માર્જારાસન

અરે, પાળેલી બિલાડી પણ આપણને યોગ શીખવાડી શકે છે! એક યોગી જીજ્ઞાસાસભર દ્દ્રષ્ટિ વડે આસપાસની દુનિયામાંથી કીમિયા મેળવે છે.યોગમાં માર્જારાસનમાં બિલાડીની જેમ અદભૂત રીતે ખેંચાણ કરવામાં આવે છે.

 

માર્જારાસન કેવી રીતે કરવું ?

  1. તમે ચારે પગે થઇ જાવ.તમારી પીઠ ટેબલનો ઉપરનો ભાગ અને હાથ તથા પગ ટેબલનાં  પાયા હોય તેવી સ્થિતિમાં આસન લો.
  2. તમારા હાથ જમીન પર ખભાની બરાબર નીચે ઊભા રાખો.હથેળીઓ જમીન પર સપાટ રાખો.તમારા બંને ઢીંચણ થાપાની લાઈનમાં રાખો.
  3. સીધું સામે જુઓ.
  4. શ્વાસ લો ત્યારે તમારી દાઢી ઊંચી કરો અને માથું પાછળ તરફ ઝુકાવો,નાભિને નીચેની તરફ તથા છેલ્લા મણકાને ઉપર તરફ ખેંચો.થાપાને ખેંચો.એમાં તમને સહેજ ઝણઝણાતી થાય છે?
  5. આ સ્થિતિ જાળવી રાખો અને લાંબા ,ઊંડા શ્વાસ લો.
  6. આના પછી વિપરીત કરો. શ્વાસ બહાર કાઢતા તમારી દાઢી છાતી પાસે લઈ જાવ અને તમારી પીઠને ઉપર તરફ કમાનની જેમ વાળી શકાય તેટલી વાળો,થાપાને વિશ્રમમય રાખો.
  7. થોડી સેકન્ડો માટે આ સ્થિતિ જાળવી રાખો અને પછી પહેલાની જેમ ટેબલની માફક ગોઠવાઈ જાવ.
  8. આ યોગાસનમાંથી બહાર આવતા પહેલા તેના  ૫ કે ૬ આવર્તન  કરો.
  9. આર્ટ ઓફ લિવિંગ યોગના નિષ્ણાતનું સુચન: જો તમે આમાં ધીરેથી તથા લયબદ્ધતાથી હલનચલન કરો છો તો તે વધારે અસરકારક અને ધ્યાન કરતાં હોઈએ તેવું બની રહે.

માર્જારાસનના ફાયદા

  • કરોડરજ્જુને કુમાશ આપે છે.
  • કાંડા તથા ખભાને મજબૂત કરે છે
  • પાચનતંત્રના અંગોને મસાજ કરે છે તથા પાચન વધારે છે
  • પેડુને મજબૂત કરે છે
  • પાચન સુધારે છે
  • મનને વિશ્રામ આપે છે
  • રુધિરાભિસરણ સુધારે છે

માર્જારાસનમાં લેવી પડતી  સાવચેતી

જો તમને પીઠ કે ગરદનની સમસ્યા હોય તો તમારા ડોક્ટરની સલાહ લો અને આર્ટ ઓફ લિવિંગ યોગના શિક્ષકના માર્ગદર્શન હેઠળ માર્જારીઆસન કરો.

<<શિશુ આસન બંધકોણાસન >>

 

અહી બધા યોગાસનો વિષે જુઓ

 

યોગનો અભ્યાસ શરીર તથા મનના વિકાસમાં સહાય કરે છે, સ્વાસ્થ્યના ઘણા ફાયદા કરે છે, છતાં તે દવાનો વિકલ્પ નથી. તાલીમ પામેલા આર્ટ ઓફ લીવીંગના યોગ ના શિક્ષકની દોરવણી હેઠળ યોગાસન શીખવા અને અભ્યાસ ચાલુ રાખવો એ અગત્યનું છે. કોઈ બિમારીના સંજોગોમાં ડોકટર તથા આર્ટ ઓફ લીવીંગના યોગના શિક્ષકની સલાહ લઈને યોગનો અભ્યાસ કરવો તમારા નજીકના આર્ટ ઓફ લીવીંગ  યોગના કોર્સ વિષે માહિતી મેળવો તમારા નજીકના આર્ટ ઓફ લીવીંગના કેન્દ્ર માં. શું તમારે કોર્સીસ વિષે માહિતી જોઈએ છે કે તમારા મંતવ્યો વ્યક્ત કરવા ઈચ્છો ? અમને info@artoflivingyoga.in પર લખો.