ઊંડા ધ્યાનને પામવા માટેની છ (૬) સરળ રીત

તમે નિયમિતપણે ધ્યાન કરતા હોવ તે છતાં તમે કદિ એ નોંધ્યું છે કે તમે જેવા ધ્યાનમાં  બેસો કે તરત કંઈ તમારું મન આખા જગતના વિચારો કરવાનું અટકાવી થોડું દે છે?  ધ્યાન શીખવાની તમારી તૈયારી તો પ્રાથમિક જરુરિયાત છે જ, પણ પ્રશ્ન એ છે કે શું તમને વધારે ગહન ધ્યાનની અનુભૂતિ પામવાની ઈચ્છા છે? તો નીચે દર્શાવેલી થોડી સરળ રીતો તમને એ દિશામાં આગળ વધવામં મદદરુપ નીવડી શકે છે.

#1 અન્યના ચહેરા પર સ્મીત પ્રગટાવવું

જ્યારે તમે બીજાને મદદ કરો છો ત્યારે તમને  કેવી અનુભૂતિ થાય છે?  સુખની? સંતુષ્ટીની? તમને તમારામાં જાણે કોઈ સકારાત્મક ઊર્જાનો પ્રસાર થતો હોય ને અંતરમાં કશુંક વિકાસ પામતું હોય એવો અનુભવ થાય છેને? એનું કારણ ખબર છે? એનું કારણ એ છે કે જ્યારે તમે કોઈનું ભલું કરો છો અને એમના ચહેરા પર સ્મિત પ્રગટાવો છો ત્યારે તમને વૈશ્વીક ચેતનામાંથી સરસ સ્પંદનો અને આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે.

સેવાનો ભાવ તમારામાં એવી ઊચ્ચ ગુણવત્તા નિરુપે છે  કે તમે ગહન અને ઊંડા ધ્યાનની અનુભૂતિ કરવાની લાયકાત ધરાવતા થાવ છો.

"હું જ્યારે સેવા કરું છું ત્યારે મને આનંદ અને શાંતિ પ્રાપ્ત થાય છે અને હું ખૂબ તૃપ્તિનો અનુભવ કરું છું.  આ આનંદ અને શાંતિ મને ગહન અને ઊંડા ધ્યાનની ખાત્રી કરાવે છે." શિલ્પીમદન.

#2 મૌનમાં સમાહિત ધ્વનિનો અનુભવ!

એકદમ વહેલી સવારમાં જો તમે તમારા ઘરની અગાસીમાંથી આકાશ- દર્શન કરશો તો આકાશની રક્તીમ લાલિમા તમને અદ્ભુત અને આહ્લાદક આનંદ આપશે.  તમે ઊગતા સૂરજના અપ્રતિમ સૌંદર્યથી તરબતર થઈ જશો. જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે એવી સુંદરતાને માણતા કુદરત સાથે એકાકાર થવાના અનુભવ સાથે ગજબની શાંતિનો અનુભવ પામશો. તમારું મન તદ્દન વિચારમૂક્ત, શાંત અને સ્વસ્થ હોવાનો ખ્યાલ આવશે. તમને એ વાતનું આશ્ચર્ય થતું હશે કે એવું કેમ થાય છે?

મૌનમાં એવી શક્તિ છે જે તમારા વિચારોને સાવ ઓછા અને આછા બનાવી દે છે.

મોટાભાગે આપણે કંઈ પણ બોલતા રહીએ છીએ અને ત્યારે મન પણ ગમે ત્યાં ભટક્યા કરતું હોય છે.  આપણી ઈન્દ્રિયો આખો વખત જ્યાંત્યાંથી જાતજાતનું બધું એકઠું કર્યા કરે છે અને આપણા મનને એના પ્રહારોથી સતત વ્યસ્ત રાખીને આપણાં વિચારો પર એની આડીઅવળી છાપ ઊભી કરતું રહે છે.

મૌન ધ્યાનનું પુરક બળ છે. જ્યારે તમે મૌનમાં હો છો ત્યારે મનમાંના વિચારોની ગતિ મંદ પડે છે, જે તમને ગહન ધ્યાનમાં લઈ જવાનું સરળ બનાવે છે.

મૌન અને ગહન ધ્યાનનો સહિયારો અનુભવ આર્ટ ઓફ લિવિંગનો ઊચ્ચ સાધના વર્ગ (પાર્ટ-૨ કોર્સ)સાવ સરળતાથી કરાવે છે. આ કોર્સનું આયોજન બેંગલોરના આર્ટ ઓફ લિવિંગ ઈન્ટર નેશનલ આશ્રમમાં દર અઠવાડિયે થતું હોય છે.

"પહેલાં મને કેટલાય વિચારો એકસામટા ઘેરી વળતા ને હું ખૂબ જ ગુંચવાઈ જતી  હતી .મૌનમાં રહેવાની આદતથી ધીમે ધીમે હું એ વિચારોના ઝંઝાવાતને ઘટાડી શક્યો છું અને વધારે ગહન ધ્યાનનો હું અનુભવ કરી શકું છું. "- હિતાંશી સચદેવ..

# થોડાક યોગ દ્વારા શરીરની સંભાળ લેવી

અમૂક વખતે તમને એવું જણાયું હશે કે ઊંડું ગહન ધ્યાન થતું નથી અને કંટાળો કે બેચેનીનો અનુભવ થાય છે ?

કારણ એવું હોય છે કે તમે ઘણાં લાંબા સમય સુધી શરીર પાસે ખૂબ બધું કામ લીધું હોવાથી શરીરમાં એક પ્રકારની જડતા આવી ગઈ હોય છે. આ બેચેની અને શારીરિક થાકમાંથી મૂક્ત થવામાં અમૂક યોગાસનો તમને મદદરુપ નીવડે છે. જેથી તમારું મન ફરીથી સ્વસ્થતા મેળવી લે છે અને તમને ગહન ધ્યાનનો અનુભવ કરાવી શકે છે.

#4 તમારા ભોજન ઉપર પુરતું ધ્યાન આપો

તમે બરાબર તપાસ કરજો કે જ્યારે તમે ખૂબ તળેલું, તેલયુક્ત અને બીન-શાકાહારી ભોજન લીધા બાદ ધ્યાનમાં બેઠા હો અને સાત્વિક, સાદું અને પૌષ્ટિક ભોજન લીધા બાદ ધ્યાનમાં બેઠા હો તો તે બન્નેમાં શો તફાવત અનુભવાયો હતો ?  તમારો ખોરાક તમારી માનસિક સ્થિતિ પર સીધી અસર કરતું હોય છે.

 ધ્યાન માર્ગના ઉપાસક માટે સહેલાઈથી પચી જાય તેવો હળવો અને પ્રાણને પોષણ આપનારો આદર્શ ખોરાક;છે... અનાજ, પકાવેલું ધાન, લીલા શાકભાજી, તાજાં ફળો, કચુંબર-સલાડ, સૂપ વગેરે.

#5 સ્વયંને અનુરુપ ગીત ગાઓ

તમે અનુભવ કર્યો છે કે વિવિધ પ્રકારનું સંગીત તમારી વિવિધ લાગણીઓને બહેકાવે છે? 
 

આપણી અંદર ૯૦ ટકાથી વધારે જગ્યામાં ખાલી અવકાશ હોય છે, જ્યાં ધ્વનિની અસર સૌથી વધારે પ્રમાણમાં અનુભવી શકાય છે.. સત્સંગમાં ગવાતાં ભક્તિગીતોમાં સહભાગી થવાથી તમારી લાગણીઓ શુધ્ધ થાય છે અને પોતાનામાં જે કશુંક વિશિષ્ટ છે તે વિકાસ પામતું હોવાનો અનુભવ થાય છે. તમારું "લઘુ મન" કે જે નકામાં વિચારોમાં સતત વ્યસ્ત રહેતું હોય છે તે આ વાતાવરણમાં ચુપ થતું જાય છે... અને એટલે તમે જ્યારે ધ્યાનમાં બેસો છો ત્યારે વધારે ગહન ધ્યાનનો અનુભવ થાય છે.

#6 તમારી દીનચર્યામાં ધ્યાન માટે ચોક્કસ સમય રાખો

શિસ્તબધ્ધતા અને સંપૂર્ણ આદરપુર્વક ધ્યાનનો સતત અભ્યાસ કરતા રહેવું એ વધારે ને વધારે ગહન ધ્યાનની અનુભૂતિનું કારક બળ છે.એટલે દરરોજ ધ્યાન માટે કોઈ નિશ્ચિત સમય રાખીને અવિરત અભ્યાસ કરતા રહો અને ધ્યાન દ્વારા વધુ ઊંડાણમાં જવાની દિવ્યતાનો અનુભવ કરો.

“પહેલાં હું દિવસના કોઈ પણ સમયે ધ્યાન કરતો હતો. છેલ્લા થોડા મહિનાઓથી હું બપોરના ભોજન પહેલાં દરરોજ એક નિશ્ચિત સમયે ધ્યાન કરું છું અને મને વધારે ઊંડા અને ગહન ધ્યાનનો અનુભવ થાય છે."- દિવ્યા સચદેવ.

શ્રી શ્રી રવિશંકરની જ્ઞાન વાણીથી પ્રેરિત

દિવ્યા સચદેવ દ્વારા,સહજ સમાધી ધ્યાનના શિક્ષક પ્રિયદર્શિની હરીરામની ટીપ્પણી પર આધારિત.