હેપ્પીનેસ પ્રોગ્રામ
દુનિયાની સૌથી શક્તિશાળી શ્વસન પ્રક્રિયા સુદર્શન ક્રિયા™ શીખો. દુનિયાભરમાં 4.5 કરોડ લોકો તેને પસંદ કરી રહ્યા છે અને અમલમાં મૂકી રહ્યા છે.
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો • માનસિક તાણ થી છુટકારો • સંબંધોમાં સુમેળ • આનંદ અને ઉદ્દેશ સભર જીવન
*તમારું યોગદાન તમને ફાયદા આપશે અને આર્ટ ઓફ લિવિંગની અનેક સામાજિક યોજનાઓને ટેકો આપશે.
નોંધણીઆ કાર્યક્રમમાંથી હું શું પ્રાપ્ત કરીશ?
મનની શાંતિમાં વધારો
મન ને શાંત કરતી અસરકારક પદ્ધતિ ઓ ઉજાગર થાય છે અને તમારા રોજીંદા જીવનમાં શાંતિ અને આનંદ માં વધારો થાય છે.
ઊર્જામાં વધારો
થાક માંથી રાહત મેળવો અને ઊર્જાના ઊંચા સ્તરનો અનુભવ કરો.દિવસમાં તમે ધાર્યા હોય તે બધા કામ પૂર્ણ કરો.
માનસિક તાણ અને ચિંતા દૂર થાય
સંશોધનો જેને પુષ્ટિ આપે છે તેવી પ્રક્રિયાઓ શીખો, જેથી માનસિક તાણ ઓછો થાય છે અને ચિંતા મુક્ત રહી પડકારો વચ્ચે પણ નિશ્ચિંત રહી શકો છો.
તમારા મન પર વિજય મેળવો
આ કાર્યક્રમ માં આધુનિક જીવન ના ચઢાવ ઉતારમાં સ્વસ્થતા થી ટકી શકવામાં સહાયરૂપ થતા પ્રાચીન રહસ્યો વણી લેવામાં આવ્યા છે. વધુ સજગતા અને શાણપણથી જીવવાનું શીખવા મળે છે.
જીવનમાં પરિવર્તનશીલ અનુભવ
સુદર્શન ક્રિયા™ વિષે વિજ્ઞાન શું કહે છે?
૧૦૦ કરતાં વધારે અભ્યાસો જે વૈશ્વિક સમીક્ષાત્મક સામયિકોમાં પ્રકાશિત થયા છે તે અનુસાર કેટલાક ફાયદા નીચે પ્રમાણે છે
▴ 37%
4 અઠવાડિયામાં શાંતિમાં વધારો
▴ 23%
6 અઠવાડિયામાં ચિંતામાં ઘટાડો
▴ 25%
4 અઠવાડિયામાં સામાજિક જોડાણમાં વધારો
જીવન પરિવર્તન
શ્વાસ લેવાની સરળ તકનીક જે તમારી ચિંતાને 44% ઘટાડી શકે છે
સુદર્શન ક્રિયા શરીરમાં સંવાદિતા જગાવવામાં મદદ કરે છે.
સ્થાપક
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
મારે જોડાવું છે પણ......
આ પ્રક્રિયાની કોઈ આડઅસરો છે?
એક માત્ર આડઅસર છે, મુરઝાય નહીં તેવું સ્મિત ! 🙂 દુનિયામાં લાખો લોકો રોજ નિયમિત રીતે સુદર્શન ક્રિયા કરે છે તેમના સ્વાસ્થ્ય માં થતા ફાયદા નોંધાયેલા છે.
આ પ્રક્રિયાઓ કરવાનું એકદમ સલામત છે. જો તમને દમ, ઊંચું બ્લડપ્રેશર,હૃદય ની તકલીફ અથવા પીઠના દુખાવાની તકલીફ થયેલી હોય તો અમે તમને તે માટે અલગથી માર્ગદર્શન આપીશું.
શું આ પ્રક્રિયાથી મારા સ્વાસ્થ્યમાં સુધારો થશે?
હા, ચોક્કસ ! સુદર્શન ક્રિયાTM નિયમિત કરવાથી નિદ્રા ની ગુણવત્તામાં સુધારો થાય છે,રોગ પ્રતિકારક શક્તિ વધે છે તથા માનસિક તાણ અને હતાશાના પ્રમાણમાં ઘટાડો થાય છે.આ વર્કશોપ કરવાથી લોકોને થયેલા નોંધનીય ફાયદા તમારે વાંચવા જેવા છે. તમને કોઈ તકલીફ હોય તો તમારા શિક્ષકને અગાઉથી તે વિશે અચૂક જણાવો, જેથી તે તમને શ્રેષ્ઠ અને વ્યક્તિગત અનુભવ આપી શકે!
તમે શા માટે ફી લો છો?
પહેલું કારણ, તમે વર્કશોપ માટે પ્રતિબધ્ધતાથી તમારો સમય આપો. બીજું કારણ,તમને જીવન કૌશલ્યો શીખવા મળે છે અને તમારા દાનની રકમ ભારતમાં ઘણી સેવા યોજનાઓ માં વપરાય છે.દા.ત., ૮૪,૬૮૯+ આદિવાસી બાળકોને શાળામાં અભ્યાસ કરાવ્યો , ૭૦ નદીઓને પુનર્જીવિત કરી, ૩,૧૦,૫૬૧ ગ્રામ્ય યુવાઓને રોજગારલક્ષી કૌશલ્યોથી સશક્ત કર્યા અને ૭૫૮ ગામડાઓને સૌર દીવાથી પ્રકાશિત કર્યા.
મને કોઈ માનસિક તણાવ નથી. મારે શા માટે આ વર્કશોપમાં જોડાવું જોઈએ?
બહુ સારી વાત છે કે તમને કોઈ માનસિક તાણ નથી.તમે શ્રેષ્ઠ જીવન જીવી રહ્યા છો.પરંતુ એ પણ ધારો કે :શું તમે પૈસા ખૂટી જાય ત્યારે પૈસા બચાવાનું શરુ કરો છો? અથવા તમારી તબિયત બગડે ત્યારે જ કસરત કરવાનું શરુ કરો છો? ના,બરાબર? આમ,તમને ક્યારેક જરૂર પડી શકે છે તે માટે સ્થિતિસ્થાપકતા અને તાકાતને વધારીએ અને આંતરિક રીતે સાચવીને રાખીએ તો કેવું? પરંતુ,આ તમારે જ નક્કી કરવાનું છે.તમે માનસિક તાણ માં આવી જાવ ત્યાં સુધી રાહ જોઈ શકો છો અને આ વર્કશોપ ત્યારે પણ તમને મદદ કરવા પ્રાપ્ય હશે.