દિવ્ય પ્રેમ ..

પ્રેમ એ અપૂર્ણ છે.અને તે અપૂર્ણ જ રહેવાનો છે.જે કંઈ સંપૂર્ણ છે,તેની સીમાઓ નિશ્ચિત  કરી હોય છે.તેની મર્યાદાઓ પણ જોવા મળે છે.પ્રેમ ને અનંત હોવા માટે તે અપૂર્ણ હોય તે આવશ્યક છે.પ્રેમ એ અનંત/અમર્યાદિત છે,અને તે અમર્યાદિત રસ્તાઓ વડે અભિવ્યક્ત થાય છે.તેને વ્યક્ત કરવાની ૧૧ રીતો છે, અથવા ૧૧ રસ્તાઓ છે કે જેના દ્વારા પ્રેમ ને અભિવ્યક્ત કરી શકાય છે.. 

૧.પ્રથમ છે,-ગુણ મહાત્મય શક્તિ,દિવ્યત્વ ના ગુણો નું આચમન કરવું,દિવ્યત્વ ના ગુણો ની કદર કરવી..જ્યરે તમે કોઈ ને પ્રેમ કરો છો,ચાહો છો ત્યારે તેનાં/તેણી  મા એવું શું છે કે-તમે પ્રેમ કરો છો?તમને કોઈ ગુણો દેખાશે.આ માયાળુ છે,કે આ કાળજી રાખનાર છે,..ગુણો નું કોઈ સ્વરૂપ ના હોય.ઈશ્વર ને આ અર્થ મા પ્રેમ કરવો તેનો મતલબ કે-ઈશ્વર ના તમામ ગુણો નું આચમન કરવું. 

 સામાન્ય રીતે દરેક લોકો અન્ય ના નકારાત્મક ગુણો જૂએ છે,ઈશ્વર મા પણ તમને કોઈને કોઈ નકારાત્મકતા દેખાશે!!!જે ક્ષણ થી તમારું મન પ્રેમ માં નથી,તે આમ જ વર્તશે.જયારે તમે દિવ્ય પ્રેમ માય જીવતાં હોવ,ત્યારે તમે દિવ્યતા ના ગુણો જયા પણ જોશો તેને વિકશાવશો,તેનો આનંદ માનશો.  

૨.રૂપ શક્તિ .કેટલાક લોકો ગુણો ની કદર કરી શકતા નથી,કારણ કે તેઓ ગુણ ને ગુણ તરીકે જોતાજ હોતા નથી.અને ગુણ સ્વરૂપ વિના જોઈ શકાય નહી.જો તમે આ બારીક ગુણો ની કદર ના કરી શકો,તમે ચોક્કસપણે તમે એ સ્વરૂપ ની કદર કરી શકો કે જે તમારા ખુદ નું સ્વરૂપ છે.અને સ્વરૂપ દરેક જગ્યાએ હોય છે!!જયારે તમે પુષ્પ ની કદર કરો છો,ત્યારે તમે તેનાં સ્વરૂપ ની કદર કરો છો.જયારે તમે સત્ય ને ગુણવત્તા ના સ્વરૂપે જૂઓ અને તેનો મહિમા કરો,ત્યારે તે તમને ગુણો ની પણ પેલીપાર લઇ જાય છે.તેજ રીતે,તમે પુષ્પ ને પ્રેમ કરો અને તેની ખૂબજ કદર કરો,તમે જોશો કે –તે નિરાકાર માં ઓગળી જાય છે.તમને તમારા મન ના ઊંડાણ માં રહેલો અવક્ષ તે ફૂલ ની અંદર દેખાશે. 

૩. ત્રીજી છે પૂજાશક્તિ,ભક્તિ માં રસ,આદર/સન્માન માં,રસ.પ્રેમ પોતાની અભિવ્યક્તિ પૂજા સ્વરૂપે સન્માન રૂપે પણ થઇ શકે.,અને જેણે આ પ્રમાણે કર્યું હોય તેને જ તેનાં  આનંદ ની ખબર પડે. તમારા મનની પૂર્ણતા ની અવસ્થા માં મન કહેશે-“મારે કશું જ જોઈતું નથી.હું મારી આખી જિંદગી આ જ રીતે ભક્તિ કરતો રહીશ.”પૂજા શક્તિ એ પ્રેમ ની નિશાની છે.જો તમે કોક વસ્તુ-વ્યક્તિ ને પ્રેમ કરતાં હોવ,અને જ્યાં પ્રેમ હોય,તમે જોશો કે તમે જેને પ્રેમ કરતાં હશો,તેની ભક્તિ કરતા થઇ જશો. 

૪.ચોથું છે-સ્મરણ શક્તિ,જેનો મતલબ છે યાદ કરવું/રાખવું. એ કઈક એવી વસ્તુ છે કે જે-તમારા મન મા સતત રહે છે.તેમે એ જોયું છે કે જો તમે કોઈ વસ્તુ ને પ્રેમ કરતાં હોવ,અને તેની ઈચ્છાકરતાં હોવ ,તો તે ઈચ્છા તમારા મનમા છવાયેલી રહે છે.કોઈ વાર તો તમે જાગૃત થાવ કે ,તરતજ તે તમારા મન-મગજ પર છવાઈ જાય છે.જયારે તમને કોઈ વસ્તુ ની તીવ્ર ઈચ્છા હોય ત્યારે તમારા મન મા તેનાજ વિચારો હમેંશ માટે ધુમરાયાકરે છે.તેજ રીતે તમે કોઈ ને ધિક્કારો,ત્યારે પણ તે વિચાર પણ તમારા મન મા દરેક સમયે ધુમરાયા કરે છે.Tઆ ને સ્મરણ કહે છે.જો આજ રીતે તમારા મનમા દૈવી વિચાર હમેશ માટે ધુમરાયા કરે તો તે કેવું અદભુત હશે? 

૫.દાસ્ય શક્તિ એ પાંચમું છે.તેનો અર્થ છે-ઈશ્વર ના સેવક હોવાની ભાવના છે.તેનો મતલબ કે-“હું માત્ર દિવ્ય શક્તિ નો સેવક જ છું;તે શક્તિ મારી કાળજી લે છે.મને જે કહેવા મા આવે છે,તે હું કરું છું.મારું જીવન અહીં થી કંઈક મેળવવા માટે નથી,હું આ જગત મા તેની સેવા કરવા આવ્યો છું.સેવા નો મતલબ જ એ છે કોઈ બદલાની આશા ના રાખવી.ડીવાઈન/ઈશ્વર જે કોઈ સેવા મારી પાસે થી ઇચ્છશે તે હું કરીશ.તે જે કોઈ ને મારી પાસે મોકલશે હું તેઓ ને મદદ કરીશ...” આ દાસ્ય શક્તિ છે. 

૬.છઠ્ઠું છે-.સખા શક્તિ,ઈશ્વર સાથે મિત્રતા.ઈશ્વર/દિવતા સાથે સખાની ભાવના.ઘણાં ને દાસત્વ ગમતું નથી,સખા/સાથી શક્તિ નો અર્થ એ છે કે –હું મારા ઈશ્વર નો માનીતો છું.તે મારો ચહીતો છે.હું તેને રાજી રાખવા ગમે તે કરી છૂટીશ.અને અહીં જ તો  દિવ્યતા/ઈશ્વર સાથે ભય વગર ઓતપ્રોત થવાની શરૂઆત થાય છે.અને આ ભાવના તમારા અંદર થી આવવી જઈએ.એવું નથી એક વ્યક્તિ બીજી કરતાં ચડિયાતી છે.ગીતા નો બોધ અર્જુન ને આપવા મા આવ્યો હતો અને અર્જુન એ કૃષણ ને પોતાનાં સખા,સાથી બનાવ્યા હતા.અને તેથી જ કૃષ્ણ જગદગુરુ કહેવાયા,આખા બ્રહમાંડ ના શિક્ષક/ગુરુ.તેઓ ગુરુ અને મિત્ર બન્ને હતા. 

૭..સાતમું છે,વાત્સલ્ય શક્તિ.. વાત્સલ્ય નો મતલબ છે-પ્રેમાળ,પ્રેમાળ હોવાને કારણે આપણે ઈશ્વર ને તેનાં નટખટ બાળ-સ્વરૂપે નિહાળી શકીએ છીએ,વાત્સલ્ય શક્તિ મા ભક્તિ તમે બાળક ની કાળજી લો છો તે સ્વરૂપ લે છે,અથવા ઈશ્વર પ્રત્યે મા જેવી કાળજી લેતાં હોવ,તેવો ભાવ જાગે છે.ત્યારે ભક્ત ઈશ્વર ને હુકમ કરતો હોય છે.તેની પાછળ આવી મધુર લાગણી હોય છે.ભક્ત ઈશ્વર ને કહેશે કે-“જો તું તેમ કરીશ તો,હું તારા પાર ગુસ્સે થઈશ;જો તું તારી હાજરી નો અહેસાસ આજે નહી કરાવ તો,હું કાલ થી તારી સાથે અબોલા લઇ લઈશ “આમ જેમ મા પોતાનાં બાળક સાથે વર્તે છે,તેમજ ભક્ત ઈશ્વર સાથે વર્તે છે.આ પ્રકાર ની નિકટતા એ વાત્સલ્ય શક્તિ છે. 

૮..કાન્તા શક્તિ એ આઠમો પ્રકાર છે.તે પ્યારા પતિ-પત્ની નો સબંધ છે.ડીવાઈન/ઈશ્વર તમારો જ અંશ જ છે તેવી લાગણી,” તે મારી ઘણી જ કાળજી લે છે;કે મારી સિવાય તેનું અસ્તિત્વ જ શક્ય નથી.!!તે મારા સિવાય રહી જ કેમ શકે?.” 

૯..નવમું રૂપ -  આત્મ નિવેદન શક્તિ,પોતાની જાત ને સમર્પિત કરવી.તે પ્રેમ નું ઉદ્દાત સ્વરૂપ છે,કે-“મારા શ્વાસ,મારું અસ્તિત્વ માત્ર એ સર્વે તારું જ છે.મારા અસ્તિત્વ નો દરેક કણ તને સમર્પિત છે,મારા શ્વાસ કે જે હું લઉં છું એ પણ તારા જ છે.હું તારો જ છું..”તે સંપૂર્ણ શરણાગતિ;”મારી જિંદગી નું તારે જે કરવું હોય તે કર!!તે તારી જ છે !!મારું કઈ જ નથી.અને આ હું/મારું  નો એક પણ અંશ ના હોય તે આત્મનિવેદન શક્તિ છે. 

૧૦..તન્મય શક્તિ,એ દસમો પ્રકાર છે.આ પ્રત્યેક મા ઈશ્વર ની જ  વાસ જોવા ની વાત છે.વિશ્વ મા સઘળું તારું જ છે.પ્રાણ ની સમગ્રતા,પર્ણ નો પ્રવાહ,ને સર્વે મા નિહાળવા ની દ્રષ્ટિ એ તન્મય શક્તિ. દૈવી/દિવ્ય શક્તિ ના પ્રેમ માતરબોળ થઇ જવું,તે તન્મયતા છે,તન્મય શક્તિ છે.બધું જ ઈશ્વરમય/’તરબોળ છે.માત્ર તેને ઓળખવાની જ જરૂર છે!!.    

I૧૧..પરમ વિશ્વાસ શક્તિ,એ અગિયાર મો પ્રકાર છે. વિરહ એટલે ખૂબજ પીડા અને વિખુટા પડ્યાનું દુ:ખ,.અને મળવા ની ઝંખના,.આજ દિવ્ય પ્રેમ નું લક્ષણ છે.પ્રેમ કદી પણ પૂર્ણ હોતો નથી,કારણ કે-તેમાં ઝંખના છે.અને આ ઝંખના જ પ્રેમ ને અપૂર્ણ અને અનંત બનાવે છે.!!તેથી જ વિરહ ની પીડા એ જ દિવ્ય પ્રેમ છે.તે પીડા દાયક ઝંખના મા થી પ્રાર્થના ની સરવાણી ફૂટે છે.આ પીડા  જેના  નસીબ મા હોય છે તે  ધન્ય છે.સામાન્ય રીતે લોકો કોઈ ને પ્રેમ કરે છે,અને તે મેળવવા ની ઝંખના હોય છે,તેઓ તેમાંથી છુટકારો મેળવવા પ્રયત્ન કરે છે,કારણકે –આ ખૂબજ પીડાદાયક હોય છે.જેમ તમે તેનાં થી દુર ભાગવા નો પ્રયત્ન,તમે માત્ર ઝંખના જ  નહી પરંતુ પ્રેમ નો પણ નાશ કરો છો.પરંતુ જો તમે વિરહ ના દુઃખનો સ્વીકાર કરો/અપનાવી લ્યો,તો તમે તેની અનંતતા ને ઓળખી/કદર કરી  શકો છો. 

ભક્ત  

ભક્ત એ અજ્ઞાની લોકો ની નજરમાં એક ઉન્મત્ત વ્યક્તિ છે.તેઓ ને લોકો પોતાને માટે શું વિચારશે અથવા શું કહેશે તેની ચિંતા કરતાં નથી.ભક્ત ની દુનિયા તો માત્ર ઈશ્વર જ છે.માત્ર ઈશ્વર જ અસ્તિત્વ ધરાવે છે,ત્યારે તે-ભક્ત તો કોઈ વ્યક્તિ કંઈ પણ કહેશે તે તેનાં પર હસશે.જોઈ કોઈ તેમને કહે કે-“-અરે તું તો સાવ મૂર્ખ છે,ગમાર છે,”તે માત્ર હાસ્ય જ કરશે અને આભાર માનશે.કોઈ તેનેપ્રતિક્રિયા આપતો કરી શકે નહી.અને આ સ્થિતિ માટે કોઈ વસ્તુ કે વ્યક્તિ થી જરા પણ ગભરાતો હોતો નથી.ભક્ત પાસે કોઈ પણ પ્રકાર નો પ્રતિકાર હોતો જ નથી,તેથી જ તે નિર્ભય/નિડર/અભય  છે.બીક ત્યારે જ આવે છે કે જયારે તમારી અંદર બચાવ ની ભાવનાઓ આવે છે.પરંતુ આપણે વિચારીએ છીએ ,આપણી પાસે સંરક્ષણ હોય તો,આપણે નિર્ભય/નિડર  બની શકીએ.સરક્ષણ નું હોવું એજ ભય ની નિશાની છે. 

જો તમે વિશ્વાસ ન કરો,તો તમે એક ક્ષણ પણ જીવી ના શકો.દુનિયા એ તો તમે જે જૂઓ છો,અને અનુભવો છો તેજ છે.વિશ્વાસ એ છે કે જે અંગે તમે માત્ર સાંભળ્યું જ છે,જોયો નથી.એજ ઈશ્વર છે.દુનિયા ના દરેક સત્યો,મા માત્ર પ્રેમ એ જ સર્વોચ્ચ/મહાન છે.ધારો કે- તમારી પાસે જ્ઞાન છે,અને એ જ્ઞાન તમારા મા પ્રેમ ,જાગૃતિની સમગ્રતા પેદા કરી શકે નહી,તો તે જ્ઞાન બિનઉપયોગી છે.!!જો તમને ખગોળશાસ્ત્ર માટે પ્રેમ હોય,તો તમે તેનાં ઊંડાણ મા જશો,અને તેન વિશે વધારે જ્ઞાન પ્રાપ્ત કરશો.જીવન ને આનંદ અને સરળતા થી જીવવા નો ઉપક્રમ એજ આધ્યાત્મિકતા છે.આધ્યાત્મિકતા એટલે ધાર્મિક વિધિ ઓ નથી;તે અસ્તિત્વ નું એક આનંદમય સ્તર/સ્થિતિ છે. . અને તે દ્રષ્ટિકોણ છે કે-સમગ્ર વિશ્વ ચેતાનાસભર છે;અને બધી જ જીવંત વસ્તુઓ મા એક જ દિવ્યતા, ઈશ્વર નો વાસ છે.—આજ તો જીવન નો સાર, અર્ક છે.