સુદર્શન ક્રિયા- લયબધ્ધ શ્વાસની પ્રક્રિયા-તંદુરસ્ત શ્વાસ

'સુ' નો અર્થ છે  યોગ્ય, 'દર્શન' એટલે  દ્રષ્ટિ, અને ક્રિયા એ  શુધ્ધિકરણની પ્રક્રિયા છે. સુદર્શન ક્રિયા એટલે  શુધ્ધિકરણની પ્રક્રિયા.જેના દ્વારા વ્યક્તિ પોતાના વિષે સત્ય દ્રષ્ટિ મેળવે છે. પ્રક્રિયા શરીર, મન અને આત્મામાં સંવાદિતતાની ભાવનાનું સર્જન કરવા માટેનું સાધન છે.

૧૯૮૨ થી સુદર્શન ક્રિયા શક્તિશાળી, તંદુરસ્તી આપતી, લયબધ્ધ શ્વાસની પ્રક્રિયા છે જે જીવન જીવવાની  કળાની બધી શિબિરોનો પાયો છે. પહેલી શિબિર ૧૯૮૨ માં શીમોગામાં કરવામાં આવી હતી. જ્યાં શ્રી શ્રી રવિશંકરજીએ સુદર્શન ક્રિયા શીખવાડી .  છેલ્લા ૨૯ વર્ષથી શ્રીશ્રીએ લાખો લોકોને  જીવન જીવવાની કળાની શીબીરો દ્વારા  રોજિંદા જીવનમાં સુદર્શન ક્રિયા સાથે યોગ, પ્રાણાયામ અને ધ્યાનનો પરિચય આપ્યો.