આપત્તિમાં મદદ

સમગ્ર  વિશ્વમાં ફેલાયેલા સ્વયંસેવકો થકી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દુનિયામાં ક્યાંય પણ આપત્તિ ઊભી થાય ત્યારે તરત જ શારીરિક અને  માનસિક રીતે સહાય કરે છે તેમજ  ત્યાં જરુરી ચિજવસ્તુઓ પહોંચાડવામાં મદદ કરે છે. આ માળખા થકી આર્ટ ઓફ લિવિંગ સંસ્થાએ આખાયે વિશ્વમાં આપત્તિ સહાયક અને પુનઃ સ્થાપનમાં પોતાનું આગવું સ્થાન ઊભું  કરેલું છે.

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાએ પોતાની સહયોગી સંસ્થાઓ જેવી કે,  ઇંટરનૅશનલ એસોસીએશન ફોર હ્યૂમન વૅલ્યૂસ (IAHV) અને વ્યક્તિ વિકાસ કેન્દ્ર (VVKI), ભારત સાથે રહીને આતંકવાદ અને અન્ય કુદરતી આપત્તિઓના અસરગ્રસ્તોને  પુનઃ સ્થાપિત કરવાની જવાબદારી નિભાવી છે.

સુનામીના અસરગ્રસ્તો હોય કે ગુજરાતના ભૂકંપ પિડીતો,  આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકોએ પોતાના જીવના જોખમે તેઓને જરૂરી સાધન સામગ્રી પહોંચાડી હતી અને તે અસરગ્રસ્તોની માનસિક અને ભાવનાત્મક લાગણીઓની સંભાળ રાખી હતી.

તાત્કાલીક સાધન સામગ્રીની સહાય અને સેવા

દુર્ઘટનાના પરિણામે ઊભી થયેલી તાત્કાલીક જરૂરીયાતો અને સાધન સામગ્રીની મદદ પણ આર્ટ ઓફ લિવિંગ  પુરી પાડે છે જેમાં કપડા, ખોરાક, દવાઓ અને આશ્રય સ્થાન પણ આવી જાય. આ સહાયમાં ડૉક્ટરની સહાય, શારીરિક કે માનસિક સલાહકારની સેવાઓ પણ વણાયેલી હોય છે.

આઘાતમાં મદદ

દુર્ઘટનાથી બચી ગયેલાઓ કે જેઓ માનસિક અને શારીરિક આઘાત અનુભવતા હોય તેઓને ફ્ક્ત સાધન સામગ્રીની સહાય કરી દેવી એ પૂરતું નથી. તેઓ આઘાતમાંથી સંપુર્ણપણે બહાર નીકળે અને પોતાનું જીવન વ્યવસ્થિત રીતે જીવે તે પણ જરૂરી છે. આઘાતમાથી બહાર આવવાના આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમના અભ્યાસને કારણે  દક્ષિણ-પૂર્વ ઍશિયાના સુનામીમાં બચી ગયેલા લોકો ફક્ત ચાર જ દિવસમાં  દુર્ઘટનાના પરિણામે ઉદભવેલા આઘાતના તણાવમાંથી બહાર આવી ગયા હતા.

લાંબા સમયનો પુનઃ વસવાટ

દુર્ઘટનાથી બચી ગયેલાઓ જ્યારે પૂરે પૂરા શારીરિક અને માનસિક રીતે તેમ જ વ્યક્તિગત અને સામાજીક સ્તરે પુનઃ સ્થાપિત થાય ત્યારે જ તેમની સાચી સહાય થઈ ગણાય. લોકોને જીવન નિર્વાહ માટે જરૂરી આર્થિક આવક પણ જરૂરી છે. આ પ્રાપ્ત કરવા માટે અમારા સ્વયંસેવકો ગામડાઓમાં કાર્ય કરે છે અને ગ્રામ્ય પ્રજા સાથે રહી ઘર બાંધે, ગટર, રસ્તા, શાળાઓ, વ્યવસાયિક તાલીમ કેન્દ્રો જેવી જરૂરીયાતો ઊભી કરે છે.

પાકિસ્તાનમાં પૂર રાહત

૨૦૧૦ ના જુલાઇ ના પાછલા દિવસોમાં અતિ ભારે ચોમાસુ વરસાદે આખા દેશને જળબંબાકાર કર્યો હતો. ત્યારે પાકિસ્તાનના આર્ટ ઓફ લિવિંગે લોકોની પડખે ઊભા  રહી જરૂરી સમયે આ મદદ કરી હતી.

આગળ વાંચો