શવાસન

શવ-લાશ; આસન-સ્થિતિ

આ આસનને શવાસન કહેવાય છે.

આ આસનને આડુ પડેલુ મૃત શરીર હોય તેના પરથી આપવામા આવ્યુ છે. આ સ્થિતિ છે, વિશ્રમની અને આરામની અને મોટે ભાગે યોગ સત્ર ના અંતમા કરવામા આવે છે. ખાસ કરીને ઍવુ સત્ર જે પ્રવૃત્તિ સાથે શરૂ થાય છે અને વિશ્રામ સાથે અંત થાય છે. ઍક વચ્ચેનો સમય અને વિરામ જેમા ઉંડુ રૂઝાન(હીલિંગ) થઈ શકે.

શવાસન કેવી રીતે કરવુ

  • તમારી પીઠ પર આડા પડી જાઓ. પ્રાધાન્યપને કોઈ પણ તકિયા અથવા ટેકા (આધાર) વગર. ચોક્કસપણે જો જરૂરી હોય તો નાનો તકિયો ગરદન નીચે મુકો. તમારી આંખો બંધ કરો.
  • તમારા પગ સુખમયી રીતે અલગ રાખો અને તમારા પગને અને પંજાને સંપૂર્ણ રીતે આરામ કરવા દો. અંગૂઠાને બાજુની તરફ છોડી દો.
  • તમારા હાથ સાઇડ પર, પણ તમારા શરીરથી થોડા દૂર. તમારી હથેળી ખૂલી મુકો.
  • તમારુ ધ્યાન શરીરના ઍક પછી ઍક અલગ અલગ ભાગો પર લઈ જાઓ. ધીમેથી તમારા આખા શરીરને વિશ્રામ આપો.
  • શરૂ કરો. તમારુ ધ્યાન જમણા પગના પંજા પર લઈ જાવ, જમણા ઘુંટણ પર આવો.(જેવુ તમે ઍક પગને પૂર્ણ કરો, બીજા પગ પર તમારુ ધ્યાન લાઇ જાવ) અને આ રીતે ધીમેથી તમારા માથા તરફ ઉપર આવો. શરીરના દરેક ભાગને વિશ્રામ આપો.
  • ધીમા શ્વાસ ચાલુ રાખો, સૌમ્ય, ઉંડા અને તમારા શ્વાસ દ્વારા તમને વધારે ની વધારે વિશ્રામ મળવા દો. અંદર આવતો શ્વાસ શરીરને ઊર્જા આપે છે અને બહાર જતો શ્વાસ શરીરને વિશ્રામ આપે છે. 
  • ઉતાવળની અને તાકીદની તેમજ બીજે કઈક હાજરી આપવાની પ્રકૃતી છોડી દો. ફક્ત શરીર અન શ્વાસ સાથે રહો. આખા શરીરને જમીન પર સમર્પણ કેરી દો. ખાતરી કરો કે તમે ઉંઘી ના જાવ.
  • થોડા સમય પછી ૧૦-૨૦ મિનિટ જેટલુ, જ્યારે તમને પૂર્ણ વિશ્રામ લાગે, તમારી આંખો બંધ રાખી, ધીમેથી તમારી જમણી બાજુ ફરી જાવ. તે સ્થિતિ મા ઍક મિનિટ જેવુ આડા પડી રહો. પછી તમારા જમણા હાથના આધારે , ધીમેથી બેસી જાવ. સુખાસનમા આરામથી.
  • તમારી આંખો બંધ રાખો અને થોડા ઉંડા શ્વાસ લો અને ધીમેથી વાતાવરણ અને શરીર પ્રત્યે સજગ થઈ જાવ. જ્યારે તમને પૂર્ણતા લાગે ધીમેથી આંખો ખોલી શકો છો.

શવાસન ના ફાયદાઓ

  • આ આસન ખૂબ ઉંડી, ધ્યાનસ્થ વિશ્રમની સ્થિતિ લાવે છે, જે પેશીઓ અને કોશોને રિપેર કરવામા મદદ કરી શકે છે અને તણાવને મુક્ત કરવા માટે પણ. તે સમય આપે છે યોગાભ્યાસ માટે ઉંડા સ્તર પર જવા માટે.
  • આ આસન તમને પુનઃશક્તિ સંચરના સ્તર પર લઇ જાય છે. આ ઍક સંપૂર્ણ માર્ગ છે યોગ સત્ર પૂર્ણ કરવાનો. ખાસ કરીને અગર ઝડપથી યોગા કર્યા હોય.
  • તે લોહીનુ દબાણ, અસ્વસ્થતા અને અનિંદ્રા મા ઘટાડો કરવામા મદદ કરે છે.
  • આ ઍક ઉત્તમ માર્ગ છે શરીરને વિશ્રામ આપવાનો અને શરીરમા વાત દોષ ઓછો કરવાનો.

શવાસન મા બિન સલાહભર્યુ.

કંઇ નહી.(સિવાય કે ડોક્ટરે સલાહ આપી હોય કોઈ તબીબી કારણોસર પીઠ પર આડા પડવાની)

 

<< બાજુઓ પર આડા પડવુ આડા પડીને શરીરને વાળવુ >>

 

(લાભદાયક યોગાસનો)

યોગાભ્યાસ ખૂબ મદદ કરે છે શરીર અને મનને ખૂબ વધારે સ્વાસ્થ્યના ફાયદાઓ આપવામા પણ ઍ દવાનો વિકલ્પ નથી. ઍ મહત્વનુ છે કે યોગાસનો પ્રશિક્ષિત શ્રી શ્રી યોગા શિક્ષકની દેખરેખમા શીખો. કોઈ પણ તબીબી સ્થિતિમા ડોક્ટોરની અને શ્રી શ્રી યોગા શિખકની સલાહ લઈ યોગાસન કરવા.શ્રી શ્રી યોગા શિબિર તમારી નજીકના આર્ટ ઓફ લિવિંગના કેન્દ્ર પર શોધી નાખો. શું તમને શિબિરોની માહિતી જ઼ોઈઍ છે અથવા પ્રતિસાદ આપવો છે. તો અમને લખો info@artoflivingyoga.in.