ક્રોધને નિયંત્રણમા રાખવાની રીતો.

શું તમારા  ધ્યાનમાં  આવ્યું છે કે તમે તમારી જાતને કેટલીય  વાર  યાદ કરાવો છો  કે ગુસ્સે થવું સારુ નથી, તો પણ જ્યારે ભાવનાઓ આવે ત્યારે તમે તેના પર કાબુ મેળવવા માટે અસમર્થ  હોવ છો. તમારા  બાળપણમાં તમે શીખ્યા છો કે ' તમારે ગુસ્સે ન થવું જોઇઍ.' પણ પ્રશ્ન એ છે કે કેવી રીતે ન થવું જોઇએ? તમે શું કરો છો જ્યારે ભાવનાઓનુ તોફાન આવે છે ત્યારે?

સારુ ચાલો, સમજીએ ગુસ્સાનું મૂળ કારણ જેને તમે સરળતાથી સંભાળી શકો!

ક્રોધની સમજણ

તમે ક્યારેય ધ્યાનથી જોયું છે  કે જ્યારે તમે તમારી આસપાસ અપૂર્ણતાને જુઓ છો, ત્યારે એનો સ્વીકાર કરવા માટે તમે અસમર્થ થઇ જાવ  છો? ધારો કે જ્યારે કોઇએ કઈંક ખોટુ કર્યુ હોય છે, ત્યારે તમારો ક્રોધ એક ઊછળતા તરંગની જેમ વધે છે અને પછી શમી જાય છે. તમને હચમચાવી જાય છે. અથવા ક્યારેક દિલગીરીના ભાવ  સાથે છોડે છે, એવું બને છે કે નહી??

જ્યારે આપણે ક્રોધમાં હોઇએ છીએ ત્યારે  આપણે સજગ નથી હોતા. પ્રથમ પગલું  સ્પષ્ટપણે એ  જાણવું જરુરી છે કે ક્રોધ ક્યારેય  અપૂર્ણતા દૂર ન કરી શકે. જ્યારે આપણે સંપુર્ણ સજગતાથી પરીસ્થિતિનો  સ્વિકાર કરીએ  છીએ, ત્યારે જ આપણે એને સુધારી શકવા સક્ષમ થઇએ  છીએ . તમે વિચારી શકો છો કે  કશુંક કરવા કરતા એના વિશે બોલવું સાવ સહેલું હોય છે. તમે એ મનની સ્થિતિને કેવી રીતે જાણી  શકો જ્યાં ઉપર દર્શાવેલા શબ્દો તમારો પોતાનો અનુભવ બની જાય? મનને અને ભાવનાઓને સીધા  નિયંત્રિત કરવા સહેલા નથી.  એટલે જ આપણેચોક્કસ પ્રક્રિયાઓની મદદની જરૂર પડે છે.

ક્રોધને કાબૂમા રાખવાના ત્રણ ખુબજ કિંમતી પાસાઓ છે.

  • શરીર અને મનની બેચેની
  • ક્રોધની જૂની અસર  જે મનમાં મજબૂત રીતે ઘર કરી ગઇ હોય
  • સજગતાનો અભાવ અને અપુર્ણતાનો અસ્વીકાર

આપણે આના વિષે  એક પછી એક જોઇએ.

શરીર અને મનની બેચેની સાથે વ્યવહાર.

1

તમે એ જ છો જે તમે ખાવ છો!

તમે એવું નોંધ્યું છે કે અમુક ચોક્કસ દિવસે તમે ખૂબ શાંત અને વિશ્રામમાં હોવ છો અને અમુક દિવસે ખૂબ બેચેન? એનું કારણ છે તમે જે ખોરાક ખાવ છો તેની  તમારા મન અને ભાવનાઓ પર અસર થાય છે તે. અમુક પ્રકારના ખોરાક મનમાં અને શરીરમાં બેચેની લાવે છે. શરીરમાં એવા ભોજનને અવગણવાથી તે તમારા ક્રોધને કાબૂમાં રાખવામાં મદદરૂપ થાય  છે. આ ભોજનમાં મુખ્યત્વે માંસાહાર, તેલવાળા અને તીખાં મસાલાવાળા ખોરાકનો સમાવેશ થાય છે

 

2

વિશ્રામની શક્તિને અનુભવો!

જ્યારે તમે આગલી રાત્રે બરાબર સૂતા ન હોવ ત્યારે બીજા દિવસે સવારે તમને કેવું લાગે છે ? તમે વધારે ગુસ્સે થાવ છો? શરીરનો થાક અને બેચેની મનમાં ક્રોધ અને અશાંતિ લાવી શકે છે. રોજના છ થી આઠ કલાકની ઊંઘ ખૂબ જરુરી છે જે તમારા શરીર અને મનને બરાબર આરામ આપે  અને તમારી વ્યાકુળતાને ઓછી કરે.

 

3

યોગાસન ખૂબ સારા છે!

દસ થી પંદર મિનીટના યોગાસન તમારા શરીરમાંથી બેચેની દૂર કરવામાં મદદ કરે છે. અમુક આવર્તનમાં (જેને રાઉંડ કહે છે)  સૂર્યનમસ્કાર એ સારી શરૂઆત છે, ફક્ત શારીરિક વ્યાયામ કરતા યોગાસન કરવા એટલા માટે સારા છે કારણકે તે શ્વાસ સાથે જોડાયેલા છે અને તમારી ઊર્જા વધારે છે.

પ્રિયમ ખન્ના કહે છે: " જ્યારે અમુક દિવસે હુ ખૂબ તણાવમાં હોઉં છુ, ત્યારે મારા શરીરમા ખૂબ જડતા લાગે છે. તે મને ખૂબ બેચેન અને વ્યાકુળ બનાવે છે. અને હું જલ્દીથી ગુસ્સે થઈ જાઉં છુ. યોગ શરીરમાથી જડતા દૂર કરે છે અને પરિણામે  શાંત અને ખુશ મન પ્રાપ્ત થાય છે."

4

મનને તમારો ખાસ મિત્ર બનાવો

પ્રાણાયામ જેમકે ભસ્ત્રીકા અને નાડી શોધન , શરીરમાંથી અને મનમાંથી બેચેની દૂર કરવામાં મદદ કરે છે.જ્યારે મન શાંત અને સ્થિર હોય  છે ત્યારે તમારો  ગુસ્સો  અને વ્યાકુળતા ઓછા થાય  છે.

5

તમારા માટે બધા સમયનુ મારણ

થોડા શ્વાસ અંદર અને બહાર કરવાથી તરત જ ગુસ્સો શાંત થઈ જશે. જે ક્ષણે તમે ગુસ્સે થાવ છો, તમારી આંખો બંધ  કરો અને થોડા ઉંડા શ્વાસ લો અને તમારા મનની સ્થિતિમાં ફરક અનુભવો. શ્વાસ તણાવને  દૂર કરે છે અને મનને  શાંત કરે છે..

6

૨૦ મિનિટ ની સફર અંદરની તરફ

યોગ, પ્રાણાયામનાં  નિયમિત અભ્યાસ અને ભોજન તરફ ધ્યાન આપવાથી બેચેની દૂર થાય છે. અને  મનની શાંત અને સંતુલિત અવસ્થા પ્રાપ્ત થાય છે. હવે પ્રશ્ન થાય કે એ જ સ્થિતિને કેવી રીતે જાળવી રાખવી? એનો  જવાબ છે - નિયમિત ધ્યાન, આખા દિવસ માટે ફક્ત ૨૦ મિનિટનું ધ્યાન પૂરતું છે.

 
7

શુ તમે હમમ્ કર્યુ છે?

સુરભી શર્મા કહે છે : "ધ્યાન મને શાંત કરે છે અને મારા મનને ક્રોધથી દૂર રાખે છે" -

ગુસ્સાના મારણનો આ બીજો ઉપાય છે - હમમ્ પ્રક્રિયા કરવાથી એક કે બે મિનિટમાં તરત જ તમને શાંતિ મળશે.હમમની પ્રક્રિયા  જાણવા માટે વીડિયો જુઓ.

 

હમણાં વાંચો : ગુસ્સો તમને નિયંત્રિત કરે તે પહેલાં તમે ગુસ્સાને નિયંત્રિત કરો >>

              

શ્રીરવિશંકરજીના પ્રવચનથી પ્રેરિત થઈને

દિવ્યા સચદેવ દ્વારા  ભારથી હરીશ સહજ સમાધી ધ્યાન શિક્ષકે આપેલી વિગતો પરથી .