યોગ દ્વારા વજન ઘટાડો

ઘણીવાર આપણે, આપણી ભૂલો બદલ આપણા જન્મને દોષ દઇયે છીએ, નહીં? પરંતુ બીજી તરફ વિચારો અને તમે જોશો કે આપણા હાથમાં ઘણું બધું છે. અહીં દર્શાવેલો લેખ તમને યોગ દ્વારા વજન ઘટાડવાની દ્રષ્ટી આપે છે. અને તેવા લોકો કે જે પોતાના વધુ વજનને એક જાતનો  શ્રાપ માની બેઠા છે તેમને પણ એક નવી આશા સાથે નવો જ દેખાવ આપશે. તમે તેઓને બીજી વખત ચોક્કસ નવા જ રૂપમાં જોશો.

તો વાત આ પ્રમાણે છે.... યોગ દ્વારા વજન ઘટાડો

વજન ઘટાડા અંગેના સૂચનો !!

  • વજન ઘટાડવાની બાબત  ૮૦% આહાર ઉપર અને ૨૦% તમારી કાર્યશૈલી પર આધારિત છે.અહીં એક સાથે બે લક્ષ્ય સિધ્ધ થાય છે:  શરીરની ચરબીમાં તો ઘટાડો થાય જ છે અને સાથે આખા શરીરનું વજન પણ ઘટે છે.
  • દર ૨ -૩ કલાકે ૫ - ૬ વખત થોડુ થોડુ ખાઈને પાચનતંત્રને સક્રિય રાખો. આનાથી તમને કૃત્રીમ ભૂખ પર કાબૂ મેળવવામાં મદદ થશે.
  • તમારા યોગ કાર્યક્રમ વિષે ખૂબ ચીવટ અને ધીરજ રાખો. ધીરજ તમને તમારા યોગાસનમાં વધુ ઉંડાણમાં લઈ જવામાં મદદરૂપ બનશે.
  • જમવાના ટેબલ પર જમતી વખતે ૧૦૦% ધ્યાન ખાવા પર આપો.
  • જમતી વખતે ટીવી જોવાનું અને ફોન કરવાનું ટાળો અને સંતુલિત ખોરાક ખાઓ.
  • વજન ઘટાડવા માટે ત્રણ બાબતો યાદ રાખો
    ૧. શિસ્ત, ૨. નિશ્ચય ૩. સમર્પણ

યોગ વિશેની મુળભુત વાસ્તવિકતા એ છે કે જ્યારે તમે યોગ મધ્યમ, પ્રમાણસરની ઝડપ સાથે કરો છો ત્યારે તે ઍરોબિક કસરત બની જાય છે અને તમારા શરીરને સુડોળ બનાવે છે   જો તમે વજન ઘટાડા વિશે ગંભીર છો તો યોગાસન, યોગ - નિષ્ણાતના નિરીક્ષણ હેઠળ કરો અન લાંબા સમય સુધી કરો. યોગનો ફાયદો છે કે તે તમને હંમેશા સ્ફુર્તીલા રાખે છે અને દરેક યોગક્રિયા પછી તમને એક નવો જ ઓપ આપે છે. આની પાછળની મુળભુત હકીકત એ છે કે યોગ તમારા મન, શરીર અને શ્વાસને એક લયમાં લઇ આવે છે. આ જ લક્ષણ, બીજાની સરખામણીમાં યોગને વધુ રસસ્પ્રદ, સરળ અને અસરકારક બનાવે છે.

યોગાસન દ્વારા વજન ઘટાડવામાં રસ છે? તો અહીં ક્લિક કરો.
 

વજન ઘટાડો અન ઈંચ ઘટાડોનો તફાવત સમજો.

તમારા નજીકના મિત્રના લગ્ન હોય તો તમે કોઇના ય કહ્યા વિના  એક મહિના પહેલા પોતાનું વજન ઉતારવા માટે સક્રિય થઈ જાવ છો, જેથી લગ્નના દિવસે મસ્ત ફોટો પડાવી શકો. તમે ફલાણું કે ઢીંકણું કરી કરીને લગ્ન આવે ત્યાં સુધીમાં એકાદ ઈંચ તમે ઈચ્છો ત્યાંથી વજન ઉતારો છો. તમે ખુશ થાવ છો અને લગ્ન પુરું થયા પછી તમે નોંધો છો કે શરીરનો એ ભાગ પહેલાની જેમ જ પાછો વધી જાય છે કે જેવો લગ્ન પહેલાં હતો.
જેમને પોતાનું  વજન ખરેખર ઘટાડવું છે, તેમણે કેલેન્ડેર લઈને પેપર-પ્લાન બનાવવો જોઇએ અને પોતાના માટે નાના નાના લક્ષ્યાંકો રાખવા જોઇએ.વળી, આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય એવા હોવા જોઈએ, જેથી તમારો આત્મવિશ્વાસ ઉત્તરોત્તર વધે અને બીજા લક્ષ્ય સિદ્ધ કરવામાં ઉત્સાહ પુરો પાડે.

હવે તમારી વજન ઘટાડવાની સફર શરૂ કરો.

મનને જુઓ:

વજન ઘટાડવા માટેનું સહુથી મજબૂત પરીબળ છે તમે નક્કી કરેલી દિશા અને પ્રણાલી. આપણે મોટા ભાગે વજન ઘટાડવા માટે ગોળીઓ, દવાની બાટલી અને ખોરાક દ્વારા ઉકેલ શોધવાનું વલણ ધરાવીએ છીએ. પરંતુ સત્ય એ છે કે કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. અણજોઈતી કેલેરીઓ જે વજન ઘટાડવાના  સરળ માર્ગમાં બાધારૂપ છે તેને ઘટાડવા માટે સખત મહેનતની જરૂર છે. જેને માટે તમારા મનની સ્થિતિ બરાબર હોવી જોઈએ. જ્યાંથી તેની શરૂઆત થાય છે, તે છે મન. જો તમે ત્યાં હો તો અમે ધારણા કરીએ છીએ કે તમે  તમારા કાર્ય પ્રત્યે ગંભીર છો અને પ્રામાણિકપણે વજન ઘટાડવાનો ઉકેલ શોધી રહ્યા છો.

તમારું વજન તમને નિયંત્રણમાં રાખે તે પહેલા વજન નિયંત્રિત કરો.

વજન ઘટાડવામાં ઉંમર ખૂબ અસરકારક પરિબળ છે. જો તમે યુવાન છો તો ઓછા પ્રયત્ને વજન ઘટાડવાની તકો ઘણી વધુ  છે. પરંતુ જેમની ઉંમર ૩૦ વર્ષથી વધુ છે તમને માટે મુશ્કેલ છે. જો તમે ૩૦ વર્ષની ઉંમર વિતાવી દીધી છે તો તમારે તમારી ખોરાકની ટેવો પર વધુ ધ્યાન આપવું પડશે.

ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન કોઈપણ ખોરાકના મુખ્ય ઘટકો છે. તમારા લક્ષ્યને સાકાર કરવાની તમારી લાંબી યાત્રામાં દિવસ દરમ્યાનના ખોરાકની ડહાપણભરી પસંદગી તમને મદદરૂપ થશે. કર્બોહાઈડ્રેટ્સ અને ચરબી તમારા નાસ્તાના ભાગ રૂપ હોય તો ચાલે પરંતુ એ જ બધું બપોરના ભોજનમાં પણ હોય એ ડહાપણભર્યું નથી.

ખોરાકની ફેરબદલ પણ તમને એવા વિચારો પૂરા પાડશે કે તમારા મુખ્ય પોષક તત્વો મળે છે ક્યાંથી! .  યાદ રાખો કે ખોરાકમાં લેવાતી દરેક વસ્તુ પર પુરતું ધ્યાન રાખવાનું છે. જેનાથી તમારી જાગૃતિ વધશે કે દિવસ દરમ્યાન તમે શું ખાવ છો? અને બીજી વખત તમને ભાવતો આઇસ્ક્રિમ, કપ / કેક આરોગતા પહેલા તમે ચોક્કસ વિચાર કરશો. ખોરાકની ટેવ વિશે તમે જેટલા શિક્ષિત બનશો એટલી જાગૃતિ વધશે અને એ પ્રમાણે વધુ કેલરીવાળો, બિનજરૂરી ખોરાક ખાવાથી તમે દૂર રહેશો. આ  બધું જ જાગૃતિ લાવવા માટે છે.

તમારા લક્ષ્ય અને ખોરાક માટેના ચાર્ટને વળગી રહો. અને તે મુજબ અનુસરીને આસપાસના લોકોની પ્રસંશા મેળવો. લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી પોતાને સતત પ્રોત્સાહિત કરતાં રહો. સમગ્ર અઠવાડિયા દરમ્યાન દૈનિક યોગસાધનમાં આ બધું જે સામેલ કરતાં રહો.

  1. શહેરની નજીકમાં તમારા મિત્રો સાથે ફરવા જાવ. બહાર ફરવા જવું  એ તમને પ્રકૃતિની વધુ નજીક લાવશે અને  તમારા સાધનાના કાર્યક્રમ માં જરૂરી વિશ્રાંતિ મળશે
  2. ઘરની બહાર જવું જ મહત્વનું છે, જેથી તમે ઉત્સાહિત બનો. તમને જરૂરી
    વિરામ મળી રહે, જે તમને આગામી અઠવાડિયાની યોગક્રિયા માટે તૈયાર કરે. આ બધું ખૂબ જ મહત્વનું છે કે જે તમારી કેલેરીને  બાળવા માટે  મદદરૂપ થશે. તમે દિવસના અંતે એકાદ સ્લાઇસ પીઝા ખાવાથી પોતાની જાતને દૂર રાખી જ શકો છો.
  3. સમુદ્ર કિનારે ફરવા જવાની યોજના બનાવો. ભૂતકાળની મુસાફારીને યાદ કરો, જ્યારે તમે કોઇ ભૂરા સમુદ્રની સફેદ રેતીમાં ખુલ્લા પગે ચાલતા હતાં! અને દરિયાના ઉછળતા મોજાંઓ તમારા પગને સ્પર્શતા / ચુમતા હતાં! સમુદ્રના એ અનંત કિનારા પર ચાલવાની મજા ફરીથી માણો અને હા, ત્યાં યોગામેટ- યોગ માટેનું આસન લઈ જવાનું ભૂલી ન જતાં.
  4. સાઈકલ છે? સાઇક્લિંગ કરવું એ બહાર ફરવા જવાની સૌથી સારી કસરત છે. મિત્રો સાથે બહાર સાઈકલ પર ફરવા નીકળો અને તમને ખબર પણ નહીં પડે કે તમે કેટલી લાંબી મુસાફરી કરી છે.

જ્યારે તમે સંતુલિત ખોરાક-ચાર્ટ અને સરસ યોગસાધનાને અનુસરશો, ત્યારે તમને વજન ઘટાડવાના પ્રયત્નોમાં પ્રોત્સાહન મળશે. આ બંને આર્ટ ઓફ લિવિંગ યોગશિબિરમાં કુશળતાપૂર્વક શીખવવામાં આવે છે.

આર્ટ ઓફ લિવિંગ  યોગશિબિર, પ્રાકૃતિક રીતે વજન ઘટાડવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે તે માટે વધુ માહિતી મેળવવા નીચે આપેલું ફોર્મ ભરો.

શારીરિક દુખાવાથી પરેશાન છો? તમારી વ્યક્તિગત અને વ્યવસાયી જિંદગીમાં લાગણીઓથી ઉચાટ અનુભવો છો? નીચે આપેલ ફોર્મ ભરો અને શીખો કે થોડી જીવનની દિનચર્યા બદલવાથી તમારા પર હાવી થતાં લાગણી અને ચિંતા, તણાવથી કઈ રીતે યોગક્રિયા મદદરૂપ થઈ શકે.