રોગ પ્રતિકારક શક્તિ

રોગ પ્રતિકારક વિશે આશ્ચર્યજનક રહસ્યો જાણો!

અમુક લોકો ને આંતરિક રીતે એક વસ્તુ કાયમ મળેલી હોય છે કે તેઓનું શરીર કોઈપણ પ્રકાર ની આબોહવા, પાણી, ખોરાક, પરિસ્થિતિ ને અનુકૂળ બની જાય છે. મોટા મોટા બંગલો/મહેલો માં રહેતા માણસો કરતા ઝૂંપડપપટ્ટી માં રહેતા લોકો ની રોગ પ્રતિકારક શક્તિ જબરદસ્ત હોય છે. તમારા માટે તો જો પાણી ઉકાળેલું કે ગાળેલું ના હોય અને તમે એવું પાણી પીવો તો ૪ દિવસ સુધી પલંગ માં જ પડ્યા રહો. પરંતુ પેલા લોકો ખૂબ બળવાન હોય છે. આપણું શરીર અલગ અલગ ઋતુ, તાપમાન અને પરિસ્થિતિને અનુરૂપ બની શકે છે.

જે લોકો ખોરાક ની બાબતે ખૂબ જ નાજુક છે તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે. આપણી ઇમ્યુન સિસ્ટમ ને કંઇક પડકાર રૂપ આપશું તો તે વધુ વ્યવસ્થિત રીતે કામ કરશે. તો થોડા થોડા સમયે ક્યારેક ક્યારેક શરીર ને પડકારો આપવા જોઇએ. જેથી કરીને સ્વરક્ષણ અંદર થી જ ફૂટી નીકળે. બાકી તો કામચલાઉ ખોરાક ની પસંદગી કરવાથી તો વધુ વધુ ગુસ્સો અને ચીડિયાપણું આવે છે. તમારું શરીર લવચીક અને અનુકૂળ હોવું જોઇએ. અને તે ત્યારે જ બની શકે જ્યારે તમે મન થી નક્કી કરો કે જે પ્રકાર નો આહાર તમે આરોગી રહ્યા છો તે તમારા શરીર ની રચના અને કાર્યશક્તિ ને પ્રતિકૂળ અસર તો નહિ જ કરે. એનો મતલબ એવો નથી કે તમે બિન આરોયગત્યુક્ત ખોરાક જમવાનું સદંતર બંધ કરી દો. મધ્યમ માર્ગ પસંદ કરો. સારી ગુણવત્તા હોય એવો ખોરાક ખાઓ. ખોરાક ની પસંદગીઓ માં ખૂબ જ નાજુક બની ને નહી રહેવાનું. મધ્ય માર્ગ પસંદ કરો.

યોગ અને ધ્યાનના કાર્યક્રમો

જીવનની સમસ્યાઓ માટે સર્વગ્રાહી ઉકેલો