યુવનો માટે ૭ ધ્યાન સુત્રો:

    યુવનો માટે ૭ ધ્યાન સુત્રો: સ્થ્રિર બેસો - અશક્યને શક્ય બનાવો. વ્યક્તિના જીવનમાં ૧૬ થી ૨૫ વર્ષની આયુ સુધીમાં બધા જ પડકારો સામાન્યત: આવી જતા હોય છે. જીવનના તોફાનોનો સામનો કરીને આભને આંબવાનું શીખવું એ જરૂરી છે. આપણે પસંદગી કરીએ, શબ્દો બોલાય - વિચારની ઝડપ કરતાં પણ્ જલદીથી આપણે અમલ કરીએ- અને બહુ જ મહત્વનું છે પહેલી જ વારમાં આપણે એ સચોટપણે કરીએ. આપણા મિત્રો એ આપણે માટે સૌથી અંગત અસરકારક જુથ છે અને આનંદનો સૌથી મોટો સ્ત્રોત પણ છે. જીવનના આવા તબક્કામાં ધ્યાન એ આપણું સૌથી શ્રેષ્ઠ મિત્ર બની શકે.

 

# ૧ ખુશમિજાજ બનો:

" હું પહેલાં ઘણો આક્રમક અને હિંસક હતો, કોલેજમાં ઘણી વખત ઝઘડા કરી બેસતો. મારે કોઇ મિત્રો ન હતા. મારે શું કરવું પોતાને માટે, એ વિશે મને કાંઇ જ ખબર નહોતી પડી રહી. ધ્યાન કરવાથી હું શાંત બન્યો. હું હવે જરાપણ હિંસક નથી અને મારે ઘણા બધા મિત્રો છે." રાજેશ નાયર.

દરેક જણ સ્વભાવથી મૈત્રિપુર્ણ હોય છે. જો એમ ન હોય તો તેનું કારણ છે તણાવ અને ચિંતા. ધ્યાન તણાવને ઓછો કરવામાં મદદ કરે છે અને આપણી અંદરની ક્ષમતાને પુર્ણપણે ખીલવે છે, પછી મિત્રો બનાવવા અને નિભાવવાનું વધુ સહેલું બને છે. બીજાની સંભાળ લેવી એ આપણા સ્વભાવમાં વણાઇ જાય છે.

 

# ૨  તમારાં સ્વપ્નો સાકાર કરો:

"મારે ગાયક બનવું હતું. મારી મહત્વાકાંક્ષા ઉંચી હતી પણ હું હંમેશા મારી આવડતો વિશે શંકાશીલ્ રહેતો. નિયમિતપણે ધ્યાન કરવાથી મને આત્મવિશ્વાસ આવ્યો કે હું કરી શકું છું. આજે હું એક મ્યુઝિક બેન્ડમાં છું જે લગભગ દર અઠવાડિયે પ્રોગ્રામ કરે છે. " સજલ જાજુ

યુવાનો તરીકે આપણે આપણાં સ્વપ્નો  અને મહત્વાકાંક્ષાઓથી આભને આંબવા માગીએ છીએ. ધ્યાન આપણને એ શક્તિ અને આત્મવિશ્વાસ પુરાં પાડે છે જેનાંથી આપણેા આપણાં સ્વપ્નોમાં વિશ્વાસ રાખીને એને વાસ્તવિકતામાં સાકાર કરી શકીએ છીએ.

 

# ૩  મૌલિકતાથી વિચારો:

" રોજ નિયમિતપણે ધ્યાન કરવાથી હું મારામાં નવી આવડતો શોધી શકી. હું મારામાં રહેલ સર્જનાત્મકતા જણી શકી અને મૌલિકતાથી - અલગ રીતે - વિચારતી થઇ. હવે હું જે પણ કાંઇ કરૂં છું તેમાં ધ્યાન એક આકર્ષક નવીનતા લાવે છે. "  -  દિવ્યા સચદેવ.

     જ્યારે આપણે કોઇ મોબાઇલની દુકાનમાં જઇએ છીએ તો આપણે જે શ્રેષ્ઠ મોબાઇલ ફોન હોય તે જ લઇએ છીએ કારણ કે તે બીજા બધા સામાન્ય કરતાં વધુ સારો છે. જ્યારે આપણે ધ્યાન્ કરીએ છીએ ત્યારે આપણી સર્જનાત્મકતા ખીલે છે, આપણે મૌલિકતાથી વિચારતા થઇએ છીએ અને બહુ જ સહેલાઇથી આપણા પોતાને માટે એક મહત્વ્નું સ્થાન બનાવી શકીએ છીએ.  

 

# ૪ કોઈપણ પરિસ્થિતિ તમને વિચલીત નહીં કરી શકે:

" પહેલાં હું બીજાના વર્તનથી અને મારા જીવનમાં આવતી મુશ્કેલ/વિકટ પરિસ્થિતિથી વ્યગ્ર થઈ જતો પરંતુ નિયમીતપણે ધ્યાન કરવાથી હવે હું જે કાંઈપણ પરિસ્થિતિ આવે તેને સહેલાઈથી સ્વીકારી શકું છું."- કરણ રોય યુવાન હોઈએ ત્યારે ઘણીવાર જીવનમાં આવતી વિકટ પરિસ્થિતિઓથી વ્યગ્ર થઈ જઈએ છીએ. ક્યારેક તો આવી મુશ્કેલીઓ આપણને પાયમાલ કરી મૂકે તેવી લાગે. ધ્યાન આપણી અંદર એક એવી શક્તિ પ્રદાન કરે છે તેમજ એક સ્વીક્રુતિની વ્રુતિ પણ લાવે છે જેને લીધે મુશ્કેલ  પરિસ્થિતિને શાંત મનથી સંભાળી શકીએ છીએ. તે આપણાંમાં વધુ જવાબદારીની ભાવના પણ વિકસાવે છે અને એક બહેતરવ્યક્તિ બનવામાં મદદ કરે છે. આપણે વરસાદને કાબૂ નથી કરી શક્તા પરંતુ જો આપણી પાસે છત્રી હોય તો વધુ આત્મવિશ્વાસથી આગળ વધી શકીએ છીએ. ધ્યાન એ મુશ્કેલ પરિસ્થિતિમાં છત્રી સમાન છે.

 

# ૫ ધ્યાનમાં મસ્ત બનો:

" હું સાત વર્ષથી સતત સીગારેટ પીવાની- ધૂમ્રપાન કરવાની કુટેવ ધરાવતો હતો. એક મિત્રએ મને ધ્યાન શીખવાનું સુચન કર્યું. સહજ સમાધિ ધ્યાનની નિયમિતપણે અભ્યાસ કરવાથી ધુમ્રપાન- સીગારેટ ફુંકવાનું- મેં સંપૂર્ણપણે છોડી દીધું છે. મને મારા રોજિંદા ધ્યાન પછી એ જ નશો/ મસ્તી/ કેફ મળે છે જે મને ધૂમ્રપાન કર્યા બાદ મળતો હતો."- અરજિત સીંગ

ધ્યાન એક કાયમી પૂરક તરીકે ધૂમ્રપાન ઓછું કરવામાં અને છોડવામાં મદદ કરે છે. ધ્યાન મસ્ત રહેવા માટેનું એક સાહજિક સાધન છે; અને તે પણ સજગતા કે સ્વાસ્થ્ય ગુમાવ્યા વિના. ધૂમ્રપાન કરવાની કે શરાબનું સેવન કરવાની કે બીજા કોઈપણ નશીલા પદાર્થનું સેવન કરવાની તીવ્ર ઈચ્છામાંથી ધ્યાન મનને મૂક્ત કરે છે. માટે ધૂમ્રપાન છોડો અને જીવવાનું શરુ કરો.

 

# ૬ તમારી ઉર્જાને યોગ્ય દિશામાં વાળો:

જ્યારથી મેં નિયમીત ધ્યાન કરવાનું શરુ કર્યું છે ત્યારથી હું સમગ્ર દિવસ દરમ્યાન વધુ ઉત્સાહિત અને ઉર્જાવાન રહું છું. હું વધુ સર્જનાત્મક બની શકું છું તેમજ કેટલીક સેવા પ્રવ્રુતિ પણ કરું છું."- સાક્ષી વર્મા

આપણે યુવાનો ઉર્જા, ઉત્સાહ અને સર્જનાત્મક્તાના સાગર છીએ. ધ્યાન આપણી ક્ષમતાને પૂર્ણપણે ખીલવવામાં આપણને મદદ કરે છે. આપણે વધુ સર્જનાત્મક અને ગતીશીલ બનીએ છીએ અને આપણી ઉર્જાને સર્જનાત્મક તથા હકારાત્મક કાર્યો કરવામાં વાળી શકીએ છીએ.

 

# ૭ માતા પિતા સાથે સંબંધ દ્રઢ બનાવો:

" ધ્યાન કરવાથી મારાં માતા પિતા સાથે એક અતૂટ બંધન અનુભવવામાં મને મદદ મળી છે. હવે અમે અમારી ખુશી અને સમસ્યાઓ એકબીજાને કહીએ છીએ. સાથે બેસીને ધ્યાન કરવાથી અમારો સંબંધ વધુ વિશિષ્ટ બની જાય છે."- અભિષેક દાવર

ધ્યાન કરવાથી આપણે આપણા માતા પિતા સાથે વધુ આવડતથી અને શાંતિથી સંવાદ કરી શકીએ છીએ. તેથી પરસ્પર ગેરસમજ ઓછી થાય છે. ધ્યાન આપણને આપણી પસંદગીમાં વધુ સજગ અને યુક્તિપૂર્ણ રહેવામાં પણ મદદ કરે છે. જેથી આપણે આપણી પોતાની ઈચ્છાઓ અને આપણા માતા-પિતાની સલાહ વચ્ચે સંતુલન જાળવી શકીએ.

                                                                           

                                                                            - પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીની જ્ઞાન-વાતો દ્વારા પ્રેરિત.