“હું જાણું છું” થી મુક્તિ - Freedom from I Know

મન બે પ્રકાર ના હોય છે.એક ખુલ્લું મન અને બીજું બંધિત મન. બંધિત મન એ એવું છે કે જે કહે છે-“આ જે છે તે આ જ છે.,””હું તે જાણું છું,કે તે તે આમજ છે.,”.તે જડ મન છે.ખુલ્લું મન તો કહેશે,કે-“અરે,તેમ હોઈ પણ શકે,!!કદાચ હું જાણતો ના પણ હોઉં.!!”અલ્પ, સીમિત જ્ઞાન અને તે માટેની જડતા મન ને અતિ જડ બનાવે છે.જયારે તમે પરિસ્થિતિ ને સમજતા થાવ,અને તેને  લેબલ લગાડો,-“આ તેનાં જેવું જ છે.-“,અને તે ત્યાંથી જ તમારી સમસ્યાઓ શરૂ થાય છે. 

બધા જ પ્રશ્નો ની શરૂઆત જાણકારી ને કારણે જ થતી હોય છે,નહી કે જાણકારી ના અભાવ ને કારણે,!!!જો તમે જાણતા ના હોવ તો તમારું મન ખુલ્લું હોય છે,અને તમે કહેશો,-“અચ્છા!હોઈ શકે,!!કદાચ મરી પાસે કંઈક જાણકારી ઓછી હશે.”તમે કોઈ વાત,જે તમે જાણતા નથી તેને  ને લેબલ આપતા નથી.જયારે તમને લાગે છે કે તમને અન્યાય થઇ રહ્યો છે,,જયારે તમે મહેસુસ કરો કે તમે ભોગ બની રહ્યા છો,જયારે તમોને લાગે કે તમારી સાથે કંઈક ખોટું થઇ રહ્યું છે,-આ બધું જ “હું બધું જ જાણું છું,” ની શ્રેણી મા આવે છે.,તો વાત આમ છે.”  

વેદના એ મર્યાદિત જ્ઞાન ની નીપજ છે.પ્રશ્ન એ પણ મર્યાદિત જ્ઞાન ની નિશાની છે.પરંતુ જ્યાર અચંબો,ધીરજ,આનંદ,રાહ,હોય તો તેમાં તમે અજાણ હોવાની  અવસ્થા મા હોવ છો,કૈક હોઈ શકે,અરે,તે શું છે?મને ખબર નથી.”એવું કંઈક હોય છે કે,જે તમે નિર્દેશ કરી શકતા નથી.સમગ્ર જીવન એ મર્યાદિત જ્ઞાન થી બધી જ શક્યતા સુધી ની યાત્રા છે.તમે માનો છો કે તમે દુનિયા જાણો છો,અને તે આ છે.આજ મોટામાં મોટી સમસ્યા છે..આ માત્ર એક જ વિશ્વ નથી.આ વિશ્વ ના પણ ઘણાં જ બધા સ્તરો છે. 

જયારે તમે અસ્વસ્થ હોવ,તમે કોઈ કારણ વગર તો અસ્વસ્થ ના જ હોવ.કોઈ ને કોઈ કારણ તો હોય જ છે.જયારે તમારું મન બધી જ શક્યતાઓ માટે ખુલ્લું હોય છે,કોઈ ઘટના બને,અને તે બનાવા પાછળ ઘણાજ કારણો હોઈ શકે,કોઈ નક્કર કારણ પણ ના હોય,કોઈ નજીવું કારણ પણ હોઈ શકે,ધારો કે તમે તમારા રૂમ મા પ્રવેશો,અને જૂઓ કે ઘરે કોઈ એ આવી ને તમારા રૂ મા બધું જ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે,તમે ગુસ્સે થશો.હવે તમે તે ગુસ્સા નું કારણ તે રૂમ મા જે વ્યક્તિ હશે,તેને બનાવશો.પરંતુ બારીકાઈ થી જોશો તો,અન્ય કંઈક જ બન્યું હશે.તે સમયે અન્ય બીજું કંઈક કારણ પણ મોજુદ હોઈ શકે,પરંતુ તમે તો માત્ર પેલી વ્યક્તિ ને જ જોશો,અને તેનાં પર જ બધો ગુસ્સો ઉતારશો. 

મર્યાદિત જાણકારી ને કારણે આવું થતું હોય છે.તમે જાણતા હોવ છો કે કેટલુંક સુક્ષ્મ જે તમે જોઈ શકતા નથી,તેવા અનુંભ્યાવ પછી પણ,આવું થતું હોય છે.આ એક વિચિત્ર વાત છે.ભારત મા એક કહેવત છે તે -“યુ ફેલ ઇન ધી વેલ,ઇન ડે ટાઈમ,વીચ યુ કુડ સી ઇન ધી નાઈટ..”-- -“યુ ફેલ ઇન ધી પીટ ,ઇન ડે ટાઈમ્,વીચ યુ કુડ સી ઇન ધી નાઈટ..” તમે રાત્રી મા તે  ખાડો જોયો,તમે સાવધ હતા,તમે તે ઓળંગી ને ચાલ્યા,પરંતુ ધોળે દિવસે તમે તેજ ખાડા મા પડી ગયા.આનો મતલબ શું? 

તમારી આંખો ખુલ્લી ના હતી.તમે એટલા સંવેદનશીલ/સભાન  ના હતા કે તમારી આજુબાજુ જે કંઈ પણ  છે તેનો ખ્યાલ રાખી શકો.જેમ જેમ આપણે ઘટનાઓ અને લાગણી ઓ ને વ્યક્તિ સાથે જોડીએ છીએ,તેમ તેમ તમે તેનાથી મુક્ત નહી થઇ શકો.તેથી પ્રથમ કોઈ પણ વ્યક્તિ માટે ની,જગ્યા માટે કે સમય માટેની  ઘટનાઓ અને લાગણીઓ માંથી મુક્ત થાવ.આને જ્યોતિષ વિદ્યા કહે છે.તે બ્રહમાંડ ની એકરૂપતા નું જ્ઞાન(knowledge for unity) છે.જો પીન તમારા હાથ મા ખૂંચે,તો તમારા આખા શરીર ને તેની જાણ થતી હોય છે,તમે તે અનુભવો છો.તેથી પ્રત્યેક કોષ તમારી સાથે સમગ્ર રીતે જોડાયેલા હોય છે.તેજ રીતે પ્રત્યેક વ્યક્તિ સમગ્ર બ્રહમાંડ સાથે જોડાયેલ હોય છે,જેમ દરેકમા  ને એક જીવન/ચેતના  હોય છે,તે જ રીતે સમગ્ર બ્રહમાંડમા સુક્ષ્મ/ગુઢ  સ્તરે એક ચેતના હોય છે,જોકે તે સમગ્ર રીતે ઘણાજ સ્વરૂપે જોવા મળે છે. 

જેમ તમે વધારે અને વધારે ઊંડાણ મા ઉતારો,તમે જોશો કે એક જ અસ્તિત્વ છે,એકજ દિવ્યશક્તિ છે.તેથી જતો શાણા માણસો વ્યક્તિગત લેબલ આપતા નથી;ખરેખર તો શાણા માણસ મા વ્યક્તિગત અસ્તિત્વ જ મટી જાય છે.તેથી જ બીજા ની ભૂલ પાછળ નો ઈરાદો જોવાની જરૂર નથી,અથવા બીજા પર દોષ નો ટોપલો ઢોળી અને તેનાં પર રોષ કરવાની જરૂર નથી,કારણ કે- તે સંપૂર્ણ પણે જાણે છે કે તે આપણા કોઈ નું પણ કામ નથી,કે કોઈ ની ભૂલ પણ નથી. 

મગજ ઈચ્છાઓ અને રાગદ્વેષ છોડી અને મુક્ત/નચિંત  બની જાશે.-આમ પણ એક રીતે કહી શકાય.બીજી રીતે એમ પણ કહી શકાય કે-મન નું અસ્તિત્વ જ મટી જાય છે.તેથી જયારે મન ના હોય,માત્ર સ્વ ની જ હાજરી રહે છે.તમે હલ ના કરી શકો તેવી સમસ્યાઓ તમને આપવામાં જ ના આવે,તમારી સામે જે કોઈ સમસ્યાઓ આવે તે,તમારી વધારા ની કુશળતા નો અહેસાસ કરાવવા માટે જ હોયછે,તમે કેટલી વધારે ક્ષમતા,હોશિયારી,અને શાંતિ હાંસલ કરી શકો છો.આ બધું જ તમારા મન ને સારી રીતે કામ કરી શકે તે માટે જ છે. 

તમારે ખરેખર બુદ્ધિ ની ક્યારે જરૂર પડે છે ?જયારે સમસ્યા હોય ત્યારેજ.કેમ ખરું કે નહી?જો સમસ્ય હોય જ નહી,તો આપણે ગ્યાજેવા હશું.ગયો ને કોઈ સમસ્યા હોતી જ નથી.તે ઘાસ ખાયછે,પાણી પીએ છે,અને ઉંધે છે.તેની જેમ જ જો તમારું જીવન સમસ્યા વગર નું સરળ હોય,તો તમે માત્ર ખાશો,પીશો અને આળસુ અને આળસુ બની જશો. 

ઈશ્વરે તમને મગજ ,સજાગ રહેવા માટે અને તમારી  સમસ્યાઓ ના ઉકેલ માટે,વાપરવા માટે આપ્યું છે.બરાબર ને?પરંતુ આપણે ઉલટું જ કરીએ છીએ.આપણે મગજ નો ઉપયોગ કરતાં જ નથી અને વધારે ને વધારે ગુચવાડો પેદા કરીએ છીએ.અથવા તો આપણે મગજ નો ઉપયોગ જ સમસ્યાઓ ના ઉકેલ ને બદલે વધારે ગુચવાડો ઊભો કરવા માટે કરીએ છીએ.જો આપણ ને કોઈ સમસ્યા હોય ,તો તેનાં ઉકેલ ને બદલે, આપણે આ સમસ્યા કઈ રીતે વિકરાળ થઇ શકે,અથવા તેનાં થી કેટલું ખરાબ પરિણામ આવી શકે તે પર જ ધ્યાન આપીએ છીએ.ખરું કે નહી?તેથી જ આ મગજ વણવપરાયેલું ઈશ્વર ને પાછું આપતા નથી.!! 

હું તમને એક વાર્તા કહીશ.કોઈ સ્વર્ગ મા મગજ શોધતું હતું.ત્યાં ખુબજ વિચક્ષણ લોકો ના મગજ એક બાજુ લાઈન મા રાખેલા હતા,અને તેનાં પછી તરજ મૂર્ખ લોકો ના મગજ પણ રાખેલા હતા. 

તમારે જે પસંદ કરવું હોય તે કરવા ની છૂટ,તેથી પરના પર તેની કિમત ની ટેગ પણ મુકી હતી.વિચક્ષણ લોકો ના મગજ ઘણાજ સસ્તા ભવ ના હતા.૩,૫,૧૦,૨૦ દોલ્લાર્સ.કોઈ એ કહ્યું અરે!જૂઓ તો ખરા આઈન્સ્ટાઈન ના મગજ ની કિંમત  માત્ર ૫ ડોલર જ છે.” તેઓ આગળ ગયા.ત્યાં ઘણાજ મૂર્ક લોકો ના મગજ પણ હતા.પરંતુ તેની કિંમત ૧ લાખ  ડોલર હતી.અને તેઓ એ કહ્યું આમ કેમ?કંઈક ગરબડ લાગે છે.કિમત ની ટેગ બદલાઈ ગઈ હોવી જોઈએ.પરંતુ તેઓ એ તો કહ્યું-“ ના,ના તેમ થયું નથી.ટેગ બદલાઈ નથી.જે છે તેજ બરાબર છે.કારણ કે વિચક્ષણ લોકો ના મગજ તો ખૂબજ વપરાયેલા છે.જયારે આતો વણવપરાયેલા મગજ જ પરત આવેલ છે.તેથી વપરાયેલા મગજ ની કિંમત વધારે અને વણવપરાયેલા મગજ ની કિંમત વધારે છે.”.તમારે જાત ને વણવપરાયેલ મગન ની શ્રેણી મા ના મુકો.અહીં તેનો શક્ય તેટલો વધારે મા વધારે ઉપયોગ કરો. 

જૂઓ,જીવન મા દરેક પ્રકાર ની સુગંધ/સ્વાદહોવા જોઈએ.બધાજ રંગો થી ભરેલું આનંદમય જીવન હોવું જોઈએ.તેથી જ તો પ્રત્યેક નું જીવન એ એક જીવતી –જાગતી નવલ કથા છે.ઈશ્વર ની નઝર મા દરેક નું જીવન રસપ્રદ છે.તે એટલી બધી સુંદર છે.તે સંપૂર્ણ છે.જીવન ને વ્યાપક દ્રષ્ટિ કોણ થી નિહાળો.તમે આ પૃથ્વી તરીકે ઓળખાતી જગ્યા પર ભરપુર આનંદ માણી શકશો. 

તમને અહીં અવારનવાર આવવું ગમશે.તે રમત છે,ગેઇમ છે.નહીતો,તમે કહેશો બસ!બહુ થું,મારે અહીં ફરી આવવું નથી.જયારે તમે કીચડ મા /દળ મા ફસાઈ/દુખો મા ફસાઈ જાવ છો,ત્યારે લોકો કહે છે-“હું અહીં થી જતો રહેવા માંગું છું.”બાળકો ને જૂઓ.તેઓ રામે છે,ઝગડે છે,બરાડા પડે છે,કીકીયારી કરે છે,તેઓ બધું જ કરે છે.તેઓ ને તો રમત જ રમવી છે.તેઓ ત્યાજ રહેવા ઈચ્છે છે.તેજ રીતે જીવન ને પણ એક રમત ના રૂપે જ નિહાળો. 

સભાનતા ની નિશ્ચિતતા અંગે તમે સમજો છો,તેથી તમે દુનિયાની અનિશ્ચિતતા  પણ સરળતા થી નિભાવી શકો છો.ઘણીવાર લોકો આનાથી ઉલટું જ કરતાં હોય છે.તેઓ દુનવી વસ્તુ માટે નિશ્ચિત હોય છે,અને ઈશ્વર અંગે અનિશ્ચિત હોય છે.તેઓ ભરોસા યોગ્ય ના હોય તેવી વસ્તુઓ પર ભરોસો રાખે છે,અને પછી અસ્વસ્થ થતા હોય છે.અનિશ્ચિતતા ને કારણે સ્થિરતાની તલપ લાગે છે.અને દુનિયા ની સર્વ થી સ્થિર વસ્તુ જે છે તે ખુદ આપણે જ છીએ. 

દુનીયાતો પરિવર્તિત છે.,સ્વ/પોતે અપરિવર્તનશીલ છે.તમારે અપરિવર્તનશીલ બાબતો પર આધાર/વિશ્વાસ રાખી અને પરિવર્તન નો સ્વીકાર કરવો જોઈએ.જો તમે નિશ્ચિત હોવ,કે દરેક વસ્તુ અનિશ્ચિત છે,તો તમે મુક્ત થઇ શકશો.જો તમે જ અજ્ઞાન મા અનિશ્ચિત હશો,તો તમે ચિંતિત અને તનાવપૂર્ણ રહેશો.અનિશ્ચિતતા સાથે જાગરુકતા સભાનતા ના ઉચ્ચસ્તર મા લઇ જાય છે,હાસ્ય લાવે છે/આનંદ લાવે છે. 

લોકો ઘણીવાર વિચારે છે કે-નિશ્ચિતતા સ્વતંત્રતા છે.પરંતુ જો તમે તેવી સ્વતંત્રતા અન્શીત્તા મા પણ માંની શકતા હોવ,તો જ તે સાચી આઝાદી છે.ઘણીવાર તમારી નિશ્ચિતતા કે અનિશ્ચિતતા સાપેક્ષ જગત પર આધારિત હોય છે. 

સબંધિત અનિશ્ચિતતા વિશે ની નિશ્ચિતતા તમને તેનાં અસ્તિત્વ વિશે ચોક્કસ બનાવે છે,અને તે નિરપેક્ષ/ઈશ્વર ના અસ્તિત્વ મા વિશ્વાસ જગાવે છે.જ્ઞાન મા તમે અનિશ્ચિતા નાગે ઉત્સાહી હોવ છો.અનિશ્ચિત વ્યક્તિઓ ઘણી વાર કાર્યશીલ હોતા નથી.તેઓ માત્ર બેસી રહે છે અને રાહ જૂએ છે.અનિશ્ચિતતા જીવન ને એક ગેઇમ,એક પડકાર રૂપ બનાવે છે.અનિશ્ચિતતા મા રહેવું એ જતું કરવા ની વાત છે.સાપેક્ષ દુનિયા ની નિશ્ચિતતા શુષ્કતા ઉત્પન કરે છે.સ્વ માટે ની અનિશ્ચિતતા ભય/બીક પેદા કરે છે.વસ્તુ/બાબતો અંગે ની અનિશ્ચિતતા ચેતના મા નિશ્ચિતતા લાવે છે.