નવરાત્રી દરમ્યાન ઉપવાસ
ઉપવાસ – શરીર , મન અને આત્મા નો પર્વ
શરીર અને મન ને નવી દિશા આપવાની તથા રોજ બરોજ ના ઢાંચા માં થી બહાર લાવાની તક એટલે ઉપવાસ.. ઉપવાસ - અતિ કાર્યશીલ શરીર અને અતિ વ્યસ્ત મન માટે એક ભેટ સ્વરૂપ
ઉપવાસ એટલે શરીર ની જરૂરીયાત તથા મન ની માનસિક તૃષ્ણા નો અસ્વીકાર કરવો. મનુષ્ય ના મન ની અવસ્થા છે ચોક્કસ પ્રકાર ના ઢાંચા બનાવવા અને તેમાં જ અટવાયેલા રહેવું. એક ચોક્કસ ઢાંચા પ્રમાણે ચાલવું તે અનુશાશન તો ગણાય જ પરંતુ તેના અમુક ગેરફાયદા પણ અનુભવ માં આવે છે. જયારે ખોરાક ની વાત આવે ત્યારે ઘણી વાર આપડે ભૂલી જઈએ છીએ કે આપડે જીવવા માટે ખોરાક લઈએ છીએ અને નઈકે ખોરાક માટે જીવોએ છીએ. શરીર ને એક ચોક્કસ પ્રમાણ ના ખોરાક ની આવક્શ્ય્કતા છે જયારે મનુષ્ય ની ઇન્દ્રિયોને સતત ખાવા પ્રત્યે ની લાલસા હોય છે.
નવરાત્રી માં અયુર્વેદિક રીતે ઉપવાસ
આયુર્વેદ પ્રમાણે ટુકા ગાળા અને નિયમિત ઉપવાસ કરવાની રીત યોગ્ય દર્શાવવામાં આવે છે, જેમાં વ્યક્તિગત શરીર નું બંધારણ તથા તેના શરીર ની શુદ્ધિકરણ ની આવશ્યકતા નું ધ્યાન રાખવામાં આવે છે.
આયુર્વેદ માં ઉપવાસ ના ફાયદા વિષે વિગતવાર કેહવા માં આવ્યું છે. આયુર્વેદ અનુસાર ઉપવાસ દ્વારા જઠરાગ્ની જાગૃત થાય છે તથા તેના દ્વારા શરીર અને મન માં ભરાયેલા ઝેરી તત્ત્વો નો વિનાશ થઇ શકે છે. ઉપવાસ કરવા થી શરીર વાયુ મુક્ત થાય તથા હળવું રહે છે, માનસિક રૂપે સ્પષ્ટતા આવે છે, એક ચોખી જીભ તથા તાજો શ્વાસ અનુભવાય છે. છુટક અને લાંબા ગાળા ના ઉપવાસ જેનાથી શરીર ના સ્નાયુ ઈજાગ્રસ્ત થઇ શકે છે તેવી પ્રક્રિયા આયુર્વેદ પ્રમાણે વર્જિત છે.
અયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે ઉપવાસ કરવાના ફાયદા
વૈજ્ઞાનિક સમુદાય પણ ઉપવાસ નું સમર્થન કરે છે. આપડા હાલ ના ખોરાક માં મીઠા નું પ્રમાણ જરૂરિયાત કરતાં ખાસું વધારે છે જેના લીધે શરીર માં પાણી નું પ્રતીધારણ થાય છે જે Hypertension તથા હૃદયના રોગ નું કારણ બની શકે છે. ઉપવાસ થકી શરીર માં મીઠા નું પ્રમાણ ઓછુ થાય છે.
પદ્ધતિસર ઉપવાસ કરવા થી શરીર નું શુદ્ધિકરણ થાય છે તથા મન માં અનાસક્તિ અને સમભાવ ની ભાવના નો ઉદ્ભવ થાય છે. ભલે તે પછી એક ધાર્મિક રૂપે કરવામાં આવે કે તપસ્યા રૂપે કે ભક્તિ રૂપે, ઉપવાસ સંપૂર્ણ રીતે ફાયદાકારક છે. ઉપવાસ ભૌતિક તથા આધ્યાત્મિક જરૂરિયાતો ને પોષે છે જે સંપૂર્ણ આરોગ્ય માટે જરૂરિયાત પૂરી પાડે છે.
ઉપવાસ દરમ્યાન નિયમો નું પાલન
ઉપવાસ દરમ્યાન શું કરવું અને શું ના કરવું તેના ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે તેનું પાલન અચૂક થવું જોઈએ. નાના બાળકો, વૃદ્ધો , ગર્ભવતી માતા તથા સ્તનપાન કરાવતી માતા એ ખુબજ કાળજીપૂર્વક ઉપવાસ કરવો જોઈએ, ઉપવાસ ના સંપૂર્ણ ફાયદા અનુભવવા માટે ઉપવાસ કઈ રીતે કરવામાં આવે છે તે જોવું ખુબજ જરૂરી છે.
પેહલી વાર ઉપવાસ કરવા માટે ટીપ્પણી
ખોરાક થી સંપૂર્ણ પ્રાણશક્તિ નું ગ્રહણ કરવા માટે નો સર્વપ્રથમ નિયમ છે કે પ્રવાહી પદાર્થ ને ખુબજ ધીમી ગતિએ ગ્રહણ કરવા.
જેમ ખોરાક ગ્રહણ માટે એક યોગિક પદ્ધતિ છે, તેમ ઉપવાસ કરવા ની પણ એક યોગિક પદ્ધતિ છે. ઘણા વર્ગ માટે ઉપવાસ એક નવો તથા અઘરો વ્યાયામ છે. જે વ્યક્તિ ઉપવાસ માટે નવી છે તે વ્યક્તિ એ પોતાની ક્ષમતા નો માપદંડ કરવા ધીરે ધીરે ઉપવાસ કરવો જોઈએ. જે વ્યક્તિ દિવસ માં ત્રણ વાર ખોરાક ગ્રહણ કરવાની ટેવ ધરાવે છે તેમણે ઉપવાસ ની શરૂઆત કરવા માટે બપોરના ભોજન માં થોડો અનાજ અને શાકભાજી નું ગ્રહણ કરવું જોઈએ અને પછી નો અખો દિવસ પાણી તથા જ્યુસ પર ગાળવો જોઈએ. ઉપવાસ ની રીત નક્કી કરવી પણ આવશ્યક છે જેમ કે – પાણી પર ઉપવાસ, ફળ ના જ્યુસ પર ઉપવાસ કે શાકભાજી ના જ્યુસ પર ઉપવાસ. શરીર માં નિર્જલીકરણ ન થઇ જાય તે માટે દિવસ માં ૭-૮ ગ્લાસ પ્રવાહી પદાર્થ અવશ્ય ગ્રહણ કરવો જોઈએ. ખોરાક થી સંપૂર્ણ પ્રાણશક્તિ નું ગ્રહણ કરવા માટે નો સર્વપ્રથમ નિયમ છે કે પ્રવાહી પદાર્થ ને ખુબજ ધીમી ગતિએ ગ્રહણ કરવા.
શરીર ની જરૂરિયાત થી એક દાણો પણ જો વધારે ગ્રહણ કરવામાં ના આવે તો ઉપવાસ નો સંપૂર્ણ રૂપે ફાયદો મળે છે. વાસ્તવિક રૂપે જો જરૂરિયાત કરતાં થોડું ઓછુ અન્ન ગ્રહણ કરવામાં આવે તો તે વધારે અનુકુળ ગણાય છે. ખોરાક હળવો અને સરળતા થી પચે તેવો હોવો જોઈએ. ફળ અને સુકા ફળ લાંબા ગાળા ના ઉપવાસ માટે ઉચિત છે. નિર્જલીકરણ અને અપચ થી દુર રહેવા ફળ ના ખાંડ વગર ના જ્યુસ તથા ખુબ પાણીનું ગ્રહણ આવશ્યક છે. Carbohydrate તથા સરળતા થી પછી જાય તેવા શાકભાજી થકી મળતા protein નો આહાર લેવો ઉચિત છે. ઉપવાસ કરવા થી મન હળવું રહે છે જે તમારી પ્રાર્થનાને એક ઊંડો અનુભવ આપે છે. મોહનદાસ કરમચંદ ગાંધીજી એ ૨૧ દિવસ ના ઉપવાસ ને “૨૧ દિવસ ની અવિરત પ્રાર્થના” તરીકે સંબોધી કહ્યું હતું કે “ઉપવાસ વગર પ્રાર્થના સફળ નથી”.
યોગ આસન તથા ધ્યાન ઉપવાસ દરમ્યાન ઉપયોગી થાય છે
ઘણા લોકો ઉપવાસ દરમ્યાન માનસિક અશક્તિ અનુભવે છે તથા કોઈ પણ વ્યાયામ માં જોડાવવા પ્રત્યે રૂચી બતાવતા નથી. આ વૃત્તિ તદન ખોટી છે. ઉપવાસ દરમ્યાન હળવો વ્યાયામ જરૂરી છે. શરીરનું સૌમ્ય, ધ્યાનસ્થ તથા વહેતું યોગની પ્રક્રિયા થકી હલનચલન ઉપવાસ દરમ્યાન જરૂરી છે. યોગ દ્વારા શારીરિક શુદ્ધિકરણની વૃદ્ધિ થાય છે તથા યોગ મન અને આધ્યાત્મિક સ્તરે પણ કામ કરે છે. યોગ ના આસન અને યોગ માં દર્શાવેલા વ્યાયામ દ્વારા અસંતુલિત જીવન શૈલી ના લીધે આવેલી નકારાત્મક ભાવનાઓ સંતુલિત થાય છે.
આ શુભ નવરાત્રી ના અવસરે ઉપવાસ કરી એક જાગૃત, ખુશ અને ઉદાર મન રાખ્યે તથા સૌમ્ય વ્યાયામ, યોગ અને ધ્યાન દ્વારા નવરાત્રી ના શુભ પર્વનું પુણ્ય માણીએ.