
ડાયનેમીઝમ ફોર સેલ્ફ એન્ડ નેશન (DSN)
તમારી મર્યાદાઓ દૂર કરો, તમારા ડર ઉપર વિજય મેળવો અને તમારી અંદર રહેલી શક્તિઓને ઓળખો
તમારા અવરોધોને તોડો • તમારા ડર પર કાબુ મેળવો • તમારી અંદર રહેલી શક્તિને ઍક્સેસ કરો
*કોર્સની ફી સમયગાળો અને સ્થળ પર આધાર રાખીને અલગ અલગ હોય છે
નોંધણીતમારા મનની અસીમ શક્યતાઓનો અનુભવ કરો
તમે વિચાર્યું હોય એ કરતાં પણ વધારે તમારી ક્ષમતાઓને વિસ્તૃત કરો

ભય પર કાબુ મેળવો
તમારા ડર પર વિજય મેળવીને, મુક્તિનો અનુભવ કરો

સકારાત્મક પરિવર્તન
સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તમે જે પ્રદાન કરી શકો તેમ છો તેને ઓળખો

તમારી ક્ષમતા જાણો
પોતાની જાત માટે તથા પોતાની ક્ષમતાઓ માટે તમે જે ધારણાઓ બાંધી છે તેમાંથી બહાર આવો
શા માટે DSN કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ?
આપણા સૌની વ્યક્તિગત મર્યાદાઓ, જૂની ટેવો કે અવરોધો હોય છે જે આપણને પાછા પાડે છે અને જીવનમાં સંપૂર્ણ પણે સહભાગી થવા દેતા નથી.પરંતુ, સર્વશ્રેષ્ઠ બનવાની સહુને ઊંડી ઈચ્છા હોય છે-પોતાના માટે,આપણા પરિવાર માટે,આપણા સમાજ માટે અને આપણી આસપાસની દુનિયા માટે પણ.
DSN એક પરિવર્તનકારી અને આંકરું કાર્યક્રમ છે જે શિબિરાર્થીઓને વ્યક્તિગત અવરોધો તથા સીમાઓ નાબૂદ કરવા અને આંતરિક સ્વસ્થતા તથા શકિતને ઓળખવા સક્ષમ બનાવે છે.પોતાની સંપૂર્ણ ક્ષમતા જાણવા મનની મર્યાદાઓમાંથી બહાર આવો.
આ પ્રોગ્રામે મને સમાજમાં વાતચીત કરતી વખતે મારા માનસિક અવરોધોનો અહેસાસ કરાવ્યો અને તેને પાર કર્યો. તેનાથી મને અહેસાસ થયો કે પ્રતિબદ્ધતા સાથે, એક વ્યક્તિ પણ આ દુનિયામાં પરિવર્તન લાવી…
લાલવતી
DSN ગ્રેજ્યુએટ, દુબઈ, UAE
મેં તાજેતરમાં DSN પ્રોગ્રામ કર્યો. તે સૌથી સમૃદ્ધ અને સૌથી સુંદર અનુભવો પૈકીનો એક હતો. તે મને નિર્ણયો લેવા અને વિશ્વમાં મારી ફરજ નિભાવવા માટે પ્રેરિત કરે છે, અને સૌથી…
સાચી બાલી
DSN ગ્રેજ્યુએટ, સિડની, ઓસ્ટ્રેલિયા
તેણે મને એક નવો હું બનવામાં મદદ કરી! તેણે તમામ અવરોધોને દૂર કર્યા અને નવી શરૂઆત કરી.
હિમાંશુ કાઠી
DSN ગ્રેજ્યુએટ, ભારત
આ પ્રોગ્રામે મને મારા ગુણોથી વાકેફ થવામાં મદદ કરી જે મને કામ કરતા અટકાવે છે. કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી હું અવરોધોમાંથી મુક્તિ અનુભવી શકતો હતો. તમે જે બનવા માંગો છો…
રવિ તેજા એકોન્ડી
iMumzians ના સહ સ્થાપક અને CEO
હું એક શરમાળ વ્યક્તિ છું જેથી DSN પહેલાં દરેક બાબત વિશે મારા ખ્યાલો. આ પ્રોગ્રામે મારા આત્મવિશ્વાસના સ્તરો અને ઉર્જા સ્તરોમાં વધારો કર્યો. તેણે આંતરવ્યક્તિત્વ કૌશલ્યોમાં સુધારો કર્યો, મારા ડરને…
શરદચંદ્ર
B.Tech, DSN ગ્રેજ્યુએટ
કાર્યક્રમમાં સમાવિષ્ટ મુખ્ય પ્રક્રિયાઓ
DSN એક પરિવર્તનકારી અને આંકરું કાર્યક્રમ છે જે શિબિરાર્થીઓને વ્યક્તિગત અવરોધો તથા મર્યાદાઓ નાબૂદ કરવા અને આંતરિક શકિતને પિછાણવા સક્ષમ બનાવે છે.

આ કાર્યક્રમમાં શિબિરાર્થીઓના સમૂહને શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ સરળતાથી કરી શકાય એ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને વિવિધ ચર્ચાઓ યોજવામાં આવે છે.એક સંવેદનશીલ અને સમજદાર વાતાવરણ ઊભું કરવામાં આવે છે જેમાં શિબિરાર્થીઓ વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓનો અને તેનો પોતે કેવી રીતે પ્રતિકાર કરી રહ્યા છે એ અનુભવ કરે છે.અને વિવિધ ડર અને અવરોધોથી ઉપર ઉઠવા માટે યુક્તિઓ શીખે છે.

પદ્મસાધના તમને તમારી આંતરિક શક્તિનો પરિચય કરાવે છે.જો રોજ કરવામાં આવે તો આ ૪૫ મીનીટની યોગાસનોની શ્રેણીથી તમે વધુ સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીર તથા જીવનમાં વધુ શાંતિ મેળવી શકો છો.પ્રભાવશાળી યોગાસનોની આ શ્રેણી શરીર અને મનને ધ્યાનની ગહેરાઈમાં ઉતરવા માટે તૈયાર કરે છે.

પ્રાચીન જ્ઞાનની ગહેરાઈમાં ઊંડા ઉતરવું, અને જીવન જીવવાનાં રહસ્યો ને અપનાવવાની ચાવીઓ મેળવો. જૂથ ચર્ચાઓ અને ટૂંકા વિડિયો સત્રો વ્યક્તિના જીવનમાં સમજદારીની એક નવી દિશા ખોલે છે તથા વ્યક્તિને વધુ સારી રીતે જીવવા માટે માર્ગદર્શન આપે છે.

તમારા સામર્થ્યનો પરિચય મેળવો અને તેને સમાજમાં યોગદાન આપવા માટે કેવી રીતે ઉપયોગ કરી શકો તે તમે જાણો.તમારી સહભાગિતાના મહત્વ ધ્વારા સમાજમાં પરિવર્તન લાવવા અચળ વિશ્વાસ કેળવો.