સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય ના આશ્ચર્યજનક રહસ્ય જાણો!

જ્ઞાન વગર સ્વાસ્થ્ય મેળવી શકાતું નથી. જ્ઞાન એ સ્વાસ્થ્યનો એક મહત્વનો ભાગ છે. માત્ર જ્ઞાન હોવું અને તેનો ઉપયોગ/પ્રયોગ ન કરવો તે પણ કોઈ કામ નું નથી. જ્ઞાનની સાથે સાથે સતત અભ્યાસ ચાલુ રાખવાથી ચોક્કસ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય છે. અને સજગતા, પોતાના વિચારો અને લાગણીઓ અને એ દરેક પ્રણાલીઓ કે જેમનું તમને જ્ઞાન હોય છે તેનું સજગતાં થી અવલોકન કરવું જરૂરી છે.

આ સ્વાસ્થ્યનો અંશ છે. તમારી ધારણા/કલ્પના અને તમારા ડર પર વારંવાર ધ્યાન આપવાની જરૂર છે. આ દરેક વસ્તુ તરફ તમારું વલણ કેવું છે તે ભાગ ભજવે છે અને તેનો ફાળો સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે. તમારી વૃત્તિ કેવી છે, તમે બધું કઈ રીતે લો છો , કેવી પ્રતિક્રિયા આપો છો, તમારી માનસિક સ્થિતિ કેવી હોય છે, તમે કેટલા મોટા મન ના છો , તમે કેટલી પ્રગતિ કરી છે. આ દરેક વસ્તુ સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ઊર્જાના ભા ગરૂપી છે. આજે વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન) એ આધ્યાત્મની ભૂમિકાને પિછાણી/ ઓળખી છે. જેનાથી સંતોષ, સ્વાસ્થ્ય, પોતાની જાત સાથે જોડાણ અને તમે કોઈ પણ કામ કરો એ બધા માં આત્મવિશ્વાસ આવે છે.આંતરિક સુંદરતા થી જ બાહ્ય સુંદરતા ઝળકી ઉઠે છે. સુંદરતાના બહુ જ બધા પરિમાણો છે - એક છે બાહ્ય સુંદરતા અને એક છે આંતરિક સુંદરતા. આંતરિક સુંદરતા થી જ બાહ્ય સુંદરતા પ્રગટ થાય છે.

વેલનેસ પ્રોગ્રામ

આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન આધારિત સંકલિત દ્રષ્ટિકોણ સાથેની સંપૂર્ણ સુખાકારી માર્ગદર્શિકા

યોગ અને ધ્યાનના કાર્યક્રમો

જીવનની સમસ્યાઓ માટે સામગ્રી સમાધાન