અળસી એક ઉત્તમ આહાર છે.તેનો ‘એન્ટીઇન્ફલેમેટરી’ ગુણ અને તેમાં રહેલા વધુ પ્રમાણમાં આહારજન્ય રેસા,પ્રોટીન,એન્ટીઓક્સીડંટસ,વિટામીન બીના ઘટકો, ઓમેગા-૩ તથા કેલ્શીયમને લીધે તે અનેક માંદગીઓ અને પરિસ્થિતિઓમાં ઉપચાર માટે સહાયક નીવડે છે.તેનો વજન ઉતારવા,રોગ પ્રતિકારક શક્તિ પ્રબળ બનાવવા,કબજીયાત,મધુપ્રમેહ,ઓસ્ટીઓપોરોસીસ અને ઊંચા રક્તચાપમાં ભલામણ કરવામાં આવે છે.

વજન ઘટાડવા માટે અળસી

કેટલાક અભ્યાસ જણાવે છે કે અળસી વધુ વજનવાળા અને મેદસ્વી લોકોને વજન ઘટાડવામાં મદદ કરે છે.આયુર્વેદ અનુસાર અળસીની પ્રકૃતિ ભારે છે.તેને લીધે જમતી વખતે જલ્દી સંતોષનો અનુભવ થાય છે અને તમને વધારે જમતા તથા વચ્ચે વચ્ચે નાસ્તો કરવાથી બચાવે છે.તેમાં રહેલા રેસાની વધુ માત્રાને લીધે ઉત્સર્જનમાં મદદ રહે છે અને વિષદ્રવ્યો કે જે એકત્રિત થતાં વજન વધવામાં પરિણમે છે તેમને વધવા નથી દેતી.

જયારે અળસીનો વજન ઘટાડવા ઉપયોગ કરો ત્યારે બે બાબતોનું ધ્યાન રાખો:

  1. તેનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરો કારણ કે તેની ગરમ પ્રકૃતિ છે.અભ્યાસ દર્શાવે છે કે દિવસમાં એક કિલો અળસી આરોગવાથી શરીર પર ઝેરી અસર થાય છે.
  2. અળસીનો રોજીંદા આહારમાં સમાવેશ કરો.તેને ક્યારેક અથવા અઠવાડિયે એક વાર કોઈ વાનગીમાં લેવાથી વજન ઘટવામાં ધાર્યું પરિણામ નહીં મળે.

તમારા આહારમાં અળસીનો કેવી રીતે ઉમેરો કરવો

તમે ભોજન બનાવતી વખતે અળસીનો વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો.તમે સલાડની ઉપર અળસીના તેલ અથવા શેકેલી અળસી ઉમેરી શકો છો,તેની ચીકી અથવા લાડુ બનાવી શકો છો અને તેને પીસીને રોટલીના લોટમાં ઉમેરી શકો છો.વજન ઘટાડવા માટે અળસીની પાંચ સરળ વાનગીઓ,જે તમે નિયમિત રીતે આરોગી શકો છો, તે છે.

અળસીનો મુખવાસ

પાચનમાં મદદરૂપ આ મુખવાસ તમે દરેક ભોજન પછી ખાઈ શકો છો.

સામગ્રી:

  • 1 ½  કપ અળસીના બી
  • 1 કપ અજમો
  • 1 કપ વરીયાળી
  • ½ કપ તલ
  • ½ કપ સૂર્યમુખીના બી
  • ¼ ચમચી સિંધવ 
  • ¼ ચમચી સંચળ
  • 1 કે વધારે લીંબુ

રીત:

  1. બધા બીને અલગ રાખીને તેમાં લીંબુનો રસ,ચપટી સિંધવ અને સંચળ ઉમેરો.
  2. તેમને અલગ અલગ જ સુતરાઉ કાપડ પર પાથરીને અડધા કલાક માટે સૂર્યના તાપમાં તપાવો.
  3. હવે દરેક પ્રકારના બીને અલગ અલગ શેકી લો.
  4. બધાને હવે ભેગા કરો અને ઠંડા પડવા દો.
  5. કાચની બોટલમાં ભરી લો.

અળસીની ચટણી

This is a dry chutney powder recipe that you can mix with a teaspoon of ghee when you have it with rice, roti, or dosa. 

સામગ્રી:

  • 1 કપ શેકેલા અળસીના બી
  • 2 ચમચા સુકવેલા અથવા શેકેલા મીઠા લીમડાના પાન
  • ½  ચમચી જીરુ
  • ½ ચમચી લાલ મરચું
  • સંચળ-સ્વાદ પ્રમાણે

રીત:

બધા ઘટકોને મિક્સરમાં વાટી લો અને મિશ્રણને એક બોટલમાં ભરી લો.

અળસીના પરોઠા

બિહારની આ વાનગી સવારના નાસ્તા માટે વપરાય છે. તેની ઉપર માખણ લગાવવામાં આવે છે અને ખાવામાં સાથે દહીં લેવાય છે.તમે તેનો સવાર કે સાંજના ભોજનમાં રોટલીની જગ્યાએ સમાવેશ કરી શકો છો.

સામગ્રી:

  • 2 ચમચી અળસીની સૂકી ચટણી
  • કોથમીર
  • 1 ગાજર

રીત:

  1. ગાજરને છીણીને થોડા તેલ કે ઘીમાં શેકી લો.
  2. પછી એ ગાજરને એક મોટા વાટકામાં લઈ તેમાં અળસીની સૂકી ચટણી,સમારેલી કોથમીર અને ચપટી મીઠું ભેળવો.તમે તેમાં ૧ મરચું સમારીને અને  ૧/૪ ચમચી વાટેલું આદુ પણ ઉમેરી શકો છો.બધું બરોબર ભેળવી દો.
  3. ઘઉંની કણકનો લુઓ લઈ તેની નાની રોટલી વણો.
  4. તેમાં વચ્ચે ૧ ચમચો ગાજર-અળસીનું મિશ્રણ મુકો.પછી તેને કચોરીની જેમ ગોળ વાળી દો. 
  5. હવે તેને વણીને સ્ટફ પરોઠુ બનાવો.
  6. આ પરોઠાને ગરમ તવા પર શેકવા મુકો.
  7. શેકાય એટલે તેના પર ચમચી તેલ કે ઘી ચોપડો.
  8. ઉથલાવીને બીજી બાજુ શેકો.તે બાજુએ પણ તેલ કે ઘી લગાવો.
  9. ફરીથી બન્ને બાજુએ શેકો.હવે પરોઠુ તૈયાર છે.
  10. તમે તેલ કે ઘી વાપર્યા વગર બન્ને બાજુએ શેકીને ઉપર ઘી લગાવીને પણ ખાઈ શકો છો.

અળસીની ચીકી

ભોજન પછી આને મિઠાઈ તરીકે અથવા નાસ્તા તરીકે ખાઈ  શકો છો.આ વાનગી શિયાળા અને ઠંડા વાતાવરણમાં ખાવી યોગ્ય છે.

સામગ્રી:

  • 1 કપ મખાણા
  • ½ કપ અળસીના બી
  • ½ કપ ગોળ
  • 1 ચમચી A2 ઘી

રીત:

  1. મખાણાને ઘીમાં શેકી લો.પછી તેને ખલમાં કુટીને નાના ટુકડા કરો.  
  2. અળસીને કોરી શેકી લો.
  3. ગેસ પર તાવડી ગરમ થવા મુકો.તેમાં ગોળ નાંખો અને હલાવો.
  4. ગોળ ઓગળે એટલે તેમાં મખાણાના ટુકડા અને અળસી ઉમેરો.૧ મીનીટ સુધી હલાવો.
  5. ગેસ બંધ કરીને આ ગરમ મિશ્રણ ઘી ચોપડેલી થાળીમાં પાથરો.
  6. તેને ઠંડુ પડવા દો.

ઉનાળા માટે અળસીનું સલાડ

ઉનાળામાં આ સ્વાદિષ્ટ સલાડ બનાવી શકાય છે.તેમાં અળસીનો ડ્રેસિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પોતાની પસંદગી પ્રમાણે અન્ય ઘટકો ઉમેરી કે બદલી શકાય.

સામગ્રી:

  • 1 કાકડીના ચોરસ ટુકડા
  • ½ કપ છીણેલું કોચિંગ
  • ¼ કપ દાડમ
  • 1 ટામેટું ,સમારેલું
  • ½ લીંબુનો રસ
  • 1 ચમચી શેકેલી અળસી અથવા 1 ચમચી અળસીનું તેલ
  • સંચળ-સ્વાદ પ્રમાણે
  • ચપટી મરીનો ભુકો

રીત:

  1. બધા ઘટકોને બરાબર ભેળવી દો અને પાંચ મિનિટ  રાખી મુકો.

ઉપરની વાનગીઓમાં અળસીનો સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ ઉપયોગ કરવામાં આવે છે.તમારા ભોજનમાં આ ઉત્કૃષ્ટ આહાર લો અને તમારી વજન ઘટાડવાની પ્રક્રિયામાં સકારાત્મક પરિણામ મેળવવાની સંભાવના છે.

લેખિકા: વંદિતા કોઠારી

વાનગીઓ આર્ટ  ઓફ  લિવિંગના સ્વાસ્થ્યપ્રદ રસોઈના શિક્ષિકા કૌશાની દેસાઈના સુચનો પર આધારિત છે.

    Wait!

    Don't leave without a smile

    Talk to our experts and learn more about Sudarshan Kriya

    Reverse lifestyle diseases | Reduce stress & anxiety | Raise the ‘prana’ (subtle life force) level to be happy | Boost immunity


    *
    *
    *
    *
    *