તમારો આહાર તમારા ધ્યાનની ગુણવત્તા માટે જવાબદાર છે

આહાર ફક્ત શરીરને પોષે છે એટલું જ નહીં, પરંતુ તે મન અને મનની સતર્કતા અને જાગૃતિને પણ અસર કરે છે. આથી તમારે તમારા ખોરાક, તમારા શરીર અને તમારા મનને સમજવું મહત્વપૂર્ણ છે.

આપણું શરીર એક ઉપકરણ જેવું છે જેને રોજ ટ્યુનિંગની જરૂર હોય છે. સારા સંગીત માટે દુરસ્ત વાદ્ય જરૂરી છે. તેવી જ રીતે, સારી ગુણવત્તાવાળા ધ્યાન માટે હલકું અને સ્વસ્થ શરીર જરૂરી છે. સમય જતાં, ખોરાકની ખરાબ ટેવો, આપણી સિસ્ટમ માટે શું સારું છે તે વિશેનાં જ્ઞાનનો અભાવ, પૂરતા આરામ અને ઊંઘનો અભાવ તેમજ વર્ષોવર્ષ કરેલ શરીર અને મનનો દુરુપયોગ, શરીરમાં રોગોનું કારણ બની શકે છે.

ઘણીવાર તમે ધ્યાન કરવા બેસો છો અને તમને ઝોંકા આવવા માંડે છે અથવા હજારો વિચારો આક્રમણ કરે છે? આ માટેનું કારણ તમારો આહાર હોઈ શકે છે. ખોરાકની સાદી સમજ તમારી ધ્યાનની રીતને બદલી શકે છે, અને તમારું જીવન બદલી શકે છે.

આપણું માનસિક વલણ આપણે જે ખાઈએ છીએ તેના પર મોટા પ્રમાણમાં નિર્ભર છે

આયુર્વેદ, જે જીવન વિષેનું પ્રાચીન જ્ઞાન છે, માનવ શરીરના પ્રકાર અને તેના દોષો અથવા અસંતુલનને ત્રણ વ્યાપક વર્ગોમાં વહેંચે છે – વાત્ત, પિત્ત અને કફ. વળી, આપણાં ગુણો (માનસિક બંધારણ) પણ છે જેને તમસ, રજસ અને સત્ત્વ તરીકે ઓળખવામાં આવે છે. આ દોષો અને ગુણોનું મિશ્રણ આપણા વ્યક્તિત્વના પ્રકાર, સ્વભાવ, શરીરની રચના અને આહારની પસંદગીઓને વ્યાખ્યાયિત કરે છે.

મનની મૂળ પ્રકૃતિ શાંત, સુખી અને સર્જનાત્મક અથવા સાત્ત્વિક રહેવાની છે, આ સાથે, રજસ અને તમસની યોગ્ય માત્રા આપણી દૈનિક ઇચ્છાઓ અને પ્રવૃત્તિઓને પૂર્ણ કરવામાં મદદ કરે છે. આયુર્વેદ અનુસાર, આપણું સ્વાસ્થ્ય અને આપણી માનસિક પરિસ્થિતી, આપણે કેવી રીતે ખાઈએ છીએ અને કાર્ય કરીએ છીએ તેની સાથે સંલગ્ન છે. આપણે મનમાં સત્ત્વ, રજસ અને તમસનું સંતુલન કરી શકીએ તો ઊભા થતાં સંજોગોમાં આપમેળે પ્રતિક્રિયા થવી કે યોગ્ય રીતે જવાબ આપવો તેની પસંદગી કરી શકીએ છીયે.

 

સાત્વિક, તામસિક અને રાજસિક વ્યક્તિઓની લાક્ષણિકતાઓ

  • સાત્ત્વિક ગુણો શાંત, ઉત્સાહ, શુદ્ધતા, સર્જનાત્મકતા અને સમજની સ્પષ્ટતા સૂચિત કરે છે. સાત્ત્વિક વ્યક્તિઓ તેમના આહારમાં ખૂબ કાળજી રાખે છે. તેઓ એવો જ આહાર લે છે જે તેમના શરીરના પ્રકાર (પ્રકૃતિ) માટે યોગ્ય છે જેમાં મુખ્યત્વે તાજા રાંધેલા લીલા શાકભાજી, અનાજ, ફળો અને જ્યુસ વગેરે. આ તેમને દિવસભર તંદુરસ્ત, હળવા અને ઉર્જાસભર રાખે છે.
  • તમસ જડતા અને ભારરૂપ છે. તામસિક વ્યક્તિઓ આળસુ હોય છે, અતિશય સૂઈ રહે છે, જલ્દીથી ચિડાઈ જાય છે, કામ કર્યા વગર આખો દિવસ સુસ્ત્ત પડી રહી શકે છે.  જો કે, તેઓ ખાવાના સમયે ખૂબ જ સક્રિય હોય છે અને તે તમામ પ્રકારના માંસ અને ભારે ખોરાક ખાઈ શકે છે.
  • રજસને કારણે અતિશય ક્રિયાશીલતા અને બેચેની રહે છે અને પુષ્કળ વિચારો આવે છે. રાજસિક વ્યક્તિઓ અહંકારશીલ, મહત્વાકાંક્ષી, આક્રમક હોય છે, પરંતુ ઝડપથી માનસિક  ઉર્જા ગુમાવી બેસે છે. તેઓને ગરમ અને મસાલેદાર ખોરાક અને મીઠાઈઓ ભાવે છે. 

 

દરેક પ્રકૃતિ (શરીરના પ્રકાર) ની લાક્ષણિકતાઓ:

વાત પ્રધાન પ્રકૃતિ:

  • આવેગજન્ય (અલ્લડ) છતાં સર્જનાત્મક
  • ઝડપી શીખનાર અને નવું જ્ઞાન સમજી શકે છે પરંતુ સરળતાથી ભૂલી જાય છે
  • અનેક વિચારો અને કલ્પનાઓથી ભરેલા
  • પાતળા, ઉંચા અને ઝડપી ચાલનાર
  • હાથ અને પગ જલ્દી ઠંડા થઈ જાય, ઠંડા વાતાવરણમાં અસ્વસ્થતા
  • જીવંત અને મનોરંજક
  • બદલાતા મૂડ અને અનિયમિત દૈનિક દિનચર્યા
  • ઝડપી અને ક્ષણિક ઉચ્ચ ઊર્જાનો સ્ફોટ
  • જ્યારે અસ્થિરતા હોય ત્યારે ચિંતા, ડર અને ઉચાટ રહેવાની સંભાવના
  • શુષ્ક ત્વચા અને વાળ, ઓછો કે નહિવત્ત પરસેવો 

પિત્ત પ્રધાન પ્રકૃતિ:

  • મધ્યમ કાઠું, મજબૂત અને સુગઠિત શરીર, તેજ મન
  • સારી માનસિક એકાગ્રતા
  • વ્યવસ્થિત, એકાગ્ર, અડગ, આત્મવિશ્વાસું, સારા વક્તા
  • ઉત્તમ મેનેજમેંટ, નેતૃત્વ અને ઉદ્યોગસાહસિકતા 
  • આક્રમક, જલ્દીથી ગુસ્સે થઈ જાય, અધીરા અને ઉગ્ર, સરમુખત્યાર, જ્યારે પિત્ત સંતુલનની બહાર હોય ત્યારે ખૂબ દબાણપૂર્વક માંગ કરે
  • સ્પર્ધાત્મક, જુસ્સાદાર અને રોમેન્ટિક
  • સશક્ત પાચનતંત્ર અને ભૂખ, જો ભોજન મોડું થાય કે ચૂકી જવાય તો ચિડાઇ જાય
  • ચિડાઇ જવાની અને ગુસ્સે થઈ જવાની વૃત્તિ
  • શારીરિક સમસ્યાઓમાં ચામડી પર ચકામાં અને બળતરા, ખીલ, ગુમડાં, ત્વચાનું કેન્સર, અલ્સર, છાતીમાં બળતરા, એસિડીટી, અનિદ્રા, સૂકી આંખો, આંખોમાં બળતરા

કફ પ્રધાન પ્રકૃતિ::

  • સ્થિર, વિશ્વસનીય, વિશ્વાસુ, સરળ, શાંત, ધીર, ક્ષમાશીલ, કરુણાભર્યા સ્વભાવ સાથે પ્રેમાળ
  • શારીરિક રીતે મજબૂત, ખડતલ, ભારે અને સશક્ત બંધારણ
  • ઇરાદાપૂર્વકની વિચારસરણીવાળા, ચિંતનશીલ અને ધીરું બોલનાર 
  • શીખવામાં સમય લે છે, પરંતુ લાંબો સમય યાદ રાખે છે
  • મોટી મૃદુ આંખોવાળા, નરમ વાળ અને ત્વચા અને ધીમા અને નરમ અવાજ. મેદસ્વી હોવાનું વલણ ધરાવે છે અને મંદ પાચનશક્તિવાળા
  • જલ્દીથી હતાશ થવાનું વલણ પરંતુ આત્મનિર્ભર, નમ્ર અને જીવન માટે અનપેક્ષિત અભિગમ
  • શ્રેષ્ઠ આરોગ્ય અને સારી રોગપ્રતિકારક શક્તિ
  • સહેલાઇથી વિચલિત ન થાય અને કટોકટી દરમિયાન પણ શાંત રહે છે
  • આસપાસ સંવાદિતા અને શાંતિ જાળવવાનો પ્રયાસ કરે છે
  • અન્ય લોકો માટે સ્થિરતાનું કેન્દ્ર
  • ઠંડા, ભીનું હવામાન નાપસંદ
  • શરદી અને કફ, સાઇનસ ને કારણે માથાનો દુખાવો, શ્વસન સમસ્યાઓ જેમ કે અસ્થમા, એલર્જી અને ધમનીઓની સખ્તાઇ.

 

આહારની પસંદગી માટે આયુર્વેદની સહાય

તમારી પ્રકૃતિને અનુરૂપ તમારી આહારની આદતમાં સરળ ફેરફાર તમને સ્વસ્થ અને સંતુલિત જીવન બનાવવામાં મદદ કરે છે. આથીઊંડા ધ્યાનનો અનુભવ થાય છે. તમસ, રજસ અને સત્ત્વ એમ ત્રણ ગુણો આપણી માનસિક સંતુલન જાળવવા માટે જરૂરી છે. એક સાત્વિક આહાર આદર્શ છે, જે કોઈની પણ પ્રકૃતિને અનુરૂપ છે.

જેમ સત્ત્વ વધારે તેમ વધું ઊંડું ધ્યાન. તમારા ખોરાકને કુશળતાપૂર્વક પસંદ કરો અને આનંદમય ધ્યાનનાં અનુભવ માટેનો માર્ગ પ્રશસ્થ કરો. એક સ્વસ્થ શરીર અને શાંત મન આપણને વધુ સારી રીતે ધ્યાન કરવામાં અને આપણી અંદર ઊંડા ઉતરવામાં મદદ કરે છે. શાકાહારી આહાર શરીર માટે સારો અને ધ્યાન માટે અનુકૂળ છે.

 

તમારી આદતો

પ્રકૃતિ

ખાવું

ખાવાનું ટાળવું

દિવસ અને રાતના કોઈપણ સમયે ભૂખ લાગવી

જીવંત અને સતત બેચેની

ઝડપથી બોલવું

તમારી પ્રકૃતિ વાત હોય શકે છે

ફળો - કેળા, નારંગી અને આલૂ

 

શાકભાજી - શતાવરી, તાજા વટાણા અને ભીંડા (હળવા મસાલા અને ઓલિવ તેલમાં રાંધેલા)

 

ઓટ અથવા આખા ચોખા અને તેના લોટને સારી રીતે રાંધવામાં આવેલ 

 

દૂધ, ચીઝ, તાજુ દહીં, છાશ અને માખણ થોડી માત્રામાં

ફળ, પલાળ્યા વગરનો સુકોમેવો, સફરજન અને તરબૂચ અને કાચા સલાડ, કારણ કે તેનાથી શુષ્કતા વધે છે અને કબજિયાત અને અપચો થાય છે.

 

શાકભાજી - બ્રોકોલી, ફ્લાવર અને કોબી, કારણ કે તેનાથી ગેસ થાય છે.

 

કઠોળ - કઠોળને પચાવવા મુશ્કેલ છે; ચણા અને લાલ કઠોળ ટાળો

 

સફેદ ખાંડ

 

મસાલા - લાલ અને લીલા મરી

અડધો કલાક પણ મોડું થાય તો ખાવાનું મન ન થવું

સમયબદ્ધ હોવું અને સમય બગાડ્યા પછી ખેદ કરવો

ગરમી અને તરસને કારણે રાત્રે જાગી જવું 

પરિસ્થિતિને હાથમાં લેવા તત્પર

તમારી પ્રકૃતિ પિત્ત હોય શકે છે

ફળો - દ્રાક્ષ, નાળિયેર અને એવોકાડો

 

શાકભાજી – શતાવરી, ફ્લાવર અને કોબી

 

કઠોળ - લોટ, ચોખા અને જવ

 

દૂધ અને દૂધ ઉત્પાદનો - તાજા દૂધ, માખણ અને છાશ

ફળ- ખાટા ફળ

 

અનાજ- સફેદ લોટ (પીત્ઝા અને સફેદ બ્રેડ)

 

સફેદ ખાંડ

 

આથાવાળી ચીજો - અથાણાં, મસાલા, મસાલાવાળો અથવા કડવો સલાડ, ચટણી, સરકો અને લીલા અને લાલ મરી

નિર્ણય લેતા પહેલા લાંબો વિચાર કરવો

ધીરે ધીરે જાગવું અને પથારીમાં બેસી રહેવું  ગમે 

 

યથાવત્ થી  ખુશ રહેવું અને બીજાને શાંત પાડવાની કોશિશ કરવી

મનભાવક ખોરાકની પાછળ પડવું

વધારે વજન હોય તો પણ આકર્ષક હલનચલન અને નમ્ર ચાલ

તમારી પ્રકૃતિ કફ હોય શકે છે

ફળો - લીંબુ, સફરજન અને દાડમ

 

શાકભાજી - કોળું, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી

 

અનાજ- મકાઈ અને બાજરી

 

દૂધ અને દૂધ ઉત્પાદનો -  બકરીનું દૂધ અને મીઠાં વગરની  છાશ

 

મસાલા- બધા મસાલા સારા છે, અને આદુ શ્રેષ્ઠ છે

અનાજ- સફેદ લોટ (બ્રેડ, પીત્ઝા અને પેસ્ટ્રી)

 

દૂધ અને દૂધ ઉત્પાદનો- દહીં

 

સફેદ ખાંડ

 

તમારા ધ્યાનને વધુ ઊંડું બનાવવા માટે ૫ સરળ ટિપ્સ:

શાકાહારી બનો: તે સ્વાસ્થયપૂર્ણ  છે અને ધ્યાનને પણ સહેલું બનાવે છે

વધુ તાજા ફળો અને લીલા શાકભાજી ખાઓ: તમારા આહારમાં ઉચ્ચ ફાઇબરવાળા ખોરાકનો સમાવેશ કરો

પુષ્કળ પાણી પીવો: દરરોજ ઓછામાં ઓછું બે લિટર પાણી પીવું સારું છે. કાર્બોરેટેડ પીણાઓને બદલે ફળોના રસને પ્રાધાન્ય આપો

યોગ્ય માત્રામાં ખાવું: વધુ પ્રમાણમાં ખાવું એ સારું નથી કારણ કે ભરેલું પેટ ધ્યાનને મુશ્કેલ બનાવે છે

સાત્વિક આહાર રાખો: ઉચ્ચ સત્ત્વ ધ્યાનનો ઊંડો અનુભવ કરાવવામાંમદદ કરે છે.

નોંધ: તમારી પ્રકૃતિ (આયુર્વેદિક શરીર બંધારણ) વિશે જાણવા અને ઉંડા ધ્યાન માટે શ્રેષ્ઠ ખોરાક વિશે વ્યક્તિગત માર્ગદર્શન મેળવવા માટે, શ્રી શ્રી આયુર્વેદના ડોક્ટરની સલાહ લો અને તમારી નાડી પરીક્ષા (પલ્સ નિદાનની એક પ્રાચીન પદ્ધતિ) કરાવો. સારો આહાર લો, સારું જીવો, સારું ધ્યાન કરો 

તમારી આયુર્વેદિક શારીરિક પ્રકૃતિ વિશે વધુ સારી જાણકારી મેળવવા માટે, તમે વિશ્વભરમાં ફેલાયેલા અમારા આયુર્વેદ ઉપચાર કેન્દ્રોમાંના કોઈ એક ડોક્ટર પાસે જઈ શકો છો.

 

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની જ્ઞાનચર્ચા પર આધારિત:

 

ધ્યાનનો નિયમિત અભ્યાસ તમને તણાવ સંબંધિત સમસ્યાઓથી મુક્ત કરે છે, મનને ઊંડેથી આરામ આપે છે અને સિસ્ટમનો  કાયાકલ્પ કરે છે. આર્ટ ઑફ લિવિંગનો સહજ સમાધિ ધ્યાન યોગ એ એક ખાસ શિબિર છે જે તમને તમારી અંદર ઊંડે ઉતરીને તમારી અમર્યાદિત સંભવિતતાઓને પામવામાં મદદ કરે છે.

 

તમારી નજીકના આર્ટ ઓફ  લિવિંગ સેન્ટરમાં જઈ સહજ સમાધિ ધ્યાન કાર્યક્રમમાં ભાગ લો.