આર્ટ ઓફ લિવીંગ "સ્વચ્છ ગોદાવરી" ની ઝુંબેશ ઉપાડી રહ્યું છે

આર્ટ ઓફ લિવીંગે સંગીતના ઇતિહાસમાં નવું પ્રકરણ લખતાં, નાસિકમાં એક ઐતિહાસિક સમુહવાદન, વેનુવાદાનાનું 13 જાન્યુઆરી 2015 ના રોજ આયોજન કર્યું હતું, જેમાં એક મંચ પર 5378 વાંસળી વાદકોને એકત્ર કાર્ય હતા. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, રાજકારણીઓ અને વ્યવસાયિકો ઉપસ્થિત હતા. શ્રી શ્રી એ નાસિકના નાગરિકોને 3 નદીઓ, ગોદાવરી, કપિલા તથા નાસરદીને સાફ કરવા પ્રોત્સાહિત કાર્ય। તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારોને પણ તાકીદના ધોરણે નદીઓના કાર્યકલ્પ માટે આગ્રહ કર્યો.

હિંદુઓ માટે કુંભ મેળો ધર્મિન રીતે સૌથી અગત્યોનો છે. દરેક કુંભમેળાની ઉજવણીમાં લાખો હિંદુઓ ભાગ લે છે. આ પવિત્ર વિધિમાં ભાગ લેવા દેશના જૂદા જૂદા ભાગોમાંથી લોકો આવે છે. દર વર્ષે કુંભમેળો ચાર પવિત્ર શહેરોમાં વારાફરતી યોજાય છે, અને આ વર્ષે તે મહારાષ્ટ્રના નાસિકમાં થવાનો છે. કુંભમેલામાં સૂચક રીતે લાખો ભક્તો ગોદાવરી નદીમાં ડૂબકી લગાવે છે. એવું મનાય છે કે, તેમના આત્માઓ શુદ્ધ થશે અંને તેમને મુક્તિ મળશે. ઉજવણીના નિશ્ચય સમયે અને સ્થળે વિધિપૂર્વક સ્નાન એ મખ્ય પ્રસંગ હોઈ છે.

તેમની નાસિકની મુલાકાત દરમિયાન ગોદાવરી નદીની ગંદી દાસા જોઇને શ્રી શ્રી એ કહ્યું, "કુંભમેળામાં લોકો આ નદીમાં કેવી રીતે સ્નાન કરશે?" ગોદાવરી નદીના કિનારે ઘણી ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે અને સામાન્ય રીતે જ બધું પડી રહે છે તે નદીમાં જતું રહે છે. આ પ્રદૂષણમાં આજુબાજુનો કારખાના ઔદ્યોગિક કચરો ઉમેરો કરે છે. નદીના પાણી પીવા કે સ્નાન કરવા માટે જરા પણ સ્વચ્છ નહોતું। તેમાં ઘણા રોગકારક જીવાણુઓ હતા. આથી જુલાઈ, 2015 માં કુંભમેળા પેહલા નદીની સફાઈની તાત્કાલિક જરૂરત હતી.

શ્રી શ્રી ની મુલાકાત પછી તરત આર્ટ ઓફ લિવીંગના સ્વયંસેવકો એકઠા થયા અને નદીની સફાઈ માટે યોજના બનાવી। કુંભમેળો શરુ થાય તે પેહલાં તેમની પાસે આ યોજના પૂર્ણ કરવા ચાર મહિનાનો સમય હતો. તેમને બીજી સંસ્થાઓ, ઉદ્યોગો તથા નાગરિક વહીવટીતંત્ર સાથે ચર્ચાઓ કરી. આ સફાઈ અભિયાન શરુ કરવા માટે નાગરિક વહીવટી તંત્રએ 69 સ્થળો જુદા તારવ્યા। સફાઈ માટે મૂળભૂત ઉપકરણો સાથે તેમને સ્વયંસેવકો પણ પુરા પાડયા. ટેકનોલોજી તથા સ્વયંસેવકોનો પરિશ્રમ બન્નેનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો.

SSW સ્ટીલે આ અભિયાનમાં સહાય કરવા કચરાનો નિકાલ કરવાનું મશીન આપ્યું. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિને, આશરે 374 તન કચરો નદીમાંથી કાઢવામાં આવ્યો.

પર્યાવરણ દરકારને લીધે ભૂતકાળ માં આર્ટ ઓફ લીવીંગ ઘણા નદીઓની કાયાપલટ તથા સફાઈ અભિયાનમાં સંકળાયેલું છે. શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું, "આપણે બધાએ યમુના અને દિલ્હીની જવાબદારી લેવાની છે એ અશક્યને શક્ય બનાવવું છે." નવી દિલ્હીમાં પુરાના કિલ્લાની ઐતિહાસિક જગ્યાએ "મેરી દિલ્હી, મેરી યમુના" ની પરીકાલ્પનાની ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર (Gurudev Sri Sri Ravi Shankar) દ્વારા જાહેર થઇ, જેમાં જીવનના ક્ષેત્રોમાંથી 20,000 કરતા વધુ નાગરીકો તથા સરકારી શાખાઓ, બિનસરકારી સંસ્થાઓ અને ઉદ્યોગમાં જાગૃતિ લાવવાનું હતું. 3A, Awareness (જાગૃતિ),  Action (કાર્ય),  Accountability (જવાબદારી) ની રજૂઆત થાકી શહેરને અસરકર્તા વિવિધ પ્રશ્નો પણ અને કેવી રીતે દરેક વ્યક્તિ સફાઈ તથા દિલ્હી અને યમુનાની જાણવણીમાં ભાગ ભજવી શકે છે તે ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો। આ યોજના ભવ્ય રીતે સફળ રહી જેથી ઓક્ટોબર 2010 માં કોમનવેલ્થ ગેમ્સ વખતે દિલ્હીમાં યમુના વધારે સાફ હતી.

નાસિકમાં કાર્ય કઈ જુદું નહોતું, અહી પણ ઉપરના 3અ મુખત્વે હતા. ગોદાવરી નદી સાથે જોડાયેલી શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આ યોજનાને 'માઝી ગોધી, માઝી આઈ' નામ આપવામાં આવ્યું, જેનો મરાઠીમાંથી અનુવાદ થઇ છે 'મારી ગોદાવરી, મારી માતા।' નદીની સફાઈ માટે આવેલા તમામ સ્વયંસેવકોને પ્રતીક્ષા લેવાનું કેહવામાં આવ્યું કે નદીને અને તેની આજુબનુંને ગ્રામવાસીઓ, પંડિતો અને પુરોહિતો, પર્યાવરણના અતુટ હિસ્સા હોવાની, તેમની સાથે એક વિશાળ જાગૃતિ અભિયાન કરાયુ. પંડિતોને નદીમાં કચરો ના નાખવા જણાવ્યું-આવું કર્મ ધર્મના સિદ્ધાંતોથી વિપરીત છે. આનાથી ખાતરી થઇ કે તેઓ નદી અને તેની આસપાસ સફાઈ જાળવવાની જવાબદારી લેશે.