશીની શરૂઆત થવાનું મૂળ – એટલે કે ટ્રિગર, તણાવ છે? લગભગ ૮૦% આધાશીશીના રોગીઓ તણાવને મુખ્ય પરિબળ ગણાવે છે. અન્ય કારણો હોર્મોન્સ (૬૫%), ગંધ (૪૪%), લાઇટ (૩૮%), ધુમાડો (૩૬%), ગરમી (૩૦%) અને ખોરાક (૨૭%) છે. મેગ્નેશિયમ અથવા કેલ્શિયમની ઉણપ જેવા પરિબળો પણ ઉત્તેજક (ટ્રિગર) છે. સ્વાભાવિક રીતે, તમારે આધાશીશીનો હુમલો થવાની શક્યતા ઘટાડવા માટે આ ટ્રીગરના પરિબળોને દૂર રાખવાનો પ્રયત્ન કરવો જ જોઇએ.

જોકે પેઇનકિલર્સ પીડાને દૂર કરી શકે છે અને રાહત આપી શકે છે, તેમ છતાં, તેઓની આડઅસર થઈ શકે છે. તેઓ શરીરના તે ભાગોમાં દખલ કરી શકે છે જેને સારવારની જરૂર નથી. ચોક્કસપણે ગર્ભવતી માતાઓ માટે અને અન્ય બિમારીઓથી પીડિતા લોકો માટે આ પેઇનકિલર્સ હિતાવહ નથી.

પરંતુ, આશા ગુમાવશો નહીં. આધાશીશી માટે ઘણાય કુદરતી છતાં અસરકારક ઉપાયો છે. તમે ઘરબેઠા સરળ જીવનશૈલી પરિવર્તન કરીને આધાશીશીનો  ઉપચાર કરી શકો છો.

 

આધાશીશીથી રાહત માટેના કુદરતી ઉપાયો

૧. આધાશીશી ઘટાડવા માટે ધ્યાન કરો

જો તમે સ્ત્રી હો તો તમારે માટે સંભાવના છે કે કિશોરાવસ્થા પછી હોર્મોન્સના બદલાવથી તમારી આધાશીશીની શરૂઆત થઈ જાય. પુખ્ત વયે માઇગ્રેઇન્સથી પીડિત થવાની સંભાવના પુરુષો કરતાં તમારામાં ત્રણ ગણી વધારે છે. શું તમે માસિક દરમ્યાન અથવા બાળજન્મ પછી થતાં માઇગ્રેઇન્સથી પીડિત છો? એક અસરકારક અને ત્વરિત રાહત માટેનો ઉપાય ધ્યાન છે જે તમારા ચક્રો અથવા ઉર્જાબિંદુઓને સંતુલિત કરે છે. તણાવ સંબંધિત આધાશીશી માટે ધ્યાન એક અસરકારક સારવાર છે. તે તમને આરામ આપે છે અને દુ:ખ મટાડે છે.

આયુર્વેદિક ચિકિત્સક અને નાડી પરીક્ષક ડો. શિક્ષા ઠાકુર કહે છે, “એક નિ:શુલ્ક ઉપાય જેનાથી પરિણામો મળ્યા છે તે છે “હરિ ઓમ ધ્યાન” (ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા માર્ગદર્શિત ધ્યાન). તે તમારા વધઘટ થતાં  હોર્મોન્સને સામાન્ય સ્તર પર લાવે છે. તેમ છતાં, તમારે આનો ફાયદો મેળવવા માટે ઘણા સમય સુધી નિયમિત રીતે કરવું જરૂરી છે, ” 

ધ્યાન આડઅસરો વિના ત્વરિત રાહત આપે છે. કોઈપણ ઉંમરના સ્ત્રી કે પુરુષ તેનો અભ્યાસ કરી શકે છે. તે તમારી રક્તવાહિનીઓને શાંત કરે છે, તમારી પીડા સહન કરવાની મર્યાદામાં વધારો કરે છે અને તમને સુખાકારીથી ભરી દે છે, એમ ડો. ઠાકુર જણાવે છે.

૨. પ્રોસેસ્ડ ફૂડ ને બદલે પ્રોટીન પસંદ કરો

જંક અથવા ફાસ્ટ ફૂડ્સ ને બદલે પૌષ્ટિક આહારને અપનાવવું મહત્વપૂર્ણ છે. દિવસમાં લાંબા અંતરાલ પછી એક-બે  ભારે ભોજન લેવાને બદલે, તમારી રુચિ અને સમયપત્રકને આધારે દિવસમાં પેટભરીને ત્રણ ભોજનો અથવા નાના નાના આરોગ્યપ્રદ છ ભોજનો લો. આ તમને અચાનક આવતા આધાશીશીના હુમલાઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

કેવા પ્રકારનો ખોરાક લેવો તે વિશે વધુ જાણો.

આધશીશી માટે ચોકલેટ, વાઇન, પનીર, પ્રોસેસ્ડ માંસ, ઈસ્ટ, બદામ, અથાણાં અને મગફળીના માખણ ટાળવામાં આવે તે જ શ્રેષ્ઠ છે. વધું માત્રામાં પાણીનું સેવન આધાશીશીની સરળ સારવાર માટે જાણીતું છે.

3. વ્યાયામ

એવી ભલામણ કરવામાં આવે છે કે આધાશીશીથી પીડિત લોકો નિયમિત કસરત કરતાં રહે. વ્યાયામ તણાવ ઘટાડે છે અને શરીરમાં ઘણાં રસાયણો અને કાર્યોને સંતુલિત કરવામાં મદદ કરે છે.

સવારના ૧૫ થી ૨૦ મિનિટ ચાલવા સાથે વીરભદ્રાસન અને ગોમુખાસન જેવા સરળ આસનો કરો. તમારી ગરદનને આંચકો લાગે તેવી કસરતો કરવાનો પ્રયાસ કરશો નહીં, કારણ કે તે આધાશીશીને ઉત્તેજિત કરી શકે છે.

આધાશીશી મટાડવામાં મદદ માટે કેટલાક વધુ યોગા આસનો.

૪. વહેલા સૂવો

જ્યારે તમને દુ:ખાવો થાય ત્યારે શાંત, અંધારા ઓરડામાં સૂવું રાહત આપી શકે છે. એક નિયમિત સમયે વહેલા સૂઈ જવાથી માઇગ્રેઇન્સને દૂર રાખી શકાઈ છે. ડો. ઠાકુર ઓછામાં ઓછા સાત કલાક, ખાસ કરીને રાત્રે ૧૦ થી ૬ દરમ્યાન,  સૂવાની ભલામણ કરે છે.

ધ્યાન કેવી રીતે નિંદ્રાને સુધારી શકે છે તે વિશે વધુ જાણો. 

૫. કામ કરતા પહેલા વિરામ લો

આધાશીશીના દર્દી તરીકે તમારે જાણવું જોઇએ કે તમારે તમારી જાતને એક હદથી વધું તગડ આપવી નહીં. જ્યારે પણ તમને ખેંચાતા હોવાની લાગણી થાય ત્યારે પરિવાર અને મિત્રો સાથે અથવા એકલા પણ આરામપ્રદ રજા લો. વિશાળ ખુલ્લી જગ્યાઓ ઉપરાંત, તમે આધાશીશીથી  રાહત માટે કેટલીક વિશ્રામ કરવાની તકનીકો શીખી શકો છો. તમે અનુભવી ડોકટરો અને ચિકિત્સકોની સલાહ પણ લઈ શકો છો જેઓ બિનજરૂરી હસ્તક્ષેપ વગરની તકનીકોથી તમારા આધાશીશીને મટાડશે. તમે બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ સેન્ટરની મુલાકાત લઈ શકો છો અને અહીંના શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરી શકો છો.

૬.  ઢળી પડતાં પહેલા આરામ કરો

ભાંગી પડવાની રાહ જોશો નહીં. એક શોધમાં જાણવા મળ્યું છે કે સ્ટ્રેસ હોર્મોન્સનું અસંતુલન વિશ્વભરમાં ૮૦% આધાશીશી કિસ્સાઓમાં પરિણમે છે. સુદર્શન ક્રિયા કે જે તણાવ મુક્ત કરવા માટેની શ્વાસની અનોખી તકનીક છે, દૈનિક આધાશીશી સારવારમાં અસરકારક સાબિત થઈ છે. તે મજ્જાતંત્રને શાંત કરે છે અને સ્ટ્રેસ હોર્મોન્સને સંતુલિત કરે છે.

સુદર્શન ક્રિયા વિશે વધુ જાણો.

નોંધ: સુદર્શન ક્રિયા પહેલાં ભ્રામરી પ્રાણાયામ કરવું એ ખૂબ ફાયદાકારક છે કારણ કે તે સેરોટોનિન મુક્ત કરે છે અને બાળજન્મ પછીના કે માસિક ધર્મને લગતા માઇગ્રેન પર અસર કરે છે. "તે અગ્ર શ્વસનમાર્ગને શાંત કરે છે, જે આધાશીશી હુમલા માટે સંવેદનશીલ છે,"  ડો. ઠાકુર ઉમેરે છે.

 

૭. તમારા શરીરને ડિટોક્સ કરો

તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે નિયમિતપણે શરીરને લાડ લડાવો. સંપૂર્ણ શરીરનું માલિશ આરામ આપે છે અને બધી જડતાને ઢીલી કરવામાં મદદ કરે છે. સામયિક ડિટોક્સિફિકેશન શરીરના આમ (ટોકસીન)ને  દૂર કરવામાં મદદ કરે છે. ભારત અને વિદેશમાં આર્ટ ઓફ લિવિંગ પંચકર્મ કેન્દ્રો પર પ્રશિક્ષિત ચિકિત્સકો તમને તણાવ મુક્ત થવામાં મદદ કરી શકે છે. વામન અને વીરેચના જેવી સારવાર તમારા શરીરને ડિટોક્સિફાય કરવાની કુદરતી પદ્ધતિઓ છે.

 

૮.ડરને છોડો

દુ:ખનો ડર આપણા બધામાં રહે છે, ખાસ કરીને જ્યારે આપણે પહેલા તેનો અનુભવ કર્યો હોય. શું તમે નોંધ્યું છે કે આધાશીશીનો ભય આધાશીશીને ઉત્તેજિત કરે છે? જેવી મતિ તેવી ગતિ. તમારા મનને દુ:ખનો સામનો કરવા માટેની તાલીમ આપો. જ્યારે દૂ:ખ ન હોય ત્યારે દુ:ખનો વિચાર કરશો નહીં. જો માથાનો દુખાવો અનિવાર્ય હોય, તો સૂઈ જાઓ અને આરામ કરો. તમારા મન અને શરીરને આરામ આપવાની કળા શીખો.

ધ્યાનથી ડરથી કેવી રીતે મુક્તિ મેળવવી તે જાણો. 

દવા થી વધું છે ધ્યાન

ગુરુદત્ત અન્વેકર કહે છે, “મારે હવે માઇગ્રેઇન વિશે ચિંતા કરવાની જરૂર નથી.

ગુરુદત્તે એક ગ્રાફિક ડિઝાઇનર છે જે પોતાનો મોટાભાગનો સમય કમ્પ્યુટર સ્ક્રીન સામે વિતાવે છે. સ્ક્રીન લાઇટ સામાન્ય રીતે તેના આધાશીશી હુમલાઓનું કારણ બને છે. છતાં, છેલ્લા મહિનાથી તેને આધાશીશીનો ગંભીર હુમલો  થયો નથી.

“આધાશીશીના દર્દી હોવાથી હું પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છું. તેમ છતાં, હવે હું મારા કમ્પ્યુટરની સામે લાંબા સમય સુધી બેસી શકું છું કારણ કે મેં ધ્યાન અને સુદર્શન ક્રિયા શરૂ કર્યા પછી મારા આધાશીશીની તીવ્રતા નોંધપાત્ર રીતે ઓછી થઈ છે. મને આધાશીશીનો  હુમલો અઠવાડિયામાં બે કે ત્રણ વાર થતો હતો. હવે, તે ઘટીને બે મહિનામાં ફક્ત એક જ વાર થાય છે, ”તેમણે કહ્યું.

 

રજાક રહેમાન, ભૂતપૂર્વ પત્રકાર, જે લાંબા સમયથી આધાશીશી હુમલાઓનો ભોગ બનતા હતા, તેમણે પણ સુદર્શન ક્રિયાની ઉપચારિક અસર અનુભવી. તેમણે કહ્યું કે, જ્યારથી હું પ્રથમવાર સુદર્શન ક્રિયા શીખ્યો, જે વાતને ૧૩ વર્ષ થયા છે, મને આધાશીશી નો હુમલો થયો નથી.