દિવ્ય સમાજ નિર્માણ (ડી.એસ.એન.)

ડી.એસ.એન.- આ એક એવો અનોખો પરિવર્તનશીલ કાર્યક્રમ છે જે વ્યક્તિની વ્યક્તિગત મર્યાદાઓ અને અડચણોને તોડીફોડીને ને તેનાથી જોજનો દૂર ફગાવી દઈને જે તે વ્યક્તિમાં આંતરિક સ્થિરતા અને તે પોતે શક્તિનો અખૂટ સ્ત્રોત હોવાનો અનુભવ કરાવીને સહભાગીઓમાં અનુપમ સામર્થ્ય પ્રગટાવે છે.

 

આપણે જાણીએ છીએ કે દુનિયામાં સહુ કોઈને પોતાના પરિવારો, પોતાના સમુદાયો અને પોતાના વિશ્વ માટે કશુંક શ્રેષ્ઠ કરવાની ઊંડી ઇચ્છા હોય જ છે - પરંતુ પોતાનામાં જ  રહેલા સ્વભાવગત અવરોધો, જૂની-પુરાણી આદતો, સુખદ કે દુ:ખદ ઘટનાઓના ભાવનાત્મક પ્રભાવો, અલગ અલગ જાતની ભયની ગ્રંથિઓ અને પોતાના પુર્વગ્રહો વગેરેને કારણે આવી પડેલા કેટલાય નિયંત્રણો હોય છે. આ બધાને કારણે  તેઓ જીવનને  તેના સાચા સ્વરુપે જાણી કે સંપુર્ણપણે માણી શકતા  નથી.

 

ડી.એસ.એન. આ બધા અવરોધોને દુર કરીને પોતે શક્તિ અને ઊર્જાનો પ્રચંડ સ્ત્રોત હોવાનું ભાન કરાવે છે અને યોગ, શક્તિશાળી પ્રક્રિયાઓ, અને ઊંડા આધ્યાત્મિક જ્ઞાન દ્વારા જાતને  અન્ય લોકોની  સેવા કરવા માટે સંપૂર્ણપણે  તૈયાર કરે છે.

 

ડી એસ એન વર્ગમાં જોડાતા પૂર્વે જરુરી બાબતો આ પ્રમાણે છે:

હેપીનેસ (ભાગ 1) આર્ટ ઓફ લિવિંગ અથવા યેસ પ્લસ કાર્યક્રમ કરેલો હોવો જોઈએ.

 

નોંધણી કરાવવા માટે અહીં ક્લિક કરો.