યોગથી શ્વાસની દૂર્ગઁધ હટાવો

તમારી કંપની તાજેતરમાં મળેલી સફળતા માટે એક પાર્ટીનું આયોજન કરે છે અને દરેક પગારદાર વ્યક્તિએ અને બોર્ડ્ના સભ્યોઍ તેમાં હાજર રહેવાનું છે. તમે તમારો સારામાં સારો ડ્રેસ અને મૅચિંગ દાગીના, પર્સ વગેરે તમારા દેખાવને અનુરૂપ પહેર્યા છે. લોકો તમારા વખાણ કરે છે અને ધન્યવાદ આપે છે.

બધું જ યથાયોગ્ય સર્વાંગ  સુંદર છે, પરંતુ તમારુ ધ્યાન જાય છે કે તમારા શ્વાસમાં દૂર્ગઁધ આવે છે. કદાચ હમણાં લીધેલા સ્ટારટરને કારણે હોય. બીજાઓએ પણ તેની નોંધ લીધી અને પોતાની વાત ટુંકાવી તમારાથી તરત દૂર ચાલ્યા ગયા.

તમારા બૉસને ઉપરી અધીકારીઓને આંજી દેવાનો મોકો એકદમ જ હતાશામાં બદલાઈ ગયો. તમારુ ડ્રેસિંગ  ઍક્દમ વ્યવસ્થિત હોવા છતાં શ્વાસની દૂર્ગઁધએ ત્રાસ કરી નાંખી તમારી સાંજ બગાડી નાંખી.

મોંની શ્રેષ્ઠ સુખાકારીની ચાવીઓ:

આપણા જીવનમાં બદબુમય શ્વાસ કે જે વૈદ્યકીય ભાષામાં હેલિટોસીસ તરીકે ઓળખાય છે, તે તમને અસ્વસ્થ કરી મુકતો તથા તમારા વિશ્વાસને ડગાવી દેતો અભિશાપ છે. ભલે મોટા ભાગના લોકો ઍમ માનતા હોય કે દાંતને વ્યવસ્થિત રીતે સાફ ના કરવા ઍ બદબુમય શ્વાસ માટેનું ઍક માત્ર કારણ છે, પરન્તુ આ સંપૂર્ણ સત્ય નથી.


અનિયમિત ખાવાની ટેવ,અપૂર્ણ પાચન,ઑછુ પાણી પીવાની ટેવ અને કેવો ખોરાક ખાવ છો આ બધી બાબતો શ્વાસની દૂર્ગઁધ માટેના જવાબદાર કારણો છે. સંશોધનો જણાવે છે કે જેનુ મોં સુકાઈ ગયેલુ છે તેઓ ભીના મોંવાળા કરતાં શ્વાસની દુર્ગંધનો વધુ શિકાર બને છે.

ધુમ્રપાન અને શરાબ પીવાની લત પણ તમારા શ્વાસમાં દૂર્ગઁધ પેદા કરે છે. જીભ પર લાગતી સફેદ છારી પણ કીટાણુંઓનું ઘર બની શ્વાસને દૂર્ગઁધમય બનાવે છે.

મોંઢાની કાળજીને ચોક્કસ પ્રાથમિકતા આપો છતાં તમે જોશો કે શ્વાસની દુર્ગંધ ગમે તેટલી કાળજી લેવા છતા પાછી આવેજ . આવા સમયે યોગને ઍક વિકલ્પ તરીકે સ્વીકારો. જોકે યોગ બાહ્ય શારીરિક કસરત ગણાય છે પરંતુ સાથે સાથે શ્વાસને દુર્ગંધરહિત કરાવામાં પણ ઉપયોગી છે.યોગથી શરીરની બાહ્ય તેમજ આંતરિક સફાઈ થાય છે. તે મનને શાંત કરે છે અને તણાવ દૂર કરવામાં પણ મદદ કરે છે.

શ્રીશ્રી યોગ પાંચ દિવસનો દસેક કલાકનો સુંદર કોસૅ છે જે તમારી શારીરિક તકલીફો અને તનાવને દૂર કરવામાં મદદરૂપ થાય છે.  કોસૅ સકુશળ તાલીમ પામેલા વ્યવસાયિક વ્યક્તિ દ્વારા લેવામાં આવે છે જે તમારા દૈનિક જીવન અને જરુરીયાત મુજબ તમને કોસૅ કરાવે છે .આ કોસૅ પ્રાથમિક છે અને બહુ સરળતાથી કરી શકાય છે . તમે તમારા ઘેર પણ તમે તે આરામથી કરી શકો છો.

શ્વાસની દુગૅંધ રોકવા માટેના કેટલાક આસનો:

કપાલભાતિ પ્રાણાયમ

 

આરામથી અને ટટ્ટાર બેસો. બન્ને હથેળી ઘુંટણ પર મુકી આકાશ તરફ ખુલ્લી રાખો . હવે શ્વાસ લો. શ્વાસ બહાર કાઢતી વખતે પેટ અંદર લો. જેવા તમે નાભી અને પેટને રીલેક્સ કરશો તો શ્વાસ પોતાની મેળે ફેફસામાં ભરાઈ જશે.આ રીતે 20 વખતકરો..

યોગમુદ્રા

 

પદ્માસન કે સુખાસનમાં બેસો. આંખો બંધ કરો અને કમરથી આગળ ઝુકો જેથી કપાળ જમીનને અડે. આજ અવસ્થામાં આરામથી બેસો અને પછી ધીરે ધીરે પાછા મૂળ અવસ્થામાં બેસો. આ રીતે૫ થી ૧૦ વખત કરો..

 

શીતકારી પ્રાણાયામ

 

મોં ખુલ્લુ રાખીને દાંતને ઍક્બીજા પર જોરથી દબાવો. શ્વાસ લો , મોં બંધ કરો અને નાક વાટે સામાન્ય રીતે શ્વાસ બહાર કાઢો. આ રીતે ૫ થી ૧૦ વખત કરો. શ્વાસ ડાબી બાજુથી લો અને જમણીબાજુથી બહાર કાઢો.

શીતલી પ્રાણાયામ

 

જીભ બહાર કાઢો અને બંને બાજુથી જીભને ઉપર તરફ વાળો.  મોથી શ્વાસ લો. શ્વાસ રોકી રાખો અને ધીરે ધીરે નાક વાટે છોડો. આ રીતે ૫ થી ૧૦ વખત કરો.

 

શંખપ્રક્ષાલન

શ્રીશ્રી યોગ લેવલ ૨ પ્રોગ્રામમાં શીખો..

પદ્મસાધના

આસાધના ડીઍસઍન (દિવ્યસમાજનુંનિર્માણ) કોસૅ માં      શીખવવા માંઆવેછે.

 

સિંહમુદ્રા (સિંહાસન)

યોગમૅટ પર ઘુંટણ ટેકવો અને જમણા પગને ડાબા થાપા નીચે તથા  ડાબા પગને જમણા થાપા નીચે રાખો બંને હાથની કોણી ઘુંટણ પર અને આંગળીઓ ખુલ્લી રાખી સહેજ આગળની તરફ ઝુકો. શરીરનું વજન હાથ ઉપર અને હાથ સીધા. મોંઢુ ખોલો અને જીભ બહાર કાઢો. આંખો ઍક્દમ મોટી ખોલો અને ચેહરાના સ્નાયુ ખેંચાયેલા. નજર નાકના ટેરવા ઉપર કે બંને ભમરની વચ્ચે.

 

શ્વાસની દુર્ગંધ ઍ બહુ સામાન્ય તકલીફ છે અને દરેકને હોય છે. તેનાથીશરમાવાનીજરૂરનથી. તણાવભરીજીવનશૈલીઅનેકામનીભાગદોડશરીરનીસમતુલાબગાડેછે, જેનાથી શ્વાસની દુર્ગંધ, અનિંદ્રા, માથાનો દુખાવો જેવી તકલીફો થાય છે. શ્રીશ્રી યોગ આ બધામાંથી મુક્તિ અપાવે છે. આ બધી ચાવીઓ જીવનમાં ઉતારશો તો ઘણી બધી શારીરિક તકલીફોમાંથી બહાર નીકળી . અને જીવનના દરેક ક્ષેત્રમાં તમારી ક્ષમતા વધશે.યોગના આસનોને આની સાથે વણી લઈ જીવનને મૂળ રફતાર પર લાવી શકશો અને કોઈ તકલીફ વિના આનંદથી જીવશો અને રાહત મેળવશો!

શારીરિક તકલીફને લીધે પાછા પડો છો? શું લાગણીઓ તમારા અંગત જીવન અને કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ ઊભી કરે છે? આ સાથેનુ ફોર્મ ભરો અને બહુ સરળતાથી જુઓ કે યોગ તમારી જીવનશૈલીને ખાસ બદલ્યા સિવાય કેવી રીતે તમારી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે.