ધનુરઆસન

આ યોગાસન નુ નામ તેની આસાન ની સ્થિતિની જેમ જ રાખવામા આવ્યુ છે- ધનુર.

ધનુરઆસન પદ્મસાધના નો ઍક ભાગ છે.

ધનૂર=બાણ; આસન-સ્થિતિ. ધનુરઆસન

ધનુરઆસન કેવી રીતે કરવુ.

 

  • તમારા પેટ પર આડા પડી જાવ. તમારા પગના પંજા વચ્ચે કમર જેટલુ અંતર રાખો. અને બંને હાથ શરીરની બાજુમા.
  • તમારા ઘુંટણ વાળો અને પગની ઘૂંટીઓને પકડો
  • શ્વાસ ભરો અને છાતી ને જમીનથી ઉપર ઊઠાઓ અને પગને ઉપર અને પાછળ ખેંચો.
  • સીધુ જુઓ, ચહેરા પર મૂસ્કૂરહાટ સાથે. તમારા હોટ ને વાળો તમારા શરીરના વળાંક સાથે સરખવવા.
  • તમારા શ્વાસ પર ધ્યાન રાખી યોગાસન મા સ્થિર રહો. તમારુ શરીર બાણ જેવુ દેખાય છે.
  • લાંબા અને ઉંડા શ્વાસ આ સ્થિતિમા આરામદાયક રીતે લેતા રહો. વહી ના જાવ. વધારે ખેંચતાણ ના કરો.
  • ૧૫-૨૦ સેકેંડ પછી, શ્વાસ બહાર કાઢતી વખતે, તમારા પગ અને છાતી જમીન પર લાવો. પગની ઘૂંટીઓને છોડી દો, વિશ્રામ કરો.

ધનુરઆસન ના ફાયદા

  • પીઠ અને ઉદરના સ્નયુઓને મજબૂત બનાવે છે.
  • પુનરુતપાદનના અંગોને ઉર્જા આપે છે.
  • છાતી, ગરદન અને ખભાને ખોલે છે.
  • છાતીના અન હાથના સ્નયુઓને દ્રઢ બનાવે છે.
  • પીઠ માં સુગમતા ઉમેરે છે .
  • તણાવ અને થાકને ઉતારે છે.
  • માસિક અસ્વસ્થતા અને કબજીયાત મટાડે છે.
  • લોકોને કિડ્ની ને લાગતી સમસ્યાઓથી બચાવે છે.

ધનુરઆસનને અવગણવના કારણો

  • અગર હાઈ અથવા લો બ્લડ પ્રેશર હોય, હર્નિયા, ગરદન મા ઈજા, માથાનો દુખાવો, માઇગ્રેન, કમર ની નીચેનો દુખાવો અથવા તાજેતરમા ઉદરની શાસ્ત્રક્રિયા કરી હોય.
  • મહિલાઓ દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન આ યોગાસન ના કરવું . 

 

બધા આસન જુઓ- - પેટ પર આડા પડીને. થતા આસનો

<< કોબ્રા આસન ચક્કી ચલાવવાનુ આસન >>

 

યોગાસન બધા આસન જુઓ

યોગાસન કરવાથી શરીરને અને મનને ખૂબ લાભ મળે છે. તો પણ આ દવાનો વિકલ્પ નથી. આર્ટ ઓફ લિવિંગ યોગ શિક્ષક જેમણે તાલીમ લીધી છે તેમની પાસેથી શીખવુ અને દેખરેખમા કરવુ જરૂરી છે. કોઈ પણ તબીબી પરિસ્થિતિમા યોગાસન ડોક્ટરની અને આર્ટ ઓફ લિવિંગ  યોગ શિક્ષકની સલાહ લઈને કરવા વિનંતી. આર્ટ ઓફ લિવિંગ  યોગ શિબિર તમારા નજીકના આર્ટ ઓફ લિવિંગ ના કેન્દ્ર પર શોધો. તમારે શિબિરની માહિતી જોઇઍ છે અથવા પ્રતિસાદ આપવો છે? તો અમને લખો  info@artoflivingyoga.in.

Interested in yoga classes?