ધ્યાનની શરૂઆત માટેના ૮ સૂચનો

શું તમે  જાણો છો કે ધ્યાનની તૈયારી માટેનો થોડો સમય ખર્ચવાથી તમને ધ્યાનની ગાઢ અનુભુતિ થશે? નીચે આપવામાં આવેલા સૂચનો તમને પોતાને સહજ રીતે ધ્યાન માટે  તૈયાર કરવામાં મદદરૂપ થશે. (ધ્યાન માટે તૈયાર થઈ જાવ ઍટલે તમે નીચે આપેલ માર્ગદર્શિત ધ્યાન માટેનું બટન દબાવો અને તમારું ધ્યાન શરૂ કરો).

1

અનુકુળ સમય પસંદ કરો

 

 

ધ્યાન ઍ વિશ્રામ માટેનો અનિવાર્ય સમય છે. આથી તે આપણને સંપૂર્ણ રીતે અનુકુળ તેવા જ સમયે થવું જોઇઍ.

 

આથી ધ્યાન માટેનો ઍવો સમય પસંદ કરો કે જ્યારે તમને કોઈ ખલેલ ન પહોંચાડે, અને તમે વિશ્રામ કરી શકો. પ્રકૃતિનો આનંદ માણી શકો, ઍવો સવાર કે સાંજનો સમય પણ ધ્યાન માટેનો આદર્શ સમય છે.

2

શાંત સ્થળ પસંદ કરો

 

અનુકુળ સમયની જેમ અનુકુળ સ્થળ પસંદ કરો જ્યાં તમને કોઈ ખલેલ ન પહોંચાડે.

આસપાસનું શાંતિપૂર્ણ વાતાવરણ ધ્યાનની અનુભુતિ ને વધુ આનંદદાયક અને સહજ બનાવે છે.

3

અનુકુળ, આરામદાયક સ્થિતિમાં બેસો

 

 

તમારી ધ્યાનમાં બેસવાની મુદ્રા પણ ધ્યાનની અનુભુતિને અસર કરે છે. ખાતરી કરો કે તમે સહજ, સ્થિર અને અનુકુળ સ્થિતિમાં બેઠા છો. કરોડરજ્જુ ટટ્ટાર / સીધી રાખીને બેસો.

તમારી ગરદન અને ખભા આરામદાયક સ્થિતિમાં રાખો. અને ધ્યાનના સમગ્ર સમય દરમ્યાન આંખો બંધ રાખો.

4

પેટ ખાલી રાખો

 

 

ધ્યાન માટેનો સારો સમય છે, જમતાં પહેલા ધ્યાન કરવું.

જમ્યા પછી ધ્યાન કરવાથી કદાચ ઉંઘ આવે. છતાં પણ જમતા પહેલાં શક્ય  ન હોય તો બે કલાક પછી ધ્યાન કરી શકો છો. 

પરાણે ભૂખ્યા પેટે ધ્યાન કરશો નહીં. કારણ કે ભૂખ્યા પેટે ખાવાના વિચાર આવ્યા કરશે અને પેટમાં ખેંચાણ આવશે.

5

ગરમાવો લાવીને (વોર્મ અપ થી) શરૂઆત કરો

 

 

થોડી વોર્મ અપની કસરત અથવા સૂક્ષ્મ યોગાસન પરીભ્રમણ સુધારે છે લઈને ધ્યાનસ્થ થવામાં મદદ કરે છે.

તમે લાંબા સમય સુધી સ્થિરતાથી બેસી શકશો.

6

થોડા ઉંડા શ્વાસ લો

 

 

સરળતા અન સહજતાપુર્ણ ધ્યાન માટે તૈયાર થઈ જાવ. આ માટે થોડા ઉંડા શ્વાસ લો.
 
ઉંડા શ્વાસ લેવાથી શ્વાસ લયબદ્ધ અને સ્થિર બને છે..
7

ચહેરા પર સુંદર સ્મિત રાખો

 
 

ધ્યાન દરમ્યાન ચેહરા પર સ્મિત તમને શાંત અને સહજ બનાવે છે.

અને તમારી ધ્યાનની અનુભુતિ વધુ અસરકારક બને છે.

8

ધીમેથી, સહજ રીતે આંખ ખોલો

 

 

ધ્યાન પૂર્ણ થાય ત્યારે તરતજ આંખ ન ખોલવી.

ધીમે ધીમે પોતાનો સમય લઈને, તમને પૂર્ણતા લાગે ત્યારે આંખો ખોલો.

Feeling lack of motivation or restlessness? Are emotions taking a toll on your personal and work life? Fill in the form below to learn more about how meditation can aide you in overcoming daily issues and improve your life.