ઑનલાઈન નિર્દિષ્ટ ધ્યાન

અલગ અલગ ક્ષણોમાં, જુદી જુદી ભાવનાઓ વખતે ,

આ છે પુર્ણતાનો અનુભવ પામવાની સ્વૈચ્છિક રીત!

હાલમાં તમે જે અનુભવ કરી રહ્યા હોવ, તે સ્થિતિને અનુકૂળ ધ્યાન કરવા મનપસંદ વિકલ્પો નીચે દર્શાવીએ છીએ .

શું આપ તણાવ અને હતાશા અનુભવો છો? આખા દિવસની ભાગદોડમાંથી થોડો વિશ્રામ પામવા માંગો છો? 

નિર્દિષ્ટ ધ્યાન દ્વારા પોતાને તણાવ-મૂક્ત કરીએ...
 

અકળામણ અને ચીડચીડાપણું અનુભવો છો? હળવાશ અને નિરાંતને માણવા માંગો છો?

માત્ર વીસ મિનિટના ધ્યાન વડે પોતાની/ તમારી ભાવનાઓના પરિવર્તનનો અનુભવ કરીએ.
 
 

થાકથી ખૂબ કંટાળ્યા છો? પોતાનામાં પુન: શક્તિનો સંચાર કરવા માંગો છો?
અને સંપૂર્ણ આનંદની અનુભૂતિ કરવા ઇચ્છો છો ?


માત્ર વીસ મિનિટના ધ્યાન વડે  આપણે સાવ સહજતાથી શક્તિના સંચારનો અનુભવ કરીએ.
 

તદ્દન સુખનો અનુભવ થયોને? અવિરત આમ જ સ્વની સાથે હોવું
એટલે ખુશનસીબ હોવું ?


વીસ મિનિટના ધ્યાન વડે પરમસુખની અનુભૂતિ માણવા પ્રતિબધ્ધ થાઓ.
 

 

 

ધ્યાન કઈ રીતે મદદરુપ થાય છે?

જો તમે ધ્યાન શીખવાની શરુઆત કરતા હો

કે ધ્યાનનો અભ્યાસ છૂટી ગયો હોય અથવા નિયમીત કરતા હો નિર્દિષ્ટ ધ્યાન તમને તમારી અનુકૂળતા પ્રમાણે સહાયક નિવડી શકે છે. શાંત, સુખકર, સશક્ત, સક્રિય, જે કંઈ અનુભવ તમે કરવા માંગો તે ધ્યાનની અમાપ શક્તિના સંયોગ વડે આપ કરી શકો છો.

સૌથી સારી બાબત તો એ છે કે નિર્દિષ્ટ ધ્યાન દ્વારા તમે એ  સાવ સરળતાથી કરી શકો છો.
કોઈ ખાસ પ્રયાસ કર્યા વિના ધ્યાનસ્થ અવસ્થાની પ્રાપ્તિ માટે કોઈ નિષ્ણાતના અવાજમાં થતું નિર્દિષ્ટ ધ્યાન મદદરુપ નિવડે છે. તમારે તો બસ આંખો બંધ રાખીને આરામથી સંભળાતા અવાજ મુજબના ધ્યાન થકી સાચી શાંતિને વીસ મિનિટ માણવાની છે.

બેચેની કે   પ્રોત્સાહનનો અભાવ  અનુભવો છો?

શું તમારા વ્યક્તિગત અને કાર્યક્ષેત્રના જીવન પર લાગણીઓ બોજારુપ લાગે છે?

તમારી  રોજ્બરોજની  સમસ્યાઓ ના નિવારણ તેમજ  સુખમય જીવન તરફ્ આગળ ધપવામાં ધ્યાન શી રીતે મદદરુપ્ થાય તે જાણવા  નીચે દર્શાવેલું ફોર્મ ભરો.