શબ્દો કરતાં પણ અધિક

શાણપણ શબ્દો કરતાં પણ વધારે ઉચ્ચ છે.તે અસ્તિત્વ એક સુંદર પાસુ છે.તે બધાજ  શબ્દો નો સાર/આર્ક છે.. જુઓ તેને શબ્દો ની પેલે પાર જોડો.પછી તમારા જીવન મા અસત્ય નહી રહે.આપણે શબ્દો ને અર્થ આપીએ છીએ,અને તેને વિકૃત પણ કરીએ છીએ.જો તમે શબ્દો સાથે ચાલાકી કરો તો તે જુઠ્ઠાણું છે,જો તમે શબ્દો સાથે રમત રમો તો તે જોક છે,જો તમે શબ્દો પર અવલંબન રાખો તે તે અજ્ઞાન છે,પરંતુ જો તમે શબ્દો ને પણ પાર કરો તો તે ડહાપણ /શાણપણ છે.(શબ્દ ની પણ પેલે પાર જઇ શકો )ચાલો આપણે એવાં કેટલાક શબ્દો જોઈએ કે જેમના અર્થો સમયાંતરે બદલાય ગયા હોય.  

બ્રેઈન વોશિંગ ,ભ્રમનિરસન,પુરાણું:દાખલા તરીકે ‘બ્રેઈન વોશિગ’ શબ્દ લો.તમારા શરીર ની જેમજ તમારા મગજ/દિમાગ નું પણ વોશિગ કોઈ-કોઈ વાર જરૂરી હોય છે.તમે ગંદા દિમાગ સાથે હરવા-ફરવા ઇચ્છતા હોતા નથી. ‘બ્રેઈન વોશિગ’ શબ્દ મા ખોટું શું છે?તે દિમાગ/મગજ  ની  સફાઈ નો સુચક છે. પરંતુ આ શબ્દ ને અપમાનજનક રીતે વાપરવામા આવે છે.તેજ રીતે ભ્રમ નિરસન શબ્દ છે.જો તમે ભ્રમિત નથી તો તે તો સારું જ છે.તમે વાસ્તવિકતા ની પાસે છો.તેજ રીતે ‘પુરાણું’ શબ્દ-તેનો મતલબ કે –“ગામ મા નવું છે,અત્યંત આધુનિક છે”પરતું આ શબ્દ ને જર્જરિત ના સંદર્ભ મા વાપરવા મા આવે છે.   

મરસી/દયાળુ: પ્રથમ ચાલો આપણે સામાન્ય રીતે વપરાતો શબ્દ’દયા; જોઈએ.દયા એ આત્મીયતા નો અભાવ સૂચવે છે.તે દુરી સૂચવે છે ,પોતીકાપણા નો અભાવ સૂચવે છે.તમારા ખાસ નજીક ના વ્હાલા પ્રત્યે તમને દયા હોતી નથી.તમે કદી મા-બાપ ને એમ કહેતા નહી સંભાળ્યા હોય કે-“માને મારા બાળકો ની દયા આવે છે.”તમોને તેઓની દયા આવે છે કે જે-તમારા પોતાનાં નથી.દયા એ ગુસ્સો,નિર્ણય,અને સત્તા શબ્દો ને સૂચવે છે. જયારે તમે દયાની યાચના કરો ,ત્યારે તમે સ્વકેન્દ્રિત હોવ છો.તમે કાયદાકીય કારણો અને તેની અસર થી બચવા માંગો છો.તે હિમત અને બહાદુરી નો  અભાવ નો પણ સુચક છે 

જયારે તમે સર્જન ની પ્રક્રિયા જાણશો અને તેનાં પર વિશ્વાસ રાખશો તો તમને ફક્ત આનંદ જ થશે.એ ફક્ત ન્નાનું મગજ જ છે કે-પોતાનો સ્વભાવ  દિવ્ય મગજ પર હાવી થવા પ્રયત્ન કરે છે.દિવ્યતા મા બધું જાણવું અને ફક્ત સર્વ ને ચાહવું એજ;તેમાં દયા ને કોઈ સ્થાન નથી.જ છે, શું તમે જાણો છો મારા મા દયા નથી?જયારે આત્મીયતા હોય છે,ત્યારે દયા માટે કોઈ સ્થાન જ નથી હોતું. 

માફી/ક્ષમા :તેજ રીતે’માફી/ક્ષમા ’શબ્દ પણ કદી પૂર્ણ નથી.આપણે બીજા ને ક્ષમા આપવાના પ્રયત્નો ની મથામણ/સંઘર્ષ મા હોઈએ છીએ.જયારે તમે કહો કે હું ક્ષમા કરું છું,ત્યારે તમે વિચારો છો કે-તે વ્યક્તિ દોષિત છે.અને જયારે તમે એમ વિચારો કે અન્ય કોઈ વ્યક્તિ દોષિત છે,અને તેને માફ કરવા પ્રયત્ન કરો છો,અને તે કરો પણ છો,તો પણ થોડું તો બાકી જ રહે છે.પરંતુ જો તમે વિશાળ/વ્યપાક  દ્રષ્ટિકોણ થી જૂઓ-અને વિચારો કે ગુનેગાર પોતાના મન,અજ્ઞાન,અજગૃકતા,અસભાનાતા નો શિકાર/ભોગ બન્યો છે,તો ?તમારી અંદર એક કરુણા ભાવ જાગૃત થશેપરંતુ જયારે લોકો કરુણા ને ના સમજી શકે ત્યારેજ તેને ક્ષમા/માફી જેવી વાતો કરવી પડે છે.. 

મૃદુતા/નરમાશ.કડકાઈ :કેટલાક લોકો નરમ હોય છે,અને તેની આ નરમાશ હિમત અને કડકાઈ ના અભાવે હોય છે. આ સિવાય બીજી એક પણ નરમાશ/મૃદુતા કેટલાક લોકો મા હોય છે,અને જે તેની પરિપક્વતા,ઉદારતા,અને સ્વ-જ્ઞાન ને કારણે હોય છે.હિમત વગર ના નરમ લોકો ને બહુ જ સહન કરવું પડે છે.અને કોઈ ને કોઈ સમયે તેઓ અસ્થિર/વિહવળ બની જાય છે.તેજ રીતે લોકો મા બે પ્રકાર ની કડકાઈ પણ હોય છે.આક્રમક કડકાઈ અથવા નિર્ણયાત્મક/આત્મવિશ્વાસ ની દ્રઢતા લોકો કેટલાક પોતાની નબળાઈ,શક્તિ હીનતા,અથવા તો ભય ના કારણે આક્રમક કડકાઈ ધરાવતા હોય છે. જયારે અન્ય લેતાલક લોકો ની કડકાઈ-કાળજી,પ્રેમ,અને કરુણા સભર હોય છે. 

સહિષ્ણુતા:અન્ય અવારનવાર વપરાતો શબ્દ છે –ટોલરન્સ / સહિષ્ણુતા છે.કેટલાક લોકો માટે છે કે- સહિષ્ણુતાએ સદગુણ છે, સહિષ્ણુતાએ નકારાત્મક શબ્દ છે.જો તમને કોઈ વસ્તુ ગમતી હોય ટો તે,તમે સહન નથી કરતાં, સહિષ્ણુતા શબ્દ મા અણગમા નો  ઊંડો ભાવ સમાયેલો છે,જે કોઈ પણ સમયે ધ્રુણા મા પરિવર્તિત થઇ શકે છે.તે અલગાવપણા,માનસિક સંકુચિતતા,સભાનતા ની મર્યાદાઓ  નો સુચક છે.જયારે તમે સહનશીલ હોવ છો એ એક કામચલાઉ પરિસ્થિતિ છે.સહનશીલતા મા સંભવિત જ્વાળામુખી પણ હોય છે.અને તમે જયારે સહન શીલ હોચોઓ ત્યારે તેને (જ્વાળામુખી)ને રોકી રાખો છો.  

આત્મ સંયમ/કરકસર/સાદાઈ  :આત્મસંયમ/કરકસર/સાદાઈ  ને અવારનવાર ગરીબી કે સ્વ-વંચિત વૃતિ ના સંદર્ભ મા ગણી લેવા મા આવે છે.પરંતુ તેમ નથી. આત્મ સંયમ/કરકસર/સાદાઈ     તો પરિપક્વતા ની પેદાશ છે.તે સામાજિક સ્વાસ્થ્ય, ની નિશાની છે. આત્મ સંયમ/કરકસર/સાદાઈ  એ ઉજવણી ના વિરોધાભાસ મા નથી.જે આધ્ત્ય્મિક રીતે ધનવાન છે તે જ આત્મ સંયમ/કરકસર/સાદાઈ નિભાવી શકે છે.આધ્યાત્મિકતા ની ગરીબી મા મિથ્યાભિમાન જ હોય છે. .  

સંયમ/કરકસર/સાદાઈ જ મિથ્યાભિમાન માંથી મુક્તિ અર્પે છે.!!  

બીજાને પ્રભાવિત કરવા પ્રયત્ન ના કરો,અથવા તો પોતાની જાત ને વધારે ઉજાગર કરવા પ્રયત્ન ના કરો.જો તમે આત્મા/સ્વ  ને ઓળખો,તો તમારી અભિવ્યક્તિ યોગ્ય હશે,અને તમારી છાપ લાંબો સમય ટકશે.તમારી જાત ને પૂછો:- “શું તમે જેવું વર્તન કરો છો તેવા જ છો?”ના! આ મારી અંદર ના આ પોપડા અંગે ગાફેલ ના રહો.સમુદ્ર માંથી વાદળ બને તે અદ્રશ્ય છે પરંતુ વાદળ માંથી સમુદ્ર મા પાણી આવે તે દ્રશ્યમાન છે.આ વિશ્વ મા એવાં થોડાજ લોકો છે કે જે તમારી આંતરિક વૃદ્ધી/સમૃદ્ધી સમજી શકશે.