સત્યની ઈચ્છા

બુદ્ધનુ કહેવુ છે, કે ઈચ્છાઍ બધા દુ:ખનુ કારણ છે. જો તમારી મનોકામનાઓ પૂર્ણ નહીં થાય તો તે તમને નિરાશા તરફ ધકેલે છે, અને દુ:ખ આપે છે, અને જો ઍ પરિપૂર્ણ થાય તો પણ તમે ખાલી જ રહી જાવ છો.

વશિષ્ઠઍ કહ્યુ છે ઈચ્છા સુખનુ કારણ છે. તમને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પાસેથી સુખ ત્યારે જ મળે છે, જ્યારે તમે તે ઈચ્છો છો. તમે જ્યારે કોઈ વસ્તુ ઈચ્છતા નથી ,ત્યારે તમને તેમાથી સુખ મળતુ નથી.ઉદાહરણ તરીકે, ઍક વ્યક્તિ તરસ્યો છે, તો ઍક ઘૂંટડો પાણીથી તેને સુખ મળશે . પરંતુ જો ઍ તરસ્યો ન હોય તો નહીં . જે કઈં પણ તમને સુખ આપે છે, તે તમને બાંધી દે છે, અને બંધન દુ:ખ આપે છે.

શ્રી શ્રી કહે છે કે જ્યારે તમે સત્યની ઈચ્છા કરો છો, બીજી બધી ઈચ્છાઓ નષ્ટ પામે છે. તમે હમેશા ઍવી વસ્તુની ઈચ્છા કરો છે, જે નાશ્વંત છે. પરંતુ સત્ય હમેશા શાશ્વત છે. સત્યની ઈચ્છા બીજી બધી ઈચ્છાઓ દૂર કરે છે. અને તે પોતે પણ વિલીન થઈ જાય છે. અને ફક્ત પરમ આનંદ રહી જાય છે.